Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આઈટીસી મંગલદીપે અમદાવાદ, ગુજરાત ખાતે વેપારી સંમેલન દ્વારા અગરબત્તી શ્રેણીમાં નવા સ્વરૂપને પ્રસ્તુત કર્યું

⇒ વેપારી સંમેલનમાં ગ્રાહકોની બદલાતી પસંદગીઓ અને ભક્તિ અને ભાવનાત્મક સેગમેન્ટ માટે મંગલદીપના વિઝન પર ભાર મૂકવામાં આવ્યો હતો

અમદાવાદ ૧૮ જૂન ૨૦૨૫: ભારતની અગ્રણી અગરબત્તી બ્રાન્ડ આઈટીસી મંગલદીપે તાજેતરમાં અમદાવાદમાં એક વિશિષ્ટ વેપારી સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી 100થી વધુ અગ્રણી ડિસ્ટ્રિબ્યુટરો અને હોલસેલરો હાજર રહ્યા હતા. આ ઇવેન્ટમાં મજબૂત ભાગીદારી બનાવવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતા અને ધાર્મિક ઉત્પાદનોની શ્રેણીના પર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ભારતની અગરબત્તી ઈન્ડસ્ટ્રી સતત વિકાસ નોંધાવી રહી છે, ત્યારે આ મીટ દ્વારા મંગલદીપે ગ્રાહકોની બદલાતી પસંદગીઓ, ખાસ કરીને ભક્તિ અને ભાવનાત્મક ના સમન્વયને સંબોધવા પર મંગલદીપના અવલોકન ને પ્રકાશિત કર્યું. આ વિઝનના ભાગરૂપે, વેપારી મિત્રો ને મંગલદીપ સેન્ટ રેન્જ નો અનુભવ કરાવવામાં આવ્યો હતો, આ એક એવી પ્રસ્તુતિ હતી કે જેને પ્રાઇસ પોઇન્ટ્સમાં તૈયાર કરવામાં આવી હતી, જે યુવાન, શહેરી ગ્રાહકોને આકર્ષિત કરતા નવીન સ્વરૂપને રજૂ કરે છે. મંગલદીપ સેન્ટ 3-ઇન-1 સહિતના નવા યુગના સંગ્રહને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો, જે બદલાતી જીવનશૈલીના પ્રવાહો સાથે વધતા સુમેળને પ્રતિબિંબિત કરે છે.

આ બ્રાન્ડની વિકસી રહેલી ભૂમિકા વિશે વાત કરતાં આઇટીસી ના મેચિસ અને અગરબત્તી ડિવિઝનના ડિવિઝનલ સીઇઓ, શ્રી ગૌરવ તયાલએ જણાવ્યું હતું કે, “આજનો ગ્રાહક પરંપરાને પાળે છે પરંતુ ઝડપથી બદલાતા વિશ્વમાં તેઓ સુસંગતતા પણ શોધી રહ્યા છે. મંગલદીપમાં, અમે આ બદલાવો પ્રત્યે ઊંડાણપૂર્વક ધ્યાન આપીએ છીએ અને ભાવનાત્મક જોડાણ પ્રદાન કરતી વખતે સમાન સુવિધા પૂરી પાડતા સ્વરૂપને અને અનુભવોમાં સતત નવીનતા લાવીએ છીએ. ગુજરાત માટે અમે હંમેશા પ્રતિબદ્ધ રહ્યાં છીએ અને આ મીટ અમારા વેપારી પાર્ટનરો સાથેનો સંબંધ વધુ મજબૂત કરવાનો એક સકારાત્મક પગલું છે.”

આ ઇવેન્ટમાં મંગલદીપે તેની લેટેસ્ટ કેટેગરી ઇનોવેશન ડ્રાય ધૂપ સ્ટિક્સ (ક્લાસિક એન્ડ સિગ્નેચર રેન્જ) લોન્ચ કરી હતી, જે ગુજરાતના બજારમાં આ સ્વરૂપને સાર્થક કરે છે. આ ઓફર સ્વચ્છ, અનુકૂળ સ્વરૂપ ની વધતી જતી માંગ સાથે સુસંગત છે, જે આધુનિક જીવનશૈલીને અનુરૂપ છે અને સાથે સાથે ધાર્મિક મૂલ્યોને જાળવી રાખે છે.

મેચિસ અને અગરબત્તી વિભાગના માર્કેટિંગ હેડ શ્રી અતુલ પૂજારએ ઉમેર્યું: “મંગલદીપ માટે નવીનતા અમારા ઉદ્દેશ સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. અમે ફક્ત પ્રોડક્ટ નથી બનાવી રહ્યા અમે એવા અનુભવો પ્રસ્તુત કરી રહ્યા છીએ જે આધુનિક ભારતની આધ્યાત્મિક અને ભાવનાત્મક આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. પ્રીમિયમ ઓફરિંગ્સ અથવા અગરબત્તીના અનોખા સ્વરૂપ દ્વારા, અમે સતત ઝંખના કરીએ છીએ કે સુગંધ ભક્તિ અને લાગણી ની રોજિંદી ક્ષણોને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકે છે.”

આ કાર્યક્રમ દ્વારા મંગલદીપના એક બ્રાન્ડ તરીકેના વિકાસને દર્શાવવાની તક પણ પૂરી પાડી, જે વિવિધ સ્વરૂપ માં નવીન સુગંધ લાવે છે અને પરંપરાગત તેમજ સમકાલીન અગરબત્તીના વિકલ્પ પ્રદાન કરે છે. વેપારી સમુદાય તરફથી મળેલા ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ અને જોડાણએ મંગલદીપના ઉત્પાદન માર્ગ મા અને પ્રદેશમાં ગ્રાહકોની અપેક્ષા થી આગળ રહેવાની તેની ક્ષમતામાં વધતા વિશ્વાસને પ્રકાશિત કર્યો.

Related posts

મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનો વિકાસ શરૂ થયો

amdavadpost_editor

એચસીજી રાજકોટ દ્વારા સર્વાઈવર મીટ સાથે કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી

amdavadpost_editor

આઇકોનિક કેટેગરીમાં અગ્રણી, બ્લેન્ડર્સ પ્રાઇડ દ્વારા ઝેનિથ બ્લેક એડિશનના લોન્ચિંગની જાહેરાત

amdavadpost_editor

Leave a Comment