~ એચએસબીસી મજેદાર ક્યુલિનરી અનુભવ સાથે વિદેશમાં વસ્તા ભારતીયોને ખુશી આપે છે ~
એચએસબીસી દ્વારા વિદેશમાં વસ્તા ભારતીયોમાં સંબંધનું મજબૂત ભાન કરાવવા માટે વૈશ્વિક સુપરસ્ટાર પ્રિયંકા ચોપરાને ચમકાવતી નવી કેમ્પેઈન રજૂ કરવામાં આવી છે. કેમ્પેઈન મીલ વિથ અ મુવી સ્ટારનું લક્ષ્ય વિદેશમાં વસ્તા ભારતીયોને ઘરના અવિસ્મરણીય સ્વાદ થકી તેમનાં મૂળથી અલગ કરે છે તે ભૌગોલિક અંતર દૂર કરવાનું છે.
આ સામાજિક પ્રયોગની ઝુંબેશ મિશેલિન-સ્ટાર રેસ્ટોરાંમાં સ્થાપિત કરવામાં આવી છે, જે પ્રિયંકા ચોપરા જોનાસની વિશેષ હાજરી સાથે ત્રણ વિદેશમાં વસ્તા ભારતીય કપલ્સને સરપ્રાઈઝ આપે છે. આ કેમ્પેઈન કામ માટે વિદેશમાં જતા અથવા વિદેશમાં તેમના નવા ઘરમાં આગમન કરી ચૂકેલા એનઆરઆઈના અમારા લક્ષ્યના દર્શકો સાથે જોડાણ કરવા માટે તૈયાર કરાઈ છે, જે તેમના પ્રવાસમાં તેઓ સામનો કરે તે ભાવનાત્મક પડકારો અમે સમજીએ છીએ તે તેમને દર્શાવે છે અને તેમનાં મૂળ સાથે જોડાઈ રહેવા માટે મદદરૂપ થવા ઘરના અસલ ભોજનની શક્તિ વિશે તેમને યાદ અપાવે છે.
એચએસબીસીની નવી કેમ્પેઈન પર બોલતાં એચએસબીસી ઈન્ડિયાના વેલ્થ અને પર્સનલ બેન્કિંગના હેડ સંદીપ બત્રાએ જણાવ્યું હતું કે અમારી કેમ્પેઈન અન્ય દેશમાં ગયેલા ભારતીયોના અજોડ પ્રવાસની ઉજવણી કરે છે. પરિચિત ફ્લેવર્સ દુનિયામાં ગમે ત્યાં ઘરનું ભાન કરાવે છે તે રીતે જ એચએસબીસીનું અસમાંતર આંતરરાષ્ટ્રીય પરિમાણ, એટલે કે, ડિજિટલ ઓનબોર્ડિંગ, સમુદ્રપાર શિક્ષણ, વૈશ્વિક સંપત્તિ સમાધાનને પહોંચ અને અમારા બિયોન્ડ બેન્કિંગ પાર્ટનર્સ અને નેટવર્ક વૈશ્વિક તકો પર ભાર આપનારા માટે સહજતાથી અનુકૂળ બનવા માટે તૈયાર કરાઈ છે. અમે સમજીએ છીએ કે વિદેશમાં જવું એટલે ફક્ત સરનામું બદલાતું નથી, પરંતુ આ જીવન પરિવર્તનકારી સંજોગો હોય છે. આથી જ અમે બેન્ક વ્યવહારથી ઉપરવટ જઈને અમારા ગ્રાહકોના વૈશ્વિક પ્રવાસમાં વિશ્વાસુ ભાગીદાર પણ છીએ.”
ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જોનાસ અને ટુ-મિશેલિન- સ્ટાર એક્ઝિક્યુટિવ શેફ સિદ આહુજા વચ્ચે પ્રેરણાત્મક વાર્તાલાપ સાથે શરૂ થાય છે, જેમાં તે ખાદ્ય યાદો અને મજબૂત ભાવનાઓને કઈ રીતે જાગૃત કરે છે તે જણાવે છે. પ્રિયંકા અને શેફ સિદ પરિચિત ફ્લેવર્સ અપરિચિત સ્થળો અને જમીનો પર અત્યંત જરૂરી ઘરનો સ્વાદ કઈ રીતે આપી શકે તે ઉજાગર કરે છે. હાલમાં જ વિદેશમાં સ્થળાંતર કરનારાં ત્રણ કપલ સાથે તેમના અનુભવો આદાનપ્રદાન કરતાં પ્રિયંકા અને શેફ સિદે પંજાબી, બંગાળી અને ઈશનની વાનગીઓનું સ્વાદિષ્ટ મેનુ તૈયાર કર્યું હતું. આ ક્યુલિનરી માસ્ટરપીસ ભારતના સમૃદ્ધ ખાણીપીણીના વારસાને દર્શાવે છે.
એચએસબીસીની ઈન્ટરનેશનલ કેમ્પેઈન સંબંધનું ભાન કરાવવા માટે ખાદ્યની પરિચિતતાનો ઉપયોગ કર્યો છે. આ વિશે બોલતાં એચએસબીસીના માર્કેટિંગ, વેલ્થ અને પર્સનલ બેન્કિંગના ગ્લોબલ હેડ સ્ટેફની એનજી કહે છે, “એચએસબીસીમાં અમે અમારા ગ્રાહકોને નાણાકીય અને ભૌગોલિક ક્ષિતિજોમાંથી પસાર થવામાં મદદરૂપ થવા સાથે તેઓ જયાં પણ જાય ત્યાં ઘર જેવું મહેસૂસ કરે તેમાં પણ મદદ કરીએ છીએ. અમારું આંતરરાષ્ટ્રીય પરિમાણ પારંપરિક બેન્ક વ્યવહારની પાર જાય છે. એચએસબીસી વિદેશમાં ગયેલા ભારતીયો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને રોકાણકારોને વિદેશમાં પ્રવાસ, અભ્યાસ અને રોકાણ કરવામાં પણ ટેકો આપે છે. અમારા લાંબા ગાળાનાં નિયોજન સાધનો, સીમાપાર બેન્કિંગ સમાધાન અને વૈશ્વિક સહાય અમારા ગ્રાહકોની નાણાકીય બાબતોને કાળજી લઈને અનિશ્ચિતતાને તકોમાં ફેરવે છે, જેથી તેઓ તેમના આંતરરાષ્ટ્રીય પ્રવાસમાંથી મહત્તમ લાભ લઈ શકે છે.”
અન્ય દેશમાં ભારતીયો જાય ત્યારે તેમને કરવા પડતા ત્યાગ એચએસબીસી સમજે છે. આ કેમ્પેઈન વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય બેન્કિંગ ભાગીદાર તરીકે એચએસબીસીની કટિબદ્ધતા પર ભાર આપે છે અને એચએસબીસી સાથે વિદેશમાં ગયેલા ભારતીય સમુદાયને બાંયધરી આપે છે કે તેઓ ઘરથી ક્યારેય દૂર નથી. આખો વિડિયો અહીં જુઓ – https://bit.ly/3WyT6VV