Amdavad Post
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મારુતિ સુઝુકીએ 30 લાખ કુલ નિકાસ કરી સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપ્યું

લગભગ 40% હિસ્સા સાથે ભારતની નંબર 1 પેસેન્જર વાહન નિકાસકારનાર

ઑક્ટોબર 2024માં 33,168 યુનિટની અત્યાર સુધીની સર્વોચ્ચ માસિક નિકાસ કરી

પિપાવાવ / નવી દિલ્હી 25 નવેમ્બર 2024: ઘરેલું માર્કેટ અને નિકાસના મામલે ભારતની અગ્રણી પેસેન્જર વ્હિકલ કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (એમએસઆઇએલ)એ 30 લાખ કુલ નિકાસનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

30 લાખમું સીમાચિહ્નરૂપ વાહન 1,053 યુનિટ્સના શિપમેન્ટનો એક હિસ્સો હતું, જે ગઈકાલે વહેલી સવારે ગુજરાતના પીપાવાવ બંદરેથી રવાના થયું હતું. જે Celerio, Fronx, Jimny, Baleno,Ciaz, Dzire અને S-Pressoજેવા મોડેલો ધરાવતું હતું.

મારુતિ સુઝુકીએ વર્ષ 1986માં ભારતમાંથી વાહનોની નિકાસ કરવાની શરૂઆત કરી હતી. 500 કારનું પ્રથમ મોટું કન્સાઇન્મેન્ટ સપ્ટેમ્બર 1987માં હંગેરી મોકલવામાં આવ્યું હતું. કંપનીએ નાણાકીય વર્ષ 2012-13માં વાહનોની નિકાસમાં 10 લાખમું સીમાચિહ્ન હાંસલ કર્યું હતું, જેના બાદ નાણાકીય વર્ષ 2020-21માં 9 વર્ષથી પણ ઓછાં સમયમાંતેના પછીનું બીજું 10 લાખમું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું હતું. 20 લાખથી 30 લાખ કુલ નિકાસનું લક્ષ્ય ફક્ત 3 વર્ષ અને 9 મહિનામાં હાંસલ કરી લેવામાં આવ્યું હતું, જે તેને મારુતિ સુઝુકી માટે સૌથી ઝડપી 10 લાખ યુનિટનીકુલ નિકાસ બનાવે છે.

નિકાસના આ સીમાચિહ્ન અંગે વાત કરતાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના એમડી અને સીઇઓશ્રી હિસાશી તાકેઉચીએ જણાવ્યું હતું કે, ’30 લાખ સંચિત નિકાસનું સીમાચિહ્ન ઑટોમોબાઇલના ઉત્પાદનમાં ભારતની શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે અને તે વૈશ્વિક સ્તરે બ્રાન્ડ ઇન્ડિયાનું જ્વલંત ઉદાહરણ છે. પ્રોત્સાહજનક નીતિઓ ઘડવા બદલ અને નિકાસમાં વૃદ્ધિને પ્રોત્સાહન મળે તે રીતે કેટલાકબજારોની સાથે વેપારી કરારો કરવા બદલ અમે ભારત સરકારના આભારી છીએ. ભારત સરકારની પ્રમુખ પહેલ ‘મેક ઇન ઇન્ડિયા’ની સાથે સુસંગત રહીને મારુતિ સુઝુકી ઊંડા સ્થાનિકીકરણ અને નિકાસને અનેકગણી વધારવા માટે કટિબદ્ધ છે. આજે ભારતમાંથી નિકાસ થતાં તમામ પેસેન્જર વાહનોમાંથી 40%વાહનો મારુતિ સુઝુકીના છે, જે અમને દેશમાં નં. 1 વાહન નિકાસકાર બનાવે છે.આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અમારી સફળતા ગુણવત્તા, સલામતી, ડીઝાઇન અને ટેકનોલોજી માટે મારુતિ સુઝુકીના વૈશ્વિક ધોરણો ધરાવતા વાહનોની ઉચ્ચ સ્વીકૃતિનું પરિણામ છે.અમે અમારા વૈશ્વિક ગ્રાહકો અને પ્રતિષ્ઠિત વિતરકોના આભારી છીએ, જેમણે અમારામાં વિશ્વાસ મૂક્યો.’

તેમણે આગળ ઉમેર્યું હતું કે, “ભારતમાંથી થતી અમારી નિકાસ છેલ્લાં 4 વર્ષમાં 3 ગણી વધી છે. આ વૈશ્વિક માંગથી પ્રેરિત થઈને મારુતિ સુઝુકી વર્ષ 2030-31 સુધીમાં વૈવિધ્યીકરણ કરવા અને તેના વાહનોની નિકાસને વધારીને 7.5 લાખ યુનિટ સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે.”

નાણાકીય વર્ષ 2024-25માં નિકાસના મામલે કંપનીનો કાર્યદેખાવ

મારુતિ સુઝુકીએ નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલ-ઑક્ટોબરના સમયગાળા દરમિયાન 1,81,444 યુનિટની નિકાસ કરી હતી, જે ગત વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ 17.4%ની વૃદ્ધિ બતાવે છે. આજે કંપની લગભગ 100 દેશોમાં તેના 17 મોડેલની નિકાસ કરે છે. લેટિન અમેરિકા, આફ્રિકા, એશિયા અને મિડલ ઇસ્ટ એ કંપની માટે નિકાસના મહત્વપૂર્ણ માર્કેટો છે. Fronx, Jimny, Baleno, Dzire અને S-Pressoએ મારુતિ સુઝુકી દ્વારા નિકાસ કરવામાં આવતાંમુખ્ય મોડેલો છે.

Click to view/download images – Maruti Suzuki’s 3 millionth vehicle export

Related posts

અમર્યાદિત રિવોર્ડ્સ, ડિજિટલ ફર્સ્ટ અનુભવ અને અન્ય આકર્ષક લાભોના કારણે એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ ભારતમાં સૌથી ઝડપથી વિકસતું કો-બ્રાન્ડેડ કાર્ડ બન્યું

amdavadpost_editor

જાણો રામ ચરણની પત્ની ઉપાસના અને ક્લિંકારા વચ્ચે શું સમાનતા છે – ઉપાસનાએ શેર કર્યો એક ખાસ વીડિયો

amdavadpost_editor

ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો, નાણાકીય વર્ષ 2025માં 25 સ્ટોર્સ લોંચ કરવાની યોજના

amdavadpost_editor

Leave a Comment