Amdavad Post
ગુજરાતટેકનોલોજીબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

માનનીય મંત્રી પીયૂષ ગોયલે ભારતના વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવવા અને ભારતનેજવા લાયક ડેસ્ટિનેશન તરીકે સ્થાન અપાવવા માટે એકીકૃત વિદ્યુત ઉદ્યોગ પ્રદર્શન માટે આહ્વાન કર્યું

  • વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ વિમલ આનંદે ટિપ્પણી કરી કે, ભારત અગાઉ નિર્ધારિત કરેલા 2030ના લક્ષ્યાંક કરતાં વહેલા એટલે કે આગામી વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે
  • આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા અને ભારતની પાવર ક્ષેત્રનીફુટપ્રિન્ટને વિસ્તૃત કરવા માટે RBSM ખાતે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • eTECHnxt કોન્ફરન્સમાં કૌશલ્ય વધારવા પર વિશેષ આગ્રહ રાખીને સ્વચ્છ ઊર્જા, સ્માર્ટ ગ્રીડ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ભાર મૂકવામાં આવ્યો

ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: ELECRAMA 2025ના ત્રીજા દિવસે, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી માનનીય મંત્રી પીયૂષ ગોયલે મુખ્ય સંબોધન આપીને ભારતના ઊર્જા ટ્રાન્ઝિશન, નીતિ દિશા અને ટેકનોલોજીકલ પ્રગતિ સંબંધિત નિર્ણાયક ચર્ચાઓ માટે મંચ તૈયાર કર્યો હતો. IEEMAના અધ્યક્ષ સુનિલ સિંઘવી, IEEMAના અધ્યક્ષ (ચૂંટાયેલા) અને ચેરમેન વિક્રમ ગંડોત્રા અને IEEMAના ઉપાધ્યક્ષ અને ELECRAMA 2025ના વાઇસ ચેરમેન સિદ્ધાર્થ ભૂટોરિયાસહિતના પ્રતિષ્ઠિત અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા ત્યારે, પીયૂષ ગોયલે સ્થાનિક મેન્યુફેક્ચરિંગને મજબૂત બનાવવા, સ્વચ્છ ઊર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવા તેમજઇનોવેશન અને સહયોગ દ્વારા ભવિષ્ય માટે તૈયાર વીજ ક્ષેત્ર સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમના સંબોધનમાં નીતિ સમર્થન, વ્યૂહાત્મક ઉદ્યોગ ભાગીદારી અને અત્યાધુનિક ટેકનોલોજીમાં રોકાણના મહત્વ પર તેમણે પ્રકાશ પાડ્યો હતો જેનાથી ટકાઉક્ષમ ઊર્જા ઉકેલોમાં વૈશ્વિક અગ્રણી બનવાનું ભારતનું વિઝન વધુ મજબૂત થયું છે.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી માનનીય મંત્રી પીયૂષ ગોયલેભારતને વિદ્યુત અને ઊર્જા ઉકેલો માટે પસંદ કરવા લાયક વૈશ્વિક સ્થળ તરીકે સ્થાન અપાવીને ભારતના વીજ ઉદ્યોગને એકીકૃત વિશ્વ-સ્તરીય પ્રદર્શન પ્લેટફોર્મ બનાવવાનો અનુરોધ કર્યો છે. ELECRAMAખાતે સંબોધન આપતી વખતે, તેમણે ભારતને વૈશ્વિક ખેલાડીઓ માટે એક-સ્ટોપ શોપ બનાવવા માટે ELECRAMA અને ઉદ્યોગના નેતૃત્વ હેઠળના અન્ય પ્રદર્શનો સહિત મુખ્ય પ્રદર્શનોને ભેગા કરીને એક જ વિરાટ પ્રદર્શન યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “ભારત વૈશ્વિક ઊર્જા ટ્રાન્ઝિશનમાં મોખરે છેઅને આ ટ્રાન્સફોર્મેશનમાં આપણો વિદ્યુત ઉદ્યોગ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. સંખ્યાબંધ અલગ અલગ પ્રદર્શનોનું આયોજન કરવાને બદલે, આપણેવિશ્વ સમક્ષ આપણી સંપૂર્ણ ક્ષમતાઓનું પ્રદર્શન કરે તેવી એક જ, મોટા પાયાની ઇવેન્ટનું આયોજન કરવા માટે એકજૂથ થવું જોઈએ. 1,500 થી વધુ પ્રદર્શકો, 100,000+ મુલાકાતીઓ અને સૌથી મોટા વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી સાથે એક પ્રદર્શનની કલ્પના કરો – આવું આયોજન ભારતને વૈશ્વિક વિદ્યુત ઉદ્યોગના કેન્દ્ર તરીકે મજબૂત રીતે સ્થાપિત કરશે.”

ભારતનું સ્થાનિક ક્ષેત્ર મજબૂત બને અને નિકાસ તેમજ વૈશ્વિક ભાગીદારીનું વિસ્તરણ થાય તે માટે આ દૃષ્ટિકોણને વાસ્તવિકતામાં ફેરવવા માટે ઉદ્યોગ સંગઠનોએ નેતૃત્વ લેવાની જરૂરિયાત હોવાનું તેમણે ભારપૂર્વક કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે,“ચાલો આપણે દુનિયાને ભારતમાં લાવીએ. જો આપણે વ્યાપકતા અને પ્રભાવનુંસંકલિત પ્લેટફોર્મ તૈયાર કરીએ, તો આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ જાણશે કે ભારત ઇલેક્ટ્રિકલ ક્ષેત્રની બધી બાબતો માટે એક-સ્ટોપ ડેસ્ટિનેશન છે. પછી ભલે તે પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઓટોમેશન હોય કે સ્માર્ટ ગ્રીડ ઉકેલો હોય – ભારત પાસે કૌશલ્ય, ટેકનોલોજી અને વિઝન છે. દુનિયા એવું કહેવી જોઈએ કે, ભારત જશો તો તમને ઇલેક્ટ્રિકલ ઇનોવેશનનું ભવિષ્ય દેખાશે.”

ભવિષ્ય તરફ નજર કરીએ તો, ભારત અબજો ડૉલરના નિકાસ બજારને કબજે કરવાના વિઝન સાથે, ઇલેક્ટ્રિકલ અને પાવર ક્ષેત્રમાં તેની મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં ઝડપથી વધારો કરી રહ્યું છે. રિન્યૂએબલ ઊર્જા વિસ્તરણ, સ્માર્ટ ગ્રીડમાં પ્રગતિ અને ડિજિટલ ઓટોમેશનના કારણે વ્યવસાયો માટે સહયોગ, સહ-નિર્માણ અને ભારતને ઇલેક્ટ્રિકલ ઉકેલો માટે વૈશ્વિક પાવરહાઉસ તરીકે સ્થાપિત કરવા માટે નવી તકો ખોલી રહ્યા હોવાની બાબત પર શ્રી ગોયલે પ્રકાશ પાડ્યો હતો. તેમણે પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે,“આપણા ઉદ્યોગે કંઈક મોટા પાયે વિચારવું જોઈએ, ઝડપથી કાર્ય કરવું જોઈએ અને સાથે મળીને કામ કરવું જોઈએ. એક જ પ્લેટફોર્મ હેઠળ ભેગા થઈને, આપણે આપણા સ્થાનિક ક્ષેત્રને મજબૂત બનાવવાની સાથે સાથે ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એક અગ્રણી ખેલાડી તરીકે પણ સ્થાન આપીએ છીએ. આપણી સમક્ષ અત્યારે તક આવી છેઅને આપણે તેનો લાભ લેવો જ જોઈએ”.

રિવર્સ બાયર સેલર મીટ (RBSM) ખાતેઆ દિવસેજ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ વિમલ આનંદનાનેતૃત્વ હેઠળ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાથી મજબૂત ઉદ્યોગ સહયોગ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીનો માર્ગ મોકળો થયો છે. આ કરારો વૈશ્વિક બજારની તકોનું વિસ્તરણ કરવા, રોકાણને પ્રોત્સાહન આપવા અને ભારતના વીજ ક્ષેત્રમાં ટેકનોલોજી-આધારિત વૃદ્ધિને આગળ ધપાવવાની દિશામાંલેવાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે.

આ દરમિયાન, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ વિમલ આનંદે જણાવ્યું હતું કે,“ભારતનો વિકાસ સ્વાભાવિક રીતે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને ઇન્ફ્રા સુવિધાઓના વિકાસ સાથે જોડાયેલો છેઅને માત્ર ઇમારતોના નિર્માણ તેમજ અન્ય વિવિધ ઇન્ફ્રા સુવિધાઓના પ્રોજેક્ટ્સ પૂરતી જ વાત નથી, પરંતુ લોજિસ્ટિક્સ, પરિવહનના ઉકેલો, ઉપયોગિતા ઉકેલોમાં પણઆપણે ખૂબ જ ટોચ પર પહોંચવા માટે તૈયાર છીએઅનેઆપણે વિચારી રહ્યા હતા કે 2030 સુધીમાં આપણે GDP ની દૃષ્ટિએ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું, પરંતુ અમને લાગી રહ્યું છે કે, ખૂબ જ ટૂંક સમયમાં, ખરેખર તો આવતા વર્ષ સુધીમાં, આપણે તે મુકામ પર પહોંચવામાટે આગળ વધી રહ્યા છીએઅને આપણે કદાચ આગામી વર્ષમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું.”

આ જુસ્સામાં વધારો કરતાં, eTECHnxt કોન્ફરન્સની પાંચમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.સ્વચ્છ ઊર્જા, કાર્બન બજારો, ઊર્જા સંગ્રહ અને વીજ ઉત્પાદનમાં ડિજિટલ પરિવર્તનની ચર્ચા કરવા માટે આ કોન્ફરન્સમાં નિષ્ણાતો એકત્ર થયા હતા. ટેકનોલોજી ઉપરાંત, આ કોન્ફરન્સમાં ડિજિટલાઇઝેશન, સ્માર્ટ ગ્રીડ અને કાર્યબળ અપસ્કિલિંગની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતોઅને સ્વીકારવામાં આવ્યું હતું કે સ્વચ્છ, ટેકનોલોજી દ્વારા સંચાલિત ઊર્જા ક્ષેત્રમાં સ્થળાંતરીત થવા માટે સુસજ્જ અને કૌશલ્યવાન કાર્યબળની જરૂર છે. આ સંમેલનમાં એક વ્યાપક શ્વેતપત્ર – ન્યૂ ફ્રન્ટીયર્સ ઇન પાવર જનરેશન પણ લોન્ચકરવામાં આવ્યું હતું જેમાંરિન્યૂએબલ ઊર્જા, ઓછા ખર્ચ અને ગ્રીડના આધુનિકીકરણમાં ઊર્જા સંગ્રહની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

ભારતમાં સ્થિત જર્મન દૂતાવાસના રાજદ્વારી મહામહિમ ડૉ. ફિલિપ એકરમેનના નેતૃત્વમાં – ‘ભારત, વિશ્વમિત્ર’ શીર્ષક હેઠળ એક સમજદારીપૂર્ણ ગોળમેજી પરિષદ સાથે આ દિવસનું સમાપન થયું હતું. આ પરિષદમાંસહિયારો વિકાસ સુનિશ્ચિત કરવાની સાથે સાથે ઉચ્ચ વૃદ્ધિ ટકાવી રાખવામાં માળખાકીય સુધારા, ડિજિટાઇઝેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનીભૂમિકા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઊર્જા અને વીજ ઉદ્યોગના દૃષ્ટિકોણ સાથેભારતના સ્વચ્છ ઊર્જા ભવિષ્યમાં સ્થળાંતરણ પર આ ચર્ચા કેન્દ્રિત હતી જેનેરિન્યૂએબલ ઊર્જા, સ્માર્ટ ગ્રીડ અને ઊર્જા સંગ્રહમાં રોકાણ જેવા મુદ્દાઓનું સમર્થન મળ્યું હતું.

વૈશ્વિક નીતિ ઘડનારાઓ, વ્યાવસાયિક અગ્રણીઓ અને ટેકનોલોજી ક્ષેત્રનાપ્રહરીઓની ભાગીદારી સાથે, ELECRAMA 2025માં ભારતના વીજ ક્ષેત્રના ભવિષ્યને આકાર આપતી અસરકારક ચર્ચાઓને આગળ ધપાવવામાં આવી છે. નીતિ, ટેકનોલોજી અને બજારની તૈયારી વચ્ચેના અંતરાયને દૂર કરીને, આ કાર્યક્રમ ભારતના સ્વચ્છ ઊર્જા ટ્રાન્સફોર્મેશનને વેગ આપવા માટે અને સ્થિતિસ્થાપક, ભવિષ્ય માટે તૈયાર પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

Related posts

ફ્લો અમદાવાદે ડો. રક્ષિત ટંડન અને ડીસીપી લવીના સિન્હા સાથે સાયબર સિક્યુરિટી ઉપર સત્રનું આયોજન કર્યું

amdavadpost_editor

એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા “વર્લ્ડ હિયરિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી

amdavadpost_editor

98% ભારતીય બિઝનેસ લીડર્સ AI ને અપનાવવામાં ઝડપ કરી રહ્યા છે, પરંતુ કુશળ પ્રતિભાઓને શોધવી હજી પણ મુશ્કેલ: લિંક્ડઇન

amdavadpost_editor

Leave a Comment