અમદાવાદ 05 ડિસેમ્બર 2024: નાગરિક સંરક્ષણના સોલા ડિવિઝન દ્વારા આજ રોજ તારીખ ૫ ડિસેમ્બરના રોજ સવારે સાડા નવ કલાકે સોલા પોલીસ સ્ટેશન ખાતે થી ૬ ડિસેમ્બર હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળના સ્થાપના દિનના ભાગ રૂપે રૂટમાર્ચ આયોજન કરવામાં આવેલ આ રૂટ માર્ચને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ ડી સોઢા સાહેબના શુભ હસ્તે લીલી ઝંડી આપીને શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં નાગરિક સંરક્ષણ દળના ચીફ શ્રી બાબુભાઈ જડફિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં પરેડ કમાન્ડર શ્રી નાયક સાહેબ ડેપ્યુટી ચીફ શ્રી આલોક ભાઈ રોય સહિતના પદા અધિકારીઓની ઉપસ્થિતિમાં ડેપ્યુટી ચીફ નંદુભાઈ ડેપ્યુટી ચીફ ધ્રુવ હરિયાણી ડિવિઝન મહેશ પટેલ ડેપ્યુટી ડિવિઝનલ સ્વપ્નેશ પટેલ ,સમીર પટેલ ,મયુર ઠક્કર તેમજ ધ્રુવ પટેલ ઉમંગ પરમાર પૂર્વ ગજ્જર વિપુલભાઈ પટેલ મનોજ પટેલ ધર્મેશ પંચાલ મદનભાઈ પંચાલ અને અન્ય સોલા ડીવીઝન ના ભાઈ બહેનો (વોર્ડન )એ ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ સોલા પોલીસ સ્ટેશનનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો જેના અમે આભારી રહીશું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડેપ્યુટી ચીફ ધ્રુવ હરિયાણી દ્વારા કરવામાં આવેલ.