Amdavad Post
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોટક મહિંદ્રા બેન્ક દ્વારા સેહત કા સફરની 3જી આવૃત્તિ રજૂ કરાઈઃ કમર્શિયલ વેહિકલ ડ્રાઈવરો માટે રાષ્ટ્રવ્યાપી આરોગ્ય તપાસ શિબિરો

ડ્રાઈવરોનું સ્વાસ્થ્ય અને સુખાકારી બહેતર બનાવવા માટે ભારતભરમાં 45 આરોગ્ય શિબિરો

મુંબઈ 07 જાન્યુઆરી 2025: કોટક મહિંદ્રા બેન્ક(“KMBL” / “Kotak”) દ્વારા ભારતની કમર્શિયલ વેહિકલના ડ્રાઈવરોના આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત તેની પ્રભાવશાળી સીએસઆર પહેલ ‘‘સેહત કા સફર’’ની ત્રીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી હોવાની ગૌરવભેર ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે પહેલ અગાઉની આવૃત્તિના 30 સ્થળથી 45 વ્યૂહાત્મક સ્થળો સુધી વિસ્તારવામાં આવશે, જેથી આ નિઃશુલ્ક આરોગ્ય તબાસ શિબિરો સાથે આશરે 4000 ટ્રક ડ્રાઈવરોને સંભવિત રીતે લાભ થવાની અપેક્ષા છે.

આ પહેલ થકી કોટક આરોગ્ય શિબિરોને નીચે મુજબ સ્પોન્સર કરશેઃ

  • જનરલ ઓપીડી સેવાઓઃ સામાન્ય આરોગ્યની મૂંઝવણને ઓળખવા અને પહોંચી વળવા માટે મૂળભૂત હેલ્થ કન્સલ્ટેશન્સ.
  • આઈ ઓપીડી સ્ક્રીનિંગ: સમસ્યાના વહેલા નિદાન માટે દ્રષ્ટિ તપાસ અને નેત્ર સ્વાસ્થ્ય આકલન.
  • દંત તપાસઃ ઓરલ કેન્સરનાં વહેલાં ચિહનો માટે સ્ક્રીનિંગ સહિત મોઢાના સ્વાસ્થ્યની તપાસ.
  • દવાની જોગવાઈ: તુરંત સ્વાસ્થ્યની જરૂરતોને પહોંચી વળવા માટે નિઃશુલ્ક મહત્ત્વપૂર્ણ દવાઓ.
  • ઉપચાર માટે રેફરલ્સઃ સ્થાનિક હેલ્થકેર એકમો સાથે સહયોગમાં વધુ ઉપચાર માટે માર્ગદર્શન અને રેફરલ્સ.
  • પ્રતિબંધાત્મક આરોગ્ય કાઉન્સેલિંગઃ રોજિંદી સ્વાસ્થ્યના વ્યવહારો જાળવવા અને પ્રતિબંધાત્મક પગલાં પર સલાહ.
  • સરકારી કલ્યાણ યોજનાઓ પર માર્ગદર્શન: ડ્રાઈવરો અને તેમના પરિવારો માટે લાભદાયી સુસંગત સરકારી કાર્યક્રમો પર માહિતી.

આ શિબિરો  મુખ્ય શહેરોમાં ઉચ્ચ ઘનતાના પરિવહન કેન્દ્રોમાં યોજાઈ હતી, જેમાં દુલિયાજાન, દુર્ગાપુર, પટણા, દિલ્હી, કોઈમ્બતુર, ભોપાલ વગેરેનો સમાવેશ થાય છે, જે કોટકની રાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ડ્રાઈવરોના જીવનને બહેતર બનાવવાની કોટકની કટિબદ્ધતા દર્શાવે છે.

આરોગ્ય તપાસ શિબિરો ઉપરાંત શિબિરો ખાતે કાઉન્સેલરોએ ડ્રાઈવરોને તેમના રોજિંદા આરોગ્યના વ્યવહારો વિશે માહિતગાર કર્યા હતા અને તેમની જરૂરતો માટે તૈયાર કરાયેલી વિવિધ સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ લેવા માટે માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. દરેક શિબિરમાં ડોક્ટર્સ ફોર યુના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફનો સમાવેશ થતો હતો. 

કોટક મહિંદ્રા બેન્કના લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રેસિડેન્ટ અમિત મોહને જણાવ્યું હતું કે, ‘‘કમર્શિયલ વેહિકલના ડ્રાઈવરો આપણી અર્થવ્યવસ્થાને ગતિશીલ રાખવા માટે કલાકો સુધી જહેમત ઉઠાવે છે. ઘણી વાર તેઓ પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન રાખી શકતા નથી. આથી સેહત કા સફર થકી અમે તેમને હકદાર છે તે સંભાળ અને ટેકો આપી રહ્યા છીએ. અમે આ પહેલને આ વર્ષે 45 સ્થળ સુધી વિસ્તારી છે ત્યારે અમને આશા છે કે વધુ ડ્રાઈવરોને તેનાથી લાભ થશે અને તેઓ આરોગ્યવર્ધક, સુરક્ષિત જીવન જીવવા માટે સશક્ત બનશે.’’

2023માં રજૂ કરાયેલી સેહત કા સફરે છેલ્લાં બે વર્ષમાં 60 તબીબી શિબિરોનું આયોજન કરાયું હતું, જેનાથી 6000થી વધુ ડ્રાઈવરો પર હકારાત્મક પ્રભાવ પડ્યો છે.

Related posts

પૂર્વા મંત્રીએ અંકલેશ્વર નવરાત્રીમાં ધૂમ મચાવી : સંગીત અને સંસ્કૃતિની ઉત્સાહભેર ઉજવણી

amdavadpost_editor

જ્યોતિ મયાલ : ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ઇન્ડસ્ટ્રીમાં એક લીડિંગ ફોર્સ, ગુજરાતમાં ટીએએઆઇ નવી ઊંચાઈઓ હાસિલ કરી

amdavadpost_editor

ટોયોટા કિર્લોસ્કર મોટર એ ટી કેયરની શરૂઆત કરી : ગ્રાહકોની માલિકીનો અનુભવ શ્રેષ્ઠ બનાવવા માટે એક નવી પહેલ

amdavadpost_editor

Leave a Comment