Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: જયપુરની પ્રથમ જીતમાં શ્રીજા અકુલા, કનક ઝા ઝળક્યા; સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સની વળતી લડત એળે ગઈ

અમદાવાદ, જૂન 3, 2025: મંગળવારે ઈન્ડિયન ઓઈલ યુટીટીમાં કનક ઝા અને શ્રીજા અકુલાની ક્લિન સ્વીપની મદદથી જયપુર પેટ્રિઓટ્સે સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સને 9-6થી હરાવી હતી. યુએસએના ટોપ રેન્ક્ડ પુરુષ ખેલાડી કનક ઝા લીગ ઈતિહાસમાં પ્રથમ ખેલાડી બન્યો, જેણે 3 ગોલ્ડન પોઈન્ટ્સ સાથે 3-0થી જીત મેળવી હોય. તેણે કિરીલ ગેરાસિમેન્કોને હરાવ્યો. જ્યારે ભારતની ટોચની મહિલા ખેલાડી શ્રીજા એ નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ પોયમંતિ બૈસ્યાને 3-0થી હરાવી જયપુરને 6-0ની લીડ અપાવી હતી.
પ્રારંભિક મેચોમાં જીત મેળવ્યા બાદ કનક અને શ્રીજાએ જોડી બનાવી મિક્સ્ડ ડબલ્સમાં જીત મેળવતા પાયસ જૈન અને ફેન સિકીને 2-1થી મહાત આપી હતી. જોકે, પછી ચેન્નાઈ એ વળતી લડત આપવાનો પ્રયાસ કર્યો અને પાયસે યશાંસ મલિક વિરુદ્ધ 3-0થી જીત મેળવી હતી. જે લીગની હાઈએસ્ટ વેલ્યૂડ ખેલાડી ફેન સિકીએ બ્રિટ ઈયરલેન્ડ વિરુદ્ધ 1-2 (8-11, 6-11, 11-7)થી જીત મેળવી હતી. જોકે- આ જીત છતાં જયપુર બાજી મારી ચૂક્યું હતું. શ્રીજા એ ઈન્ડિયન પ્લેયર ઓફ ધ ટાઈ અને શૉટ ઓફ ધ ટાઈના એવોર્ડ જીત્યા હતા.

Related posts

ભારતમાં શિક્ષણને સાચા અર્થમાં જનમાનસ સુધી લઇ જવાનું કાર્ય ભારતીય શિક્ષણ મંડળ કરી રહ્યું છે – શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

amdavadpost_editor

સેમસંગ દ્વારા ગેલેક્સી AIને નવી ઊંચાઈએ લઈ જવા માટે નવા ફોલ્ડેબલ ફોન્સ ગેલેક્સી Z Fold6 અને Z Flip6 લોન્ચ કરાયા

amdavadpost_editor

ફેશન બિઝનેસ સમિટ 2025 ઉદ્યોગજગતના અગ્રણીઓની આંતરદ્રષ્ટિથી ઉદ્યોગસાહસિકોને સશકત બનાવશે

amdavadpost_editor

Leave a Comment