ચેન્નાઈ 13 સપ્ટેમ્બર 2024: રેસિંગ પ્રમોશન્સ પ્રાઈવેટ લિમિટેડ (RPPL) દ્વારા આયોજીત ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ 2024 મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર આ વિકેન્ડ પર ત્રીજા રાઉન્ડ માટે પરત ફરવા તૈયાર છે, જ્યાં આ પહેલા પણ રોમાંચક રેસિંગની મજા લોકો માણી ચૂક્યા છે.
વિકેન્ડમાં ચર્ચામાં રહેનારી ઈન્ડિયન રેસિંગ લીગ ફ્રેન્ચાઈઝ બેઝ્ડ લીગ છે, જેમાં 6 ટીમોમાં શીરાચી રાર્હ બેંગાલ ટાઈગર્સ સતત સારું પ્રદર્શન કરવામાં સફળ રહી છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં 1 જીત અને 3 પોડિયમ ફિનિશ સાથે ટોચના સ્થાને છે.
2 દિવસીય ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં ટ્રિપલ હેડરનો પણ સમાવેશ થાય છે. જેમાં FIA સર્ટિફાઈડ ફોર્મ્યૂલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ અને JK ટાયર-FMSCI નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપ (ફોર્મ્યૂલા LGB 4) સામેલ છે.
મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર પ્રથમ રાઉન્ડ યોજાયો હોવાને કારણે ડ્રાઈવર્સ આ ટ્રેકથી પરિચિત હશે અને તેના કારણે તેમની પાસેથી પરિસ્થિતિને જોતા વધુ રોમાંચની આશાઓ રહેશે.
2 રાઉન્ડમાં યોજાયેલ IRL રેસ, જેમાં ચેન્નાઈમાં ઐતિહાસિક નાઈટ રેસનો પણ સમાવેશ થાય છે, તેમાં જુદી-જુદી ટીમો વિજેતા બની હોવાનું જોવા મળ્યું છે. આ વિજેતાઓમાં ચેન્નાઈ ટર્બો રાઈડર્સ, શીરાચી રાર્હ બેંગાલ ટાઈગર્સ, ગોવા એસિસ જેએ રેસિંગ અને સ્પીડ ડિમોન્સ દિલ્હી સામેલ છે.
આ પરિણામો 4 ડ્રાઈવર્સવાળી તમામ ટીમો વચ્ચેની તીવ્ર સ્પર્ધાઓ દર્શાવે છે, જેમાં એક મહિલા રેસર પણ સામેલ છે જેની પાસે વર્લ્ડ થંડર GB08s છે અને તેની ટોપ સ્પીડ 240 કિ.મી./કલાકની છે.
IRLમાં ઘણાં ટોચના ભારતીય રેસર્સ પણ જોવા મળી રહ્યાં છે, જેમણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. તેમાં અખીલ રબિન્દ્ર અને રુહાન આલવા સાથે જેડન રેહમાન પેરિયાટ, સાઈ સંજય અને સંદીપ કુમાર સામેલ છે, જેઓ નેશનલ ટાઈટલ જીતી ચૂક્યા છે.
આ ઉપરાંત IRLમાં ઓસ્ટ્રેલિયા, સ્પેન, ચેક રિપબ્લિક, ડેન્માર્ક, પોર્ટુગલ, દ.આફ્રિકા અને જર્મની સામેલ છે. તેમાં આંતરરાષ્ટ્રીય ફ્લેવર એડ કરવાની સાથે જ સ્પર્ધામાં પ્રતિસ્પર્ધા વધારવાનો હેતુ સામેલ છે, જે અગાઉના 2 તબક્કામાં જોવા મળ્યું હતું.
પાંચમા રાઉન્ડમાં યોજાનાર ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના સ્પોન્સર્સમાં કિંગફિશર સોડા, જેકે ટાયર્સ, મોબિલ 1 અને મેઘા એન્જિનિયરિંગ- ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ સામેલ છે. આ તમામ રેસ સ્ટાર સ્પોર્ટ્સ અને ફેનકોડ પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે દર્શકો સ્થળ પર રેસ જોવા માટે પેટીએમ ઈન્સાઈડરથી ટિકિટ ખરીદી શકે છે.
ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ
પ્રથમ 2 રાઉન્ડમાં દબદબો ભોગવનાર ઓસ્ટ્રેલિયન યુવા હ્યુ બાર્ટર ફોર્મ્યૂલા-4ની ઈન્ડિયન કેટેગરીના ત્રીજા રાઉન્ડમાં જોવા નહીં મળે. જેના કારણે બેંગ્લુરુના ટીનેજર રુહાન આલવા (શીરાચી રાર્હ બેંગાલ ટાઈગર્સ) અને દ.આફ્રિકાના અકીલ અલીભાઈ (હૈદરાબાદ બ્લેક બર્ડ્સ) ને ટોચના દાવેદાર બનવાની તક મળે છે.
JK ટાયર-FMSCI ઈન્ડિયન નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપ
29મી JK ટાયર-FMSCI ઈન્ડિયન નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપ ચેન્નાઈના ફોર્મ્યૂલા રેસિંગ ટ્રેક પર યોજાઈ હતી. જે પ્રથમ ડોમેસ્ટિક મોટર રેસિંગ સ્પર્ધા રહી જેણે નાઈટ સ્ટ્રીટ સર્કિટ રેસનું આયોજન કર્યું હોય. ફોર્મ્યૂલા LGB 4 ક્લાસમાં 2 રેસમાં 24 સ્પર્ધકો મેદાનમાં ઉતરશે. રેસ-1માં દિલજીથના વિજય અને રેસ-2માં પોડિયમ ફિનિશને કારણે ડાર્ક ડોન તેમના સિઝનની શ્રેષ્ઠ શરૂઆતને આગળ ધપાવવા માગશે. રેસ-2માં વિજેતા રહેલ તીજીલ રાવ 31 પોઈન્ટ્સ સાથે બીજા રાઉન્ડ પછી ડ્રાઈવર્સ સ્ટેન્ડિંગમાં ટોચનું સ્થાન ધરાવે છે. જ્યારે ટીમ મામલે ડાર્ક ડોન રેસિંગ 65 પોઈન્ટ્સ સાથે ટોચના સ્થાને છે, તેમના બીજા ક્રમે રહેલ એમસ્પોર્ટ્સથી લગભગ બમણાં પોઈન્ટ્સ છે.