ત્રિમાસિક EBITDA બમણું થઈને રૂ. 110 કરોડ છે
Q1 FY25 એકત્રિત નાણાકીય પ્રદર્શનની ઝલક
- કામગીરીમાંથી આવક Q1 FY25 માં રૂ. 184 કરોડછે
- EBITDA રૂ. 110 કરોડ હતું; 103% ના EBITDA માર્જિન સાથે
- PBT (અપવાદરૂપ વસ્તુઓ પહેલાં) રૂ. 91 કરોડ, જે વાર્ષિક ધોરણે 176% વધુછે; PBT માર્જિન 49% હતું
- ફૂટફોલ 119% વધ્યોછે
- Q1 FY25 માં હોટેલ ARR માં 57% ના વ્યવસાય સાથે રૂ. 9,654
- કંપનીની હકારાત્મક નેટ રોકડ બેલેન્સ છે અને તે ઋણ મુક્ત છે
મુંબઈ, 09 ઑગસ્ટ 2024 – ઇમેજિકાવર્લ્ડ એન્ટરટેઇનમેન્ટ(Imagicaaworld Entertainment Ltd.) (BSE: 539056; NSE: IMAGICAA), આજે ભારતની સૌથી મોટી અમ્યુઝમેન્ટ અને વોટર પાર્ક સાહસિકતા ધરાવતી કંપની છે, અને તેણે આજે 30મી જૂન 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યાછે.
ક્વાર્ટરની મુખ્ય નાણાકીય વિશેષતાઓ (એકત્રિત)
વિગતો (રૂ. કરોડોમાં) | Q1FY25 | Q1FY24 | YoY | Q4FY24 | QoQ |
કામગીરીમાંથી આવક | 184.0 | 104.7* | 76% | 58.6 | 214% |
EBITDA | 110.4 | 54.4 | 103% | 19.2 | 475% |
EBITDA માર્જિન | 60% | 52% | 810bps | 33% | 272bps |
ટેક્સ પહેલાનો નફો** | 91.3 | 33.0 | 276% | 5.28 | 1630% |
ટેક્સ પછીનો નફો** | 69.1 | 24.7 | 179% | 10.3 | 568% |
PAT માર્જિન** | 37.6% | 23.6% | 123bps | 17.7% | 277bps |
ફૂટફોલ (લાખમાં) | 12.2 | 5.56 | 119% | 2.7 | 341% |
* ઓપરેટિંગ આવકમાં SGST રિફંડનો સમાવેશ થાય છે
**અસાધારણ વસ્તુઓ પહેલાં
ઓપરેશનલ હાઇલાઇટ્સ
- માલપાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની ગિરિરાજ એન્ટરપ્રાઇઝની માલિકીના બે વોટર પાર્ક, એક ભક્તિ થીમ પાર્ક અને એક એમ્યુઝમેન્ટ પાર્કનું વાણિજ્યિક એકીકરણ અનેએકત્રીકરણ.
- આ સંયુક્ત શક્તિ સાથે, ઈમેજિકા હવે કુલ આઠ ઉદ્યાનો સાથેના પાંચ સ્થળો પર કાર્ય કરે છે. આ વિલીનીકરણના પરિણામે પ્રથમ ક્વાર્ટરમાં જ તમામ સ્થળોએ કુલ 1.2 મિલિયન મુલાકાતીઓ આવ્યા છે.
- ભારતના પ્રથમ ભક્તિ થીમ પાર્ક સાઈતીર્થમાં બે ન્યૂઝ શોની શરૂઆત
- આ ત્રિમાસિક દરમિયાન, ખોપોલીના ઇમેજિકામાં વોટર પાર્કમાં છ નવી રાઇડ્સ અને વેટ’નજોય વોટર પાર્ક, શિરડી ખાતે આઠ નવી રાઇડ લોન્ચ કરવામાં આવી હતી.
Q1 FY25ની કામગીરી પર ટિપ્પણી કરતાં, ઇમેજિકાવર્લ્ડ એન્ટરટેઇનમેન્ટલિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જય માલપાણીએ જણાવ્યું હતું કે, “અમે FY25 ના પ્રથમ ત્રિમાસિક ગાળો સમાપ્ત થતાં પરિણામો જાહેર કરીએ છીએ, હું છેલ્લા કેટલાક વર્ષોમાં અમારા વ્યૂહાત્મક વ્યવસાયથી થયેલી પ્રગતિઅંગે વાત કરવા માટે ઉત્સાહિત છું. અમારા સૂચિબદ્ધ છત્ર હેઠળ મુખ્ય અસ્કયામતો—ઈમેજિકા પાર્ક, વેટ’નજોય, અમારી ફાઇવ-સ્ટાર હોટેલ અને સાઇ તીર્થને એકીકૃત કરીને, અમે એક વ્યાપક અને ભવ્ય પોર્ટફોલિયો બનાવ્યો છે જે અમારા મહેમાનોના અનુભવોનેવધુ શ્રેષ્ઠ બનાવે છે અને ભારતમાં મનોરંજનના સ્થળો માટે એક આકર્ષણ અને ઉદાહરણ છે.
હાલમાં, અમે પશ્ચિમ ભારતમાં બે રાજ્યો અને ચાર સ્થળોએ કાર્ય કરીએ છીએ. અમે ટિયર-1 અને ટિયર-2 શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરીને મધ્ય અને ઉત્તર ભારતમાં અમારા નેટવર્કને વિસ્તારવાનું આયોજન કરી રહ્યા છીએ. આ એકત્રીકરણ અમને આ વિસ્તરણનું સરળતાથી સંચાલન કરવા માટે સક્ષમ બનાવશે. અમે ક્રોસ-પાર્કજોડાણ દ્વારા અમારી સંખ્યાને બમણી કરીશું એટલું જ નહીં, પરંતુ અમે ખર્ચ સિનર્જીને સક્રિય કરીને અને કામગીરીને સુવ્યવસ્થિત કરીને આવક અને નફાકારકતામાં નોંધપાત્ર વધારો કરીશું.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ અને વિવેકાધીન ખર્ચ સાથે ભારતનું બદલાઈ રહેલું આર્થિક લેન્ડસ્કેપ અમારા વિકાસમાટે મહત્વપૂર્ણ છે. અમારી 3C વ્યૂહરચનાજે —શહેરી ક્લસ્ટરો, કેચમેન્ટ વિસ્તરણ અને કનેક્ટિવિટી પર કેન્દ્રિતછે —તે અમારા પ્રેક્ષકોની સતત બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને અમને સતત સફળતા આપે છે. આજના ઝડપી વિશ્વમાં, અમે પરિવારો અને મિત્રોસાથે આરામદાયક સ્થળ પ્રદાન કરવા અને તેમની સાથે જોડાઈ રહેવા માટે એક સંપૂર્ણ સ્થળ ઓફર કરીએ છીએ.”