રાષ્ટ્રીય 11મી ફેબ્રુઆરી 2025: સુરક્ષિત ઈન્ટરનેટ દિવસ મનાવતાં મેટા દ્વારા તબક્કાવાર તેના ઈન્સ્ટાગ્રામ ટીન અકાઉન્ટ્સનું વિસ્તરણ કરવા સાથે યુવાનોની ઓનલાઈન સુરક્ષા પ્રત્યે તેની કટિબદ્ધતા પર ભાર આપ્યો છે. ટીન અકાઉન્ટ્સ ઓનલાઈન ટીન્સ માટે વધુ સંરક્ષિત અને ઉંમર યોગ્ય જગ્યા નિર્માણ કરવા માટે તૈયાર કરાયા છે. અંતર્ગત રક્ષણ સાથે ટીન અકાઉન્ટ્સ અનિચ્છનીય ઈન્ટરએકશન્સ મર્યાદિત કરે છે, પ્રાઈવસી સેટિંગ્સ બહેતર બનાવે છે અને વાલીઓને ઉત્તમ ઓવરસાઈટ પૂરું પાડે છે, જેથી અમારા યુવા ઉપભોક્તાઓ માટે સુરક્ષિત સોશિયલ મિડિયા અનુભવની ખાતરી રહે છે.
ડિજિટલ ઈન્ટરએકશન યુવા મનને આકાર આપી રહી છે તેવા યુગમાં તેમની ઓનલાઈન સુરક્ષાની ખાતરી રાખવી તે અગાઉ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બની ગયું છે. વાલીઓ, શિક્ષકો અને નીતિના ઘડવૈયાઓએ સાઈબરબુલીઈંગ, હાનિકારક કન્ટેન્ટને સન્મુખતા અને પ્રાઈવસી જોખમો જેવા મુદ્દાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. ઈન્સ્ટાગ્રામના નવા ટીન અકાઉન્ટ્સ 16 વર્ષથી ઓછી ઉંમરના સર્વ ટીન્સને સર્વોચ્ચ સેફ્ટી સેટિંગ્સમાં મૂકીને આપોઆપ આ મૂંઝવણને પહોંચી વળે છે, જેમાં ટીન્સને ડિજિટલ દુનિયામાં સંરક્ષિત રીતે નેવિગેટ કરવા માટે બહેતર સાધનો સાથે સશક્ત બનાવવા સાથે મેસેજિંગ, ઈન્ટરએકશન અને કન્ટેન્ટ સન્મુખતા પર કઠોર નિયંત્રણ આપે છે.
ટીન અકાઉન્ટ્સના ભારતમાં વિસ્તરણ પર બોલતાં ઈન્સ્ટાગ્રામના પબ્લિક પોલિસી ઈન્ડિયાના ડાયરેક્ટર નતાશા જોગે જણાવ્યું હતું કે, ‘‘Aમેટામાં સુરક્ષિત અને વદુ જવાબદાર ડિજિટલ વાતાવરણ નિર્માણ કરવું તે ટોચની અગ્રતા છે. ઈન્સ્ટાગ્રામ ટીન અકાઉન્ટ્સ ભારતમાં વિસ્તરણ કરીને અમે રક્ષણ મજબૂત બનાવ્યું છે, કન્ટેન્ટ કંટ્રોલ્સ બહેતર બનાવ્યાં છે અને વાલીઓને સશક્ત બનાવ્યા છે, જ્યારે ટીમન્સ માટે સુરક્ષિત અનુભવની ખાતરી રાખી છે.’’
કિડ્સસ્ટોપપ્રેસ.કોમના સંસ્થાપક અને સીઈઓ માનસી ઝવેરીએ જણાવ્યું હતું કે, “ઓનલાઈન ટીનેજરોની સુરક્ષા વાલીઓ માટે વધતી ચિંતા છે અને ઈન્સ્ટાગ્રામનું નવું ટીન અકાઉન્ટ્સ ફીચર યોગ્ય દિશામાં પગલું છે. પ્રાઈવસી સેટિંગ્સનું મજબૂતીકરણ, અનિચ્છનીય ઈન્ટરએકશન્સ મર્યાદિત કરીને અને પેરન્ટલ સુપરવિઝન ટૂલ્સ ઉમેરતાં યુવા ઉપભોક્તાઓ માટે સુરક્ષિત સ્પેસ નિર્માણ થવામાં મદદ થશે. કિડસ્ટોપપ્રેસ ખાતે અમે વાલીઓને જવાબદાર સોશિયલ મિડિયા ઉપયોગ વિશે તેમના ટીન સાથે માહિતગાર રહેવા અને અર્થપૂર્ણ વાર્તાલાપ શરૂ કરવા મદદરૂપ થવા માટે કટિબદ્ધ છીએ.’’
મુખ્ય વિશિષ્ટતાઓઃ
- પ્રાઈવેટ અકાઉન્ટ્સ: ડિફોલ્ટથી ટીન અકાઉન્ટ્સ પ્રાઈવેટમાં સેટ છે, જેનો અર્થ તેમણે નવા ફોલોઅરોની મંજૂરી લેવાનું આવશ્યક છે અને નોન- ફોલોઅપરો તેમની કન્ટેન્ટ જોઈ નહીં શકે કે ઈન્ટરએક્ટ નહીં કરી શકે. આ 16 વર્ષથી ઓછી ઉંમરના (મોજૂદ અને નવા) તેમ જ 18 વર્ષથી ઓછી ઉંમરના સાઈન- અપ કરનાર બધા ઉપભોક્તાઓને લાગુ થાય છે.
- મેસેજિંગ નિયંત્રણો: ટીન્સ કઠોરતમ મેસેજિંગ સેટિંગ્સ એનેબલ્ડ ધરાવે છે, જેથી તેમને તેઓ ફોલો કરે તે અને જેમની સાથે કનેક્ટેડ હોય તેમની પાસેથી મેસેજીસ પ્રાપ્ત થશે.
- સંવેદનશીલ કન્ટેન્ટ કંટ્રોલ: ટીન્સ આપોઆપ અત્યંત નિયંત્રિત સેટિંગ્સમાં મુકાય છે, જેથી સંવેદનશીલ કન્ટેન્ટ, જેમ કે, ફિઝિકલ ફાઈટ્સનું પ્રદર્શન અથવા એક્સપ્લોર અને રીલ્સ જેવા ક્ષેત્રમાં કોસ્મેટિક પ્રક્રિયાઓનું પ્રમોશન પ્રત્યે તેમની સન્મુખતા મર્યાદિત બની જાય છે
- મર્યાદિત ઈન્ટરએકશનઃ ટીન્સ જેમને ફોલો કરે તે લોકો દ્વારા જ ટેગ્સ અથવા મેન્શન્ડ કરી શકાય છે. ઉપરાંત એન્ટી- બુલીઈંગ ફીચરનું કઠોરતમ વર્ઝન હિડન વર્ડસ ટિપ્પણી અને ડીએમ વિનંતીઓમાં અપમાનજનક ભાષા ફિલ્ટર આઉટ કરવા માટે ડિફોલ્ટથી એનેબલ્ડ થઈ જાય છે.
- સમયની મર્યાદાની યાદગીરીઓઃ ટીન્સને નોટિફિકેશન્સ પ્રાપ્ત થશે, જેને લઈ તેઓ રોજના ઉપયોગના 60 મિનિટ પછી એપમાંથી એક્ઝિટ થવા માટે સૂચિત કરાશે.
- સ્લીપ મોડઃ સ્લીપ મોડ રાત્રે 10થી સવારે 7 સુધી રહેશે, જેમાં નોટિફિકેશન્સ મ્યુટ થશે અને ડીએમને રાત્રે જવાબ આપોઆપ મોકલાશે.
વાલીઓ માટે ટીન અકાઉન્ટ્સ સુપરવિઝન ટૂલ્સ પૂરું પાડે છે, જે તેમને સેફ્ટી સેટિંગ્સ બદલી કરવા મંજૂરી આપવી અને રોજની સ્ક્રીન ટાઈમ મર્યાદા સેટ કરવા મંજૂરી સહિત તેમના ટીન્સના અનુભવ પર દેખરેખ રાખવા અને વ્યવસ્થાપન કરવાની સરળતા રહેશે. 16 વર્ષથી ઓછી ઉંમરના ટીન્સ માટે સેટિંગ્સમાં કોઈ પણ ફેરફાર કરવાનું ઓછું નિયંત્રિત હોઈ વાલીઓની મંજૂરી લાગશે. વાલીઓ કોઈ પણ સમયે 16+ ટીન્સ માટે સુપરવિઝન એનેબલ પણ કરી શકશે, જેથી તેઓ તેમના ટીનના સેફ્ટી સેટિંગ્સની સમીક્ષા કરી શકશે અને ફેરફાર મંજૂર કરી શકશે. ટૂંક સમયમાં જ વાલીઓ વધુ મજબૂત રક્ષણ પૂરું પાડવા માટે આ સેટિંગ્સને પ્રત્ય સમાયોજિત કરવાની ક્ષમતા પણ ધરાવશે.
ટીન અકાઉન્ટ્સ ઓટોમેટિક સેફગાર્ડસ સાથે આવે છે ત્યારે વાલીઓને વધારાના નિયંત્રણ જોઈતા હોય તો નવા સુપરવિઝન ફીટર્સને એક્સેસ કરી શકે છે, જેમાં સમાવિષ્ટ છેઃ
- તાજેતરના વાર્તાલાપની દેખરેખઃ વાલીઓ ટીન દ્વારા છેલ્લા સાત દિવસમાં મેસેજ કર્યા હોય તે લોકોની યાદી જોઈ શકે છે (મેસેજની કન્ટેન્ટ વાંચ્યા વિના).
- ડેલી ટાઈમ લિમિડ્સનું સેટિંગ્સઃ વાલી દ્વારા સેટ કરેલી સમય મર્યાદાએ પહોંચ્યા પછી ટીન ઈન્સ્ટાગ્રામ પર વધુ પહોંચ નહીં મેળવી શકશે.
- ચોક્કસ કલાકો દરમિયાન ઈન્સ્ટાગ્રામ બ્લોક કરવું– વાલીઓ સિંપલ ટોગલ સાથે નિયુક્ત સમય દરમિયાન અથવા રાત્રે ઈન્સ્ટાગ્રામ પહોંચ નિયંત્રિત કરી શકે છે.
રતિ ફાઉન્ડેશનનાં સહ-સંસ્થાપક અને ડાયરેક્ટર ઉમા સુબ્રમણિયને જણાવ્યું હતું કે, “ઈન્સ્ટાગ્રામ ટીન અકાઉન્ટ્સને તાજેતરની અપડેટ્સે સલામતીની વધારાની સપાટી રજૂ કરી છે અન મેટા પ્લેટફોર્મ્સ પર ઓનલાઇન સેફ્ટી મજબૂત કરવાની દિશામાં વૃદ્ધિકીય પગલું આલેખિત કરે છે. ટીનની સ્વાયત્તતા અને ઓનલાઈન સુરક્ષા વચ્ચે સંતુલન જટિલ પડકાર છે અને આ પહેલ તે દિશામાં પગલું છે. અસરકારક અમલબજાવણી અને નજર રાખવાથી આવી અપડેટ્સ ઓનલાઈન ટીનની સુરક્ષામાં અર્થપૂર્ણ સુધારણા પ્રેરિત કરી શકે છે.’’
ટીન્સને યોગ્ય રક્ષણ પ્રાપ્ત થાય અને ઉંમરના નિયંત્રણોને બાયપાસ નહીં કરે તેની ખાતરી રાખવા માટે ઈન્સ્ટાગ્રામ દ્વારા એજ વેરિફિકેશન પગલાંનું મજબૂતીકરણ કરાયું છે. અમુક યુવા ઉપભોક્તાઓ તેમની ઉંમરને ખોટી રીતે આલેખિત કરી શકે તેમ હોવાથી વેરિફિકેશન પગલાં અમુક સ્થિતિઓમાં આવશ્યક છે, જેમ કે, એડલ્ટ બર્થડેટ સાથે અકાઉન્ટ નિરમાણ કરવા કોઈક પ્રયાસ કરે. આનાથી સર્વ ટીન યોગ્ય સેફ્ટી સેટિંગ્સમાં મુકાય તેની ખાતરી રાખવામાં મદદ થશે.
એજ વેરિફિકેશન ઉપરાંત ઈન્સ્ટાગ્રામ દ્વારા ટીન્સ ફક્ત ઉંમર યોગ્ય સામગ્રીને જ સન્મુખ થાય તેની ખાતરી રાખવા માટે કન્ટેન્ટ રક્ષણ પણ બહેતર બનાવ્યું છે. મેટા કમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતી કન્ટેન્ટ પર પગલાં લેવાનું ચાલુ રાખશે, જ્યારે સંવેદનશીલ કન્ટેન્ટ નિયંત્રણો ડિફોલ્ટથી કઠોરતમ સ્તરે સેટ કરાશે. આનો અર્થ ટીન્સને સંભવિત હાનિકારક કન્ટેન્ટ, જેમ કે, જાતીય સૂચિત સામગ્રી અથવા સ્વહાનિ આસપાસ ચર્ચાને સન્મુખતા મર્યાદિત બનશે. ઘણા બધા કિસ્સામાં જો આવી કન્ટેન્ટ તેઓ ફોલો કરે તેના દ્વારા શેર કરાય તો તે આપોઆપ છુપાઈ જશે.