Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોટક એક્ટિવમની દ્વારા રણવીર સિંહ સાથે #સેલરીકોજગાઓ કેમ્પેઈન રજૂ

એક્ટિવમની શ્રેષ્ઠતમ લિક્વિડિટી અને વળતરો પણ પ્રદાન કરે છે

મુંબઈ, 24મી જુલાઈ, 2024 –કોટક મહિંદ્રા બેન્ક લિમિટેડ (“કેએમબીએલ”/”કોટક”) દ્વારા આજે બોલીવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ સાથે તેની રાષ્ટ્રવ્યાપી મલ્ટીમિડિયા કેમ્પેઈન #સેલરીકોજગાઓ રજૂ કરી છે. આ કેમ્પેઈન કોટકની ફ્લેગશિપ ઓફર એક્ટિવ મની ફરતે વીંટળાયેલી છે અને તે ટીવી કમર્શિયલ્સ, ડિજિટલ મંચો, આઉટડોર ડિસ્પ્લે અને સોશિયલ મિડિયા ચેનલો પર જોવા મળશે. પ્રોફેશનલોની જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરાયેલી આ કેમ્પેઈન કોટકના એક્ટિવમની સમાધાનનો ઉપયોગ કરીને તેમના પગાર “એક્ટિવેટ”  કરવા તેમને પ્રોત્સાહન આપે છે.

આ કેમ્પેઈન કોટકની ફ્લેગશિપ ઓફર એક્ટિવમનીને પ્રમોટ કરે છે, જે પ્રોફેશનલોને તેમના પગાર મહત્તમ બનાવવા માટે સશક્ત બનાવે છે. એક્ટિવમની શ્રેષ્ઠતમ લિક્વિડિટી અને વળતરો પણ ઓફર કરે છે. તેમાં એક્ટિવમની અકાઉન્ટમાંથી ભંડોળ ઉપાડવાનો અથવા કોઈ પણ સમયે કોઈ પણ પેનલ્ટી વિના લેણદેણ માટે ભંડોળનો ઉપયોગ કરવાના વિકલ્પનો સમાવેશ થાય છે. ફાજલ ભંડોળ તેમના સેવિંગ્સ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ગ્રાહકો વાર્ષિક 7%* સુધી વ્યાજ કમાણી કરી શકે છે. ઉપરાંત પ્રણાલી આપોઆપ વધારાનાં ભંડોળને તેમના સેવિંગ્સ અકાઉન્ટમાંથી સીધા જ 180 દિવસ માટે એક્ટિવમની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) અકાઉન્ટમાં ફેરવે છે. કેમ્પેઈન પ્રોફેશનલો તેમની નાણાકીય બાબતોનું જે રીતે વ્યવસ્થાપન કરે છે તેમાં ક્રાંતિ લાવવાના લક્ષ્ય સાથે સ્થિર આવક ધરાવતા નાગરિકોને ધ્યાનમાં રાખીને લવાઈ છે.

ટીવીસી જોવા માટે Click here.

કોટક મહિંદ્રા બેન્કના રિટેઈલ લાયેબિલિટીઝ પ્રોડક્ટના હેડ અને ચીફ માર્કેટિંગ ઓફિસર રોહિત ભસીને જણાવ્યું હતું કે, “એક્ટિવમની ગ્રાહકોને લિક્વિડિટી અને વળતરોને ખાતરી આપવા સાથે ફાજલ ભંડોળનો ઉપયોગ કરવા મદદરૂપ થવા માટે તૈયાર કરાયેલી બહુમુખી પ્રોડક્ટ છે. આ કેમ્પેઈન થકી અમારું લક્ષ્ય ગ્રાહકોને ગતિશીલ અને ઝડપથી વૃદ્ધિ પામતો વર્ગ પગારદાર નોકરિયાતોમાં જાગૃતિ વધારવાનું છે. આ નાગરિકો તેમની સંપત્તિ વધારવા માટે પ્રેરિત, આકાંક્ષાત્મક અને સતત નવી નવી રીત જોતા હોય છે. એક્ટિવમની આ વર્ગમાં ગ્રાહકો માટે ઈચ્છિત મૂલ્ય ઉમેરો કરીને લિક્વિડિટી સાથે બાંધછોડ કર્યા વિના ફિક્સ્ડ ડિપોઝિટ જેવું વ્યાજ કમાણી કરવાની સુવિધા આપે છે.”

એડ સિરીઝ બે જાહેરાતોમાં એક્ટિવમનીના લાભોને સહજ રીતે પ્રદર્શિત કરે છે. મુખ્ય પાત્ર ચતુર્વેદીજી ખાતાધારક તેમનાં ફાજલ નાણાં સક્રિય કઈ રીતે કરી શકે અને વાર્ષિક 7%* સુધી વ્યાજ કઈ રીતે કમાણી કરી શકે તે આલેખિત કરે છે. ઓફિસની પાર્શ્વભૂમાં આ જાહેરાત રમતિયાળ રીતે જીવનનાં વધુ હાંસલ કરવાની આકાંક્ષા ધરાવતા પરંતુ તેમના નાણાકીય વ્યવહારો પર કાબૂ રાખવા માટે વધારાના ટેકાની જરૂર ધરાવતા મહત્ત્વાકાંક્ષી પ્રોફેશનલો માટે ફાજલ ભંડોળ મહત્તમ બનાવવાના મહત્ત્વ પર ભાર આપે છે. 

Related posts

કોકા-કોલા ઇન્ડિયાની નેશનલ વિમેન્સ હોકી લીગ માટે હોકી ઇન્ડિયા સાથે સૌ પ્રથમ વખત ભાગીદારી

amdavadpost_editor

કોટક – GOQii સ્માર્ટ વાઈટલ પ્લસ સ્માર્ટવોચ લોન્ચ કરાયા

amdavadpost_editor

સેમસંગ ઈન્ડિયાનો AI-પાવર્ડ ‘બિગ ટીવી ફેસ્ટિવલ’ આ ફેસ્ટિવ સીઝનમાં અગાઉ કરતાં પણ વધુ ભવ્ય બન્યોઃ તેની પ્રીમિયમ AI ટીવી રેન્જ પર ગ્રેટ ડીલ્સ મેળવો અને આકર્ષક ઓફર્સ માણો

amdavadpost_editor

Leave a Comment