Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનની માર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનો આરંભ થયો

શ્રાધ્ધનાં દિવસોમાં પાંચની સ્મૃતિ કરીએ

આપણે હંસ નહીં બની શકીએ, થોડુંક કાગભુશુંડી પણું આવી જાય તો પણ ધન્ય છીએ.

“જપ કરવો પડે છે પણ સ્મૃતિ આવી જાય છે”

કથાબીજ પંક્તિઓ:

કરી નૃપ ક્રિયા સંગ પુરબાસી;

ભરત ગયે જંહ પ્રભુ સુખરાસી.

પુનિ પ્રભુ ગીધ ક્રિયા જિમિ કિન્હિ;

બધિ કબંધ સબરિહિ ગતિ દીન્હિ.

કથા આરંભે મનોરથી પરિવારની દીકરીઓ દ્વારા સ્વાગત બાદ બીજ પંક્તિઓના ગાનથી કથા આરંભ કરતા બાપુએ કહ્યું કે આમ તો હું દરેક કથાના આરંભે સ્વભાવિક કહું છું કે પરમાત્માની અસીમ અને અહેતુ કૃપાથી આ કથા શરૂ થાય છે પણ આજે મને કહેવા દો કે ભગવાનની કૃપા તો છે જ પણ આ સાત બાળકો,મનોરથી પરિવાર-એમાં છ બેટી અને એક છોકરો,સાત યુવાઓના શુદ્ધ સંકલ્પથી આ કથા થઈ રહી છે.

બાપુએ કહ્યું કે ટીનાની બે દીકરીઓ સેતુની, આહુતિની અને આ બધા જ રમાબેનના પરિવારજનો વર્ષોથી વ્યાસપીઠ સાથે જોડાયેલા છે. આ યુવાનોને,આ બાળકોને હું કથા આપું છું અને એના શુદ્ધ સંકલ્પથી કથા થાય છે એનો આનંદ છે. બાપુએ કહ્યું કે શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યો છે એટલે આમ તો આપણે શ્રાદ્ધનો અર્થ અહીં કર્મકાંડની વાત નથી પણ શ્રદ્ધાપૂર્વક લોકો શ્રાદ્ધ કરે છે. ત્યારે માતા-પિતાને આપણે આ શુદ્ધ દિવસોમાં યાદ કરીએ તુલસીજીએ ક્રિયા શબ્દ લખ્યો છે.પિતૃક્રિયા કરે છે બાપુએ કહ્યું કે અમારા સાધુ પરિવારમાં આવી કોઈ ક્રિયા નથી.ન શ્રાધ્ધ,ના તર્પણ અને ના પીંડદાન.

પણ ભરતે દશરથના ગમન પછી શ્રાદ્ધ ક્રિયા કરી છે. અને ભગવાન રામે પણ જટાયુને પિતૃ સમાન માનીને શ્રાદ્ધ કર્યું છે.આપણા સૌથી પુરાતન પિતૃ કાગભુષંડી છે. આપણે હંસ નહીં બની શકે થોડુંક કાગભુષંડી પણું આવી જાય તો પણ ધન્ય છીએ.

આથી પિતૃઓ વિશે આપણે ચિંતન કરીએ અને આ ખૂબ જ પ્રાસંગિક છે.અહીં પાંચનું સ્મરણ કરીએ: માતા,પિતા,આચાર્ય,અતિથિ અને આપણા કોઈ ઈષ્ટ.આ પાંચની સ્મૃતિને યાદ કરીને આપણે ગાયન કરીશું.

બાપુએ કહ્યું કે જપ કરવો પડે છે પણ સ્મૃતિ આવી જાય છે.બાપુએ એક બાળકની પણ વાત કરી કે જેણે માતા પિતા વિશે શાળામાં બોલવું છે પણ એના માતા-પિતા ગુજરી ગયા છે અને એ દ્વારા બાપુએ પિતૃનું સ્મરણની પૂરી વાત કરી અને રામચરિત માનસનું મંગલાચરણ સાત શ્લોકો અને એના સોપાનો વિશે તેમજ જ વંદના પ્રકરણ વિશે વાત કરી

Box:

શેષ-વિશેષ:

સુંદર સ્પેનિશ નગર-માર્બેલા(સ્પેન):દરેક માટે અહીં કંઇક વિશેષ છે.

માર્બેલા એ દક્ષિણ સ્પેનના એન્ડાલુસિયાના સ્વાયત્ત સમુદાયમાં,માલાગા પ્રાંતમાં એક મોહક દરિયાકાંઠાનું શહેર છે.

ઐતિહાસિક જૂનું શહેર કાસ્કો એન્ટીગુઓ અતિ પ્રાચિન છે.

સપ્ટેમ્બરમાં તાપમાન ૧૯થી ૨૮ હોય છે.

અહીંનું ચલણ યુરો છે.

એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે જે શેના માટે જાણીતું છે?:

*૧-સુંદર દરિયાકિનારા:*માર્બેલા પાસે દરિયાકિનારાની શ્રેણી સાથે ૨૭ કિમીનો દરિયાકિનારો છે,

લા ફોન્ટાનિલા જેવા ખળભળાટ મચાવતા દરિયાકિનારાથી લઈને કેબોપિનો જેવા વધુ એકાંત સુધી.

*૨-સમૃદ્ધ ઈતિહાસ:*માર્બેલા પાસે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે,જેમાં માનવ વસાહત રોમન યુગના પુરાવા સાથે છે.માર્બેલા ઓલ્ડ ટાઉન તેની સાંકડી શેરીઓ, ઐતિહાસિક ઇમારતો અને મનોહર પ્લાઝા સાથે પ્રવાસન સ્થળ છે.

*૩-ગોલ્ફિંગ સ્વર્ગ:*માર્બેલા તેના વિશ્વ-કક્ષાના ગોલ્ફ કોર્સ માટે પ્રખ્યાત છે.જેમાં આઇકોનિક માર્બેલા ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ સહિત આ વિસ્તારમાં ૨૫થી વધુ અભ્યાસક્રમો છે.

૪-વૈભવી જીવનશૈલી: ઉચ્ચતમ સુવિધાઓ, અપસ્કેલ શોપિંગ અને વાઇબ્રન્ટ નાઇટલાઇફ સાથે માર્બેલા સમૃદ્ધ અને પ્રખ્યાત લોકોમાં પ્રિય છે.

૫-કુદરતી સૌંદર્ય: સીએરા બ્લાન્કા પર્વતો માર્બેલાને અદભૂત પૃષ્ઠભૂમિ પ્રદાન કરે છે,અને નજીકનાં સિએરા ડે લાસ નિવ્સ,હાઇકિંગ અને શોધખોળની તકો આપે છે.

૬-ગેસ્ટ્રોનોમી: સ્થાનિક રાંધણકળાનો સ્વાદ માણો, જે ભૂમધ્ય સ્વાદને ગેઝપાચો,પાએલા અને સીફૂડ જેવી એન્ડાલુસિયન વિશેષતાઓ સાથે જોડે છે.

૭-તહેવારો અને ઇવેન્ટ્સ: માર્બેલા આખા વર્ષ દરમિયાન વિવિધ તહેવારોનું આયોજન કરે છે, જેમ કે માર્બેલા ફેર,માર્બેલા જાઝ ફેસ્ટિવલ અને સ્ટારલાઇટ ફેસ્ટિવલ.

અહીં દરેકનાં માટે કંઈક છે,પછી ભલે તમે આરામ, સંસ્કૃતિ, સાહસ અથવા લક્ઝરી શોધી રહ્યાં હોવ.

અને હવે પહેલીવાર જ્યાં રામકથા ગવાઇ રહી છે.

Related posts

મોરારી બાપૂએ પૂજ્ય રામકિંકરજી મહારાજની શતાબ્દી સમારોહમાં ભાગ લીધો

amdavadpost_editor

TAVI: એઓર્ટિક સ્ટેનોસિસની સારવાર માટે સેફ અને ગ્લોબલ રીતે ચકાસાયેલી પ્રક્રિયા – ડૉ. પ્રિયાંક મોદી

amdavadpost_editor

શિવાલિક ગ્રૂપે અમદાવાદમાં સૌથી મોટા મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરની રજૂઆત કરી

amdavadpost_editor

Leave a Comment