બેંગ્લોર, 10 જૂન, 2024 – ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની લેનેવો એ પોતાના ગેમિંગ ગ્રાહકો માટે એન્ડ-ટુ-એન્ડ કસ્ટમાઇઝેશન વિકલ્પો ઓફર કરીને ડેસ્કટૉપ કમ્પ્યુટર્સમાં એક નવું માનક સ્થાપિત કર્યું છે. આ બ્રાન્ડ ગેમિંગ ડેસ્કટોપ પર કસ્ટમાઇઝેશનનું વ્યાપક સ્તર પ્રદાન કરી રહી છે, જેનાથી વપરાશકર્તાઓને તેમની અનોખી જરૂરિયાતો અને પસંદગીઓને અનુરૂપ પોતાના કમ્પ્યુટિંગ અનુભવને અનુકૂલિત કરવાનો અધિકાર મળી રહ્યો છે.
ગ્રાહકો હવે તેમના ગેમિંગ ડેસ્કટોપને લીજન અને LOQ ગેમિંગ ડેસ્કટોપ પર એન્ડ-ટુ-એન્ડ અપગ્રેડ કરી શકે છે. તેઓ વિવિધ પ્રકારના કસ્ટમાઇઝેશન વિકલ્પોનો લાભ મેળવી શકશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોસેસરને નવીનતમ Intel i7 14મી પેઢી સુધી અપગ્રેડ કરાયું
- શ્રેષ્ઠ મલ્ટીટાસ્કીંગ ક્ષમતાઓ માટે મેમરીને 32GB સુધી અપગ્રેડ કરાઈ
- શ્રેષ્ઠ ગેમિંગ અને ગ્રાફિક ડિઝાઇન અનુભવ માટે ગ્રાફિક કાર્ડને શક્તિશાળી Nvidia RTX 4060Ti સુધી અપગ્રેડ અપગ્રેડ કરાયું
- અન્ય અપગ્રેડ કરી શકાય તેવા ઘટકો જેમ કે સ્ટોરેજ વિકલ્પ (SSD + HDD), વાઇફાઇ કનેક્ટિવિટી અને સિસ્ટમમાં શ્રેષ્ઠ ઠંડક અને એરફ્લો માટે આગળ અને પાછળના પંખાની પસંદગી
લેનોવો એ ‘તમારા દ્વારા, તમારા માટે કોન્ફિગર’, કસ્ટમાઇઝ કરવા યોગ્ય વિકલ્પ ગ્રાહકોને તેમની જરૂરિયાતોને અનુરૂપ ડેસ્કટૉપ સિસ્ટમ બનાવવાની મંજૂરી આપે છે જે તેમની જરૂરિયાત અનુસાર હોય. પછી ભલે તે કામ ગેમિંગ કે રચનાત્મક પ્રોજેક્ટ માટે હોય અને પોતાનું ગેમિંગ પીસી બનાવવામાં બસ થોડીક જ મિનિટ લાગે છે.
તાજેતરના સ્ટેટિસ્ટાના રિપોર્ટ અનુસાર ભારતના ડેસ્કટોપ પીસી માર્કેટમાં માંગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, કારણ કે મોટાભાગના વ્યવસાયો અને વ્યક્તિઓ વિશ્વસનીય અને સસ્તા કમ્પ્યુટિંગ સોલ્યુશન્સની માંગણી કરી રહ્યા છે. વધુમાં કસ્ટમાઇઝ પીસીની માંગ પણ વધી રહી છે. બિલ્ટ-ઓન-ઓર્ડર ડેસ્કટોપ ગ્રાહકોને તેમના કોમ્પ્યુટરમાં જોઈતા ચોક્કસ ઘટકો અને વિશિષ્ટતાઓને પસંદ કરવાની સુવિધા આપે છે, જેના પરિણામે તેમની ચોક્કસ જરૂરિયાતો અને પસંદગીઓને પૂર્ણ કરતી કસ્ટમાઈઝ્ડ અને અનુરૂપ સિસ્ટમ તૈયાર થાય છે.
આ અંગે ટિપ્પણી કરતાં લેનેવો ઇન્ડિયાના ડાયરેકટર અને કેટેગરી હેડ આશિષ સિક્કા એ જણાવ્યું હતું કે, “જેમ જેમ વર્તમાન સમયમાં ગ્રાહકોની જરૂરિયાતો વૈવિધ્યસભર બની રહી છે, આથી અમે સમજીએ છીએ કે જ્યારે તેમના કમ્પ્યુટિંગ અનુભવની વાત આવે છે તો દરેક વપરાશકર્તાની જરૂરિયાત અને પ્રાથમિકતાઓ અલગ–અલગ ગોય છે.
અમારા વ્યાપક કસ્ટમાઇઝેશન વિકલ્પોની સાથે વપરાશકર્તાઓ એક ઉચ્ચ–પ્રદર્શન સિસ્ટમ સુધી પહોંચી શકે છે જે તેમની જરૂરિયાતોને અનુરૂપ છે અને તેમના ડેસ્કટોપમાં ડેસ્કટોપમાં ઉપયોગમાં લેવાતા ઘટકોની ગુણવત્તા અને પ્રકાર પર નિયંત્રણ રાખી શકે છે.”
આ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે લેનેવો મર્યાદિત સમયની ઓફર પણ આપી રહ્યું છે જ્યાં ગ્રાહકો તેમના લેનેવો ડેસ્કટોપને કસ્ટમાઇઝ કરતી વખતે ગ્રાફિક કાર્ડ અપગ્રેડ પર 30% ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
લેનેવોના કસ્ટમ-મેઇડ ડેસ્કટોપ્સ હવે તેમની વેબસાઇટ પર અને પસંદગીના રિટેલર્સ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ છે. ગ્રાહકો ઓર્ડરની તારીખથી 4 અઠવાડિયાના સમયગાળામાં તેમના કસ્ટમાઇઝ્ડ ડેસ્કટોપની ડિલિવરી મેળવી શકે છે. લેનેવોના કસ્ટમ ડેસ્કટોપ વિકલ્પો પર વધુ માહિતી માટે, મુલાકાત કરો –