ભારત ૧૨ માર્ચ ૨૦૨૫: સતત 16 વર્ષથી નંબર 1 ગ્લોબલ મેજર એપ્લાયન્સિસ બ્રાન્ડ, હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાએ તેના એસી ઉત્પાદનને ગ્રાઉન્ડ બ્રેકિંગ ક્ષમતાઓ સાથે વિસ્તૃત કર્યું છે અને તેના ગ્રેટર નોઇડા પ્લાન્ટમાં નવી ઇન્જેક્શન મોલ્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતમાં અગ્રણી હોમ એપ્લાયન્સિસ ઉત્પાદકોમાંની એક, આ વિકાસ “મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા” પહેલને મજબૂત કરવાની દિશામાં વધુ એક પગલું છે.
આ ભૂમિપૂજન સમારંભનું નેતૃત્વ ઉત્તરપ્રદેશનાં માનનીય મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર સિંહ અને હાયર એપ્લાયન્સીસ ઇન્ડિયાનાં પ્રમુખ શ્રી એન.એસ.સતીશે આઇટી એન્ડ ઇલેક્ટ્રોનિક્સનાં મુખ્ય સચિવ શ્રી અનુરાગ યાદવ તથા ગ્રેટર નોઇડા ઓથોરિટીનાં સીઇઓ શ્રી રવિ કુમાર એનજીની ઉપસ્થિતિમાં કર્યું હતું. આ સિમાચિહ્ન ‘મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા’, સ્થાનિક ઉત્પાદનને મજબૂત કરવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને દેશની આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે હાયરની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.
હાયર એ આ નવી સુવિધાઓ માટે નોંધપાત્ર રોકાણોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. 2024-2028 ની વચ્ચે, હાયર ₹1,000 કરોડથી વધુનું વધારાનું રોકાણ કરશે, જે વધારાના 3,500 લોકો માટે રોજગારીનું સર્જન કરશે, અને ઉત્તર પ્રદેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપશે. આ રોકાણો ભારતમાં તેના મેન્યુફેક્ચરિંગ ફૂટપ્રિન્ટને વિસ્તૃત કરવાની હાયરની વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે.
આગામી એસી ફેક્ટરી 2.5 મિલિયન યુનિટ્સની પ્રભાવશાળી વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવશે, જે હાલના 1.5 મિલિયન યુનિટ્સને કુલ 4 મિલિયન યુનિટ્સ સુધી વિસ્તૃત કરશે. દરમિયાન, ઇન્જેક્શન મોલ્ડિંગ સુવિધા મુખ્ય ઘટકોના ઉત્પાદનને મજબૂત બનાવશે, જે હાયરની પ્રોડક્ટ કેટેગરીમાં ઉત્પાદન કાર્યક્ષમતામાં વધારો કરશે.
તમામ એપ્લાયન્સિસમાંથી 90 ટકા એપ્લાયન્સિસનું ઉત્પાદન હાયર ઇન્ડિયા દ્વારા સ્થાનિક સ્તરે કરવામાં આવે છે, ત્યારે નવી સુવિધાઓ આયાત પરની નિર્ભરતામાં વધુ ઘટાડો કરશે અને સાથે સાથે ભારત અને પડોશી બજારોમાં હાયરના ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા ઝડપી ઉત્પાદન ચક્રને સુનિશ્ચિત કરશે.
આ પ્રસંગે ઉત્તરપ્રદેશ સરકારનાં મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર સિંહે જણાવ્યું હતું કે, “ગ્રેટર નોઇડામાં તેની ઉત્પાદન કામગીરીને વિસ્તૃત કરવાનાં મહત્વપૂર્ણ સિમાચિહ્ન પર અમે હાયર ઇન્ડિયાને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીના દૂરંદેશી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, ઉત્તર પ્રદેશ ઉત્પાદન કેન્દ્ર બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે અને હાયરની પ્રતિબદ્ધતા રાજ્ય અને અગ્રણી વૈશ્વિક ઉત્પાદકો વચ્ચે વધતા સહયોગને રેખાંકિત કરે છે. અમને વિશ્વાસ છે કે આ સુવિધા રાજ્યના આર્થિક વિકાસને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને વૈશ્વિક ઉત્પાદન ક્ષેત્રમાં ભારતને એક મુખ્ય પ્લેયર તરીકે વધુ સ્થાપિત કરશે. અમે હાયર ઈન્ડિયાને તેના પ્રયાસોમાં સતત સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.”
આ પ્રસંગે હાયર એપ્લાયન્સિસ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી એન.એસ.સતીષે જણાવ્યું હતું કે, “ઈન્જેક્શન મોલ્ડિંગ ફેક્ટરીનું ઉદઘાટન અને એસી મેન્યુફેક્ચરિંગ યુનિટનો ભૂમિપૂજન સમારોહ ભારતના આર્થિક વિકાસમાં સાચા અર્થમાં ભાગીદાર બનવાની અમારી સફરમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. ગ્રેટર નોઈડા પ્લાન્ટનું આ વિસ્તરણ દેશની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે અને ભારત સરકારના મજબૂત સમર્થન દ્વારા તે શક્ય બન્યું છે. આગામી એસી મેન્યુફેક્ચરિંગ યુનિટ વધતી જતી સ્થાનિક માગને પહોંચી વળવા અમારી ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને સાથે સાથે રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન પણ કરશે.”
ઉત્તર પ્રદેશમાં હાયરની ઉત્પાદન યાત્રા 2019 માં હાયર ઇન્ડિયા અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર સાથે શરૂ થઈ હતી. ત્યારથી, હાયરએ 2019-2023 દરમિયાન ઉત્તર પ્રદેશમાં ₹1,400 કરોડથી વધુનું રોકાણ કર્યું છે, જેનાથી રાજ્યમાં લગભગ 3,500 લોકોને સીધી રોજગારી મળી છે.
2007થી, હાયર ઇન્ડિયા સ્થાનિક સ્તરે એપ્લાયન્સિસ નું ઉત્પાદન કરે છે, નવીનતા, સ્થાનિક ઉત્પાદન અને ટકાઉપણા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને તેની કામગીરીને સતત વિસ્તૃત કરી રહ્યું છે. હાયરએ 2007માં રંજનગાંવ, પુણે, મહારાષ્ટ્ર ખાતે ભારતમાં તેની સૌપ્રથમ ઉત્પાદન સુવિધાની સ્થાપના કરી હતી, જે ભારતીય બજાર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.
‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સાથે સંકલિત, હાયર ઇન્ડિયા રાષ્ટ્રીય ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે – આ પ્રયાસને છ રાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કારો દ્વારા માન્યતા આપવામાં આવી છે. તેના નવીનતમ વિસ્તરણ સાથે, હાયર આર્થિક વૃદ્ધિને આગળ ધપાવવા, રોજગારીની તકોનું સર્જન કરવા અને શ્રેષ્ઠ-ઇન-સેગમેન્ટ, ગ્રાહક-કેન્દ્રિત ઉત્પાદનો પહોંચાડવાનું ચાલુ રાખે છે, જે ભારતના હોમ એપ્લાયન્સિસ ક્ષેત્રમાં તેના નેતૃત્વને પુનઃપુષ્ટિ આપે છે.