2024માં હસ્તાક્ષર કરેલ વિક્રમી 42 સોદાઓ સાથે, મરિયોટએ પ્રદેશની વિકાસ પાઇપલાઇનમાં 7,000 રુમ્સનો ઉમેરો કર્યો હતો
ભારત ૦૪ માર્ચ ૨૦૨૫: મેરિયોટ ઇન્ટરનેશનલ ઇન્ક (NASDAQ: MAR)એ 2024માં વિક્રમી નવા સાઇનીગ પ્રદર્શન કે જેમાં 42 સોદાઓ, 7,000 રુમ્સના યોગદાન, વર્ષાંત સુધીમાં આશરે 20,000 રુમ્સ સુધી પાઇપલાઇનના વિસ્તાર સાથે દક્ષિણ એશિયામાં વધુ એક મજબૂત વર્ષની ઘોષણા કરી છે. દક્ષિણ એશિયાએ સમગ્ર વર્ષમાં મજબૂત પ્રદર્શન કર્યુ છે, જેમાં ADR અને ઓક્યુપેન્સીને પગલે 11% RevPAR વૃદ્ધિ થઇ છે. મહત્વના મેટ્રોપોલીટન માર્કેટ જેમ કે હૈદરાબાદ, ગુરુગ્રામ, બેંગલુરુ અને મુંબઇ ADR વૃદ્ધિને આગળ ધપાવવા માટે અગત્યના સાબિત થયા હતા.
મેરિયોટ ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ અને ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર એન્થોની કેપુઆનોરએ તેમની તાજેતરમાં ભારતની મુલાકાત દરમિયાન દક્ષિણ એશિયા પ્રદેશની અગત્યતાનો કંપનીની વૈશ્વિક વૃદ્ધિ યોજનાની દ્રષ્ટિએ એકરાર કર્યો હતો. પ્રદેશની વિશિષ્ટ હોસ્પિટાલિટી સ્થિતિ અને વિસ્તરણ માટે પુષ્કળ તકો વિશે જણાવ્યું હતુ કે મેરિયોટની તેના હાજરીને વધુ મજબૂત બનાવવાની અને મહેમાનોને અપવાદરૂપ અનુભવ પૂરા પાડવાની પ્રતિબદ્ધતા પર ભાર મુક્યો હતો.
કંપનીના ભવિષ્યના વિઝન વિશે શેર કરતા તેમણે જણાવ્યું હતુ કે “2024નું વર્ષ અમારા માટે વિક્રમો તોડનાર વર્ષ રહ્યુ હતુ જેમાં દક્ષિણ એશિયામાં માન્યામાં ન આવે તેવા સાઇનીંગ અને મજબૂત બિઝનેસ પ્રદર્શન રહ્યુ હતું જે પ્રદેશની પુષ્કળ વૃદ્ધિ તક પર ભાર મુકે છે. આગામી તંદુરસ્ત પ્રારંભ સાથે મેરિયોટ આર્થિક અસરને વેગ આપવા, રોજગારીની તકોનુ સર્જન કરવા અને સ્થાનિક અર્થતંત્રને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે જ્યારે અમારા બ્રાન્ડ પોર્ટફોલિયોને નવા પ્રદેશ માર્કેટ્સમાં વિસ્તૃત બનાવવાનું સતત રાખ્યુ છે ત્યારે મુસાફરોની વિકસતી જરૂરિયાતોને સંતોષવા પર અને અપવાદરૂપ અનુભવો પૂરા પાડવા પર અમારુ ફોકસ છે. અમને અમારી ગતિમાં વિશ્વાસ છે કેમ કે અમે ઉદ્યોગનું નેતૃત્ત્વ કરીએ છીએ અને મુસાફરીની પ્રસ્થાપિત શક્તિ મારફતે લોકોને એક સાથે લાવીએ છીએ,” એમ મેરિયોટ ઇન્ટરનેશનલના પ્રેસિડન્ટ અને સીઇઓ એન્થોની કેપુઆનોરએ જણાવ્યુ હતુ.
મેરિયોટની 2024ની પાઇપલાઇન મજબૂત, પ્રદેશમાં વૈવિધ્યકૃત્ત વૃદ્ધિ પર ભાર મુકે છે જેમાં ટિયર 1માં 50% રુમ્સ, 26% લિઝર ડેસ્ટીનેશન્સ અને પોર્ટફોલિયો સોદાઓમાંથી મહત્ત્વનો હિસ્સાનો સમાવેશ થાય છે. આ બાબત ડેવલપરના આત્મવિશ્વાસને પ્રદર્શિત કરે છે અને માંગવાળા સ્થળોમાં મુસાફરીના અનુભવની વધી રહેલી માંગ સાથે મેળ ખાય છે. મેરિયોટ હાલમાં દક્ષિણ એશયામાં 17 અલગ બ્રાન્ડઝમાં 168 પ્રોપર્ટીઓનો વૈવિધ્યકૃત પોર્ટફોલિયો ધરાવે છે અને 2025માં સમગ્ર પ્રદેશમાં 14 હોટેલ્સને ખુલ્લી મુકવાનો સમાવેશ થાય છે.
લક્ઝરી અને પ્રિમીયમ બ્રાન્ડઝ માંગને આગળ ધપાવે છે, તેમજ દક્ષિણ એશયામાં મજબૂત વૃદ્ધિ માર્ગને કંડારે છે
લક્ઝરી સેગમેન્ટ દક્ષિણ એશિયામાં માંગને આગળ ધપાવે છે કેમ કે અસંખ્ય મુસાફરો પોતાની જરૂરિયાત અનુસારનો અનુભવો ઇચ્છે છે, જેમાં જે તે સ્થળે આગવી સવલતો, અનુભવો મૂળમાં રહેલા છે. મેરિયોટની સ્થાપિત અને ઉભરતા ડેસ્ટીનેશન્સમાં વધી રહેલી હાજરીની દ્રષ્ટિએ 2024માં 75% રુમ્સ માટે દક્ષિણ એશિયામાં લક્ઝરી અને ઉપલા અપસ્કેલ સેગમેન્ટ્સમાં સાઇનીંગ કરવામાં આવ્યું હતુ.
તેની સુપ્રસિદ્ધ સેવા અને રિફાઇન્ડ ડિઝાઇન માટે જાણીતી, ધ રિટ્ઝ–કાર્લટન જયપુર, ઉદયપુર અને ચેન્નાઈમાં અપેક્ષિત પ્રારંભ સાથે, વૈભવી માટે ધોરણ સ્થાપિત કરવાનું ચાલુ રાખશે. દરમિયાન, હૈદરાબાદ બે પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ – W હોટેલ્સ અને સેન્ટ રેજીસ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ – ના બજારમાં પ્રવેશને આવકારે તેવી અપેક્ષા છે, જે અનુક્રમે 2028 અને 2031માં ખોલવાની યોજના ધરાવે છે. JW મેરિયોટ પણ તેનું વિસ્તરણ ચાલુ રાખે છે, પાઇપલાઇનમાં 6 નવી મિલકતો સાથે, દક્ષિણ એશિયામાં JW મેરિયટ બ્રાન્ડેડ હોટલની કુલ સંખ્યા 27 સુધી લાવે છે; અને ખૂબ જ માંગવાળી લાઇફસ્ટાઇલ બ્રાન્ડ EDITION હોટેલ્સ 2029માં ધ મુંબઈ EDITIONના ઉદઘાટન સાથે દક્ષિણ એશિયામાં તેની અપેક્ષિત શરૂઆત કરશે.
મેરિયોટની પ્રીમિયમ બ્રાન્ડ્સે 2024માં દેશની 150મી મિલકત, કટરા મેરિયટ રિસોર્ટ અને સ્પાના સીમાચિહ્નરૂપ ઉદઘાટન સાથે ભારતમાં પોતાની હાજરીને મજબૂત કરી હતી. દરમિયાન, ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં વિસ્તરણ વેગ પકડી રહ્યું છે, જેમાં જયપુર, સુરત, શિમલા, જલંધર અને કુર્ગમાં આગામી મિલકતો આકાર લેશે.
સિલેક્ટ સર્વિસ પોર્ટફોલિયો મુખ્ય શહેરો અને ઉભરતા સ્થળોમાં વૃદ્ધિને વેગ આપે છે
પસંદગીના સર્વિસ બ્રાન્ડ્સે સમગ્ર પ્રદેશમાં મેરિયોટના વિસ્તરણને મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે, પ્રવાસીઓને સુલભ ભાવે આંતરરાષ્ટ્રીય આતિથ્યની ગુણવત્તા પ્રદાન કરી છે. YE 2024 મુજબ, આ બ્રાન્ડ્સ હસ્તાક્ષરિત સોદાઓના 31% (હસ્તાક્ષરિત રૂમના 25%)નું પ્રતિનિધિત્વ કરે છે, જે ઉભરતા સ્થળો અને મુખ્ય રાજધાની શહેરોમાં વૃદ્ધિને વેગ આપે છે.
પ્રવાસીઓની આગામી પેઢી માટે રચાયેલ –મોક્સી હોટેલ્સ – 2024માં મોક્સી બેંગલુરુ એરપોર્ટ પ્રેસ્ટિજ ટેક ક્લાઉડના ડેબ્યૂ સાથે મેરિયોટના દક્ષિણ એશિયા પોર્ટફોલિયોમાં જોડાનાર 17મી બ્રાન્ડ બની હતી. બ્રાન્ડ કાઠમંડુ, ચેન્નાઈ, મુંબઈ (દાદર) અને બેંગલુરુમાં આગામી ઓપનિંગ સાથે વધુ વિસ્તરણ કરવા માટે તૈયાર છે.
પ્રદેશમાં શ્રેષઅઠ ટેકનોલોજી વર્કફોર્સમાં વધારો કરે છે
ઓક્ટોબર 2024માં, મેરિયોટએ હૈદરાબાદમાં કંપનીનું પ્રથમ વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર (GCC) સ્થાપ્યું હતુ. હૈદરાબાદની ટોચની ટેક પ્રતિભાનો ઉપયોગ કરીને, મેરિયોટ ટેક એક્સિલરેટર એ કંપનીની વૈશ્વિક ટેકનોલોજી ટીમનું વિસ્તરણ છે અને 141 દેશો અને પ્રદેશોમાં તેના વૈશ્વિક સાહસમાં મેરિયોટના ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ ક્ષમતા, આગામી પેઢીના ઉકેલો અને સુરક્ષા ક્ષમતાઓને સમર્થન આપશે.