Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં 90 ટકા પ્રોફેશ્નલ કામના સ્થળે આગળ રહેવા વધુ માર્ગદર્શન ઇચ્છે છે

  • મુખ્ય ફોકસ એરિયામાં કાર્યસ્થળમાં એઆઇને એકીકૃત કરવું અને ફ્લેક્સિબલ વર્કિંગને અપનાવવાનો સમાવેશ થાય છે
  • પ્રોફેશ્નલ નોલેજ મેળવવા માટે વીડિયો સૌથી લોકપ્રિય માધ્યમ છે
  • પ્રોફેશ્નલ્સ પરિવર્તનને અપનાવવા અને આગળ રહેવા ટૂલ્સ અને માહિતી માટે લિંક્ડઇન તરફ વળ્યાં છે 

અમદાવાદ 03 ઓક્ટોબર 2024: વિશ્વના સૌથી મોટા પ્રોફેશ્નલ નેટવર્ક લિંક્ડઇન દ્વારા કરાયેલા નવા અભ્યાસ મૂજબ હવે અમદાવાદમાં પ્રોફેશ્નલ્સ અનુભવી રહ્યાં છે કે કામ કેટલાં ઝડપથી કામ બલાઇ રહ્યું છે અને 90 ટકા પહેલાની તુલનામાં વધુ માર્ગદર્શન અને સપોર્ટ ઇચ્છી રહ્યાં છે.

ભારતમાં જેમ-જેમ નોકરીઓ વિકસિત થઇ રહી છે, તેમ-તેમ કામદારો માટે સૌથી મોટી તક દૈનિક કાર્યોમાં એઆઇને એકી કૃત કરવાનો છે (40 ટકા). અમદાવાદમાં 50 ટકા પ્રોફેશ્નલને વિશ્વાસ છે કે તેમની કારકિર્દીમાં આગળ વધવું એ હવે એઆઇ સાથે તેમની અનુકૂળતા ઉપર આધારિત છે. તેના પ્રતિસાદરૂપે, છેલ્લાં એક વર્ષમાં નોન-ટેક્નિકલ પ્રોફેશ્નલ્સ વચ્ચે એઆઇ એપ્ટિટ્યૂટડ કેન્દ્રિત લિંક્ડઇન લર્નિંગ કોર્સિસના ઉપયોગમાં 117 ટકાનો વધારો થયો છે.

લિંક્ડઇનના ડેટા મૂજબ છેલ્લાં બે વર્ષમાં ફ્લેક્સિબલ વર્ક*નો ઉલ્લેખ કરતી પોસ્ટમાં 123 ટકાની વૃદ્ધિ થઇ છે, જે સૂચવે છે કે કેવી રીતે તે કર્મચારીઓની ટોચની પ્રાથમિકતા છે કારણકે કંપનીઓ તેમની રિટર્ન-ટુ-ઓફિસ (આરટીઓ) વ્યૂહરચનાઓને વિકસિત કરી રહી છે.

પ્રોફેશ્નલ સમજે છે કે માત્ર અનુભવ પર્યાપ્ત નથી

શહેરના 60 ટકા પ્રોફેશ્નલ સતત અભ્યાસની જરૂરિયાતનો સ્વિકાર કરે છે, જ્યારે કે 33 ટકાનું માનવું છે કે કારકિર્દીમાં વૃદ્ધિ માટે અપસ્કિલિંગ આવશ્યક છે. અભ્યાસ મૂજબ 50 ટકા કાર્યસ્થળ બદલવા માટે સ્કિલ વિશે આવશ્યક માર્ગદર્શન ઇચ્છે છે. ઘણાં ટેક એડવાન્સમેન્ટ (37 ટકા), સેક્ટર-સ્પેસિફિક માર્કેટ એનાલિસિસ (29 ટકા), લીડર એન્ડ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ (27 ટકા) વિશે શીખી રહ્યાં છે, જેથી ભાવિ તકો માટે માહિતગાર અને સજ્જતા કેળવી શકાય.

નોલેજ મેળવવા પ્રોફેશ્નલ વચ્ચે વિડિયો સૌથી લોકપ્રિય ફોર્મેટ

અમદાવાદમાં 48 ટકા પ્રોફેશ્નલને શોર્ટ-ફોર્મ વિડિયો સાથે જોડાવામાં સરળતા અનુભવાય છે, જ્યારેકે 29 ટકા ચોક્કસ સ્કિલ માટે લોંગ-ફોર્મ વિડિયો કોર્સિસને પસંદ કરે છે, જે તેમને વધુ ઉપયોગી હોવાનું લાગે છે. પ્રોફેશ્નલ્સ વિશેષરૂપે એનેકડોટ્સ એન્ડ લર્નિંગ (40 ટકા) અને અનસ્ક્રિપ્ટેડ પોડકાસ્ટ વાર્તાલાપ (46 ટકા)ને વધુ મહત્વ આપે છે, જે તેમને માહિતીસભર પ્રોફેશ્નલ નિર્ણય લેવામાં અને કારકિર્દીની સંભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.

અગ્રેસર રહેવા સોલ્યુશન્સની શોધ

પ્રોફેશ્નલ્સ ઝડપથી બદલાતા વર્કપ્લેસને અનુરૂપ બનવામાં મદદરૂપ નોલેજ અને સ્કિલ માટે લિંક્ડઇન તરફ વળી રહ્યાં છે. નિષ્ણાંતોના માર્ગદર્શન, એઆઇ-પાવર્ડ કોચિંગ અને રિયલ-ટાઇમ ન્યુઝ સાથે લિંક્ડઇન આગળ રહેવા માટે જરૂરી ટુલ્સ પ્રદાન કરે છે.

લિંક્ડઇન ઇન્ડિયાના કરિયર એક્સપર્ટ અને એડિટોરિયલ હેડ નિરજિતા બેનર્જીએ જણાવ્યું હતું કે, “એઆઇ અને હાઇબ્રિડ વર્ક મોડલ આપણા કામ કરવાની પદ્ધતિને બદલી રહ્યાં છે. આથી નવા ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ વિશે જાણકારી રાખવી હવે પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. આજે, અમદાવાદમાં 10માંથી 8 (77 ટકા) કર્મચારીઓ માર્ગદર્શન માટે ઇન્ડસ્ટ્રી લીડર્સ અને પિઅર્સનો સંપર્ક કરી રહ્યાં છે કારણકે તેઓ પ્રોફેશ્નલ નોલેજ પ્રાપ્ત કરવાની મહત્વતાને સમજે છે. આ માનસિકતાને જોતાં જિજ્ઞાસુ બનવા તથા સતત નવી સ્કિલ વિકસિત કરવાથી તમે સફળતા માટે સજ્જ રહો છો તથા બદલાવ પહેલાં અગ્રેસર રહેવામાં તમને મદદરૂપ રહે છે.”

 

પરિવર્તન અપનાવવા અને આગળ રહેવા લિંક્ડઇન કારકિર્દી નિષ્ણાંતની ટીપ્સઃ

  1. પરિવર્તનની જાણકારી રાખોઃ એઆઇ અને હાઇબ્રિડ કાર્ય જેવા વિષયો સતત બદલાઇ રહ્યાં છે. લિંક્ડઇન ટોપ વોઇટ જેવાં વિશ્વસનીય નિષ્ણાંતો પાસેથી નવા સમાચાર અને જાણકારી મેળવો. આ ફેરફારો તમારા દૈનિક કાર્યને કેવી રીતે પ્રભાવિત કરે છે અને ભવિષ્યમાં તેની સ્થિતિ કેવી રહેશે તેની સચોટ જાણકારી રાખો.
  2. વિકાસની માનસિકતા રાખોઃ પરિવર્તન મૂશ્કેલ છે અને નર્વસ હોવાનો અનુભવ થાય તેમાં કંઇ ખોટું નથી. જોકે, આ પ્રક્રિયા ખુલ્લા મનથી અપનાવવાનો પ્રયાસ કરો. શીખવાની ઇચ્છાની સાથે તમે આ ક્ષેત્રોનું નોલેજ મેળવી શકો છે, જે બદલાવને સરળ બનાવી દેશે. એઆઇનું ઉદાહરણ લઇએ. ઝડપી લખાણ અથવા મીટીંગની નોટ્સ લેવામાં એઆઇનો ઉપયોગ ભવિષ્યમાં આ ટુલનો ઉપયોગ સરળ કરી દેશે. લિંક્ડઇને 25 નવેમ્બર 2024 સુધી બિલ્ડિંગ એન એડપ્ટિબિલિટી માઇન્ડસેટ ઇન ધ એજ ઓફ એઆઇ જેવાં લર્નિંગ કોર્સની સિરિઝ વિનામૂલ્ય રજૂ કરી છે તથા વર્ષ 2025ના અંત સુધાં જેન એઆઇ ઉપર બે પ્રોફેશ્નલ સર્ટિફિકેટ ઓફર કરી રહ્યું છે.
  3. શીખવાનીનાનીરીતોનેઅપનાવો: નવાસ્કિલઅનેનોલેજમેળવવાનીસરળરીતોશોધોજેથીસતતશીખવુંવધુવ્યવસ્થિતલાગે. પ્રોફેશનલ્સમાહિતીશોધતીવખતેશોર્ટ-ફોર્મવિડિયોસૌથીવધુમદદરૂપઅનેઆકર્ષકલાગેછેઅનેઆલિંક્ડઇનઉપરઝડપથીવધીરહ્યુંછે,જ્યાંવિડિયોઅપલોડ્સવર્ષ-દર-વર્ષે 34 ટકાવધીરહ્યાછે.

 

Related posts

પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનની માર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનો આરંભ થયો

amdavadpost_editor

ઈન્ડિયનઓયલ યુટીટી 2024: અયહિકાએ શાનદાર ફોર્મ જાળવ્યું, પુનેરી પલ્ટન ટેબલ ટેનિસે અમદાવાદ એસજી પાઈપર્સને 10-5થી હરાવ્યું

amdavadpost_editor

એક્સપર્ટ દ્વારા ઇન્સાઇટ સેશનમાં વર્ક અને પેરેન્ટિંગની વચ્ચે સંતુલન જાળવવા માટેની ટીપ્સ શેર કરાઈ

amdavadpost_editor

Leave a Comment