Amdavad Post
આંતરરાષ્ટ્રીયગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મારુતિ સુઝુકીએ જાપાનમાં એમનીએવોર્ડ વિજેતા SUV ફ્રૉન્ક્સ(Fronx) ની નિકાસ શરૂ કરી, જે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલનું એક સન્માન છે

ફ્રૉન્ક્સ (FRONX) મારુતિ સુઝુકીની જાપાનમાં નિકાસ થનારી પ્રથમ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ SUV તરીકે ચિહ્નિત થાય છે

ગુજરાતનાપીપાવાવ બંદરેથી 1,600 થી વધુ ફ્રૉન્ક્સ (Fronx)નું પ્રથમ કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું છે

નવી દિલ્હી / પીપાવાવ, 13 ઓગસ્ટ 2024: મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ, ભારતની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદન કરતી કંપનીએ આજે તેની ‘મેડ-ઈન-ઈન્ડિયા’ SUV ફ્રૉન્ક્સ (Fronx) ની જાપાનમાં નિકાસ શરૂ કરી છે. ફ્રૉન્ક્સ (FRONX)જાપાનમાં લોન્ચ થનાર મારુતિ સુઝુકીની પ્રથમ SUV હશે. આ લેન્ડમાર્ક સીમાચિહ્નરૂપ ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલની ભાવનાને ઉજવે છે અને રાષ્ટ્રીય ગૌરવનો પડઘો પાડે છે. ફ્રૉન્ક્સ (Fronx)ફક્તમારુતિ સુઝુકીના અત્યાધુનિક ગુજરાત પ્લાન્ટમાં ઉત્પાદિત થાય છે. 1,600 થી વધુ વાહનોનું પ્રથમ કન્સાઈનમેન્ટ ગુજરાતના પીપાવાવ બંદરેથી જાપાન માટે રવાના થયું હતું.

2016 માં બલેનો પછી પુરસ્કાર વિજેતા ફ્રૉન્ક્સ (Fronx) મારુતિ સુઝુકીનું બીજું મોડલ છે જે જાપાનમાં નિકાસ કરવામાં આવ્યું. ફ્રૉન્ક્સ (Fronx)ને 2024 ની શરદઋતુમાં મારુતિ સુઝુકીની પેરેન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશન દ્વારા જાપાનમાં લોન્ચ કરવાની યોજના છે. આ ઐતિહાસિક ઉપલબ્ધિ ભારતીય ઉત્પાદન ઉદ્યોગની વધતી જતી તાકાત અને વૈશ્વિક પહોંચનું પ્રતીક છે.

આ ઉપલબ્ધિ પર બોલતાં, શ્રી હિસાશી તાકેઉચી, MD અને CEO, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ એ કહ્યુ, “મને જણાવતાં ગર્વ થાય છે કે અમારી ‘મેડ-ઇન-ઇન્ડિયા’ ફ્રોન્ક્સ ટૂંક સમયમાં જ જાપાનના રસ્તાઓ પર જોવા મળશે. જાપાન વિશ્વના સૌથી વધુ ગુણવત્તા સચેત અને અદ્યતન ઓટોમોબાઈલ બજારોમાંથી એક છે. જાપાનમાં અમારી નિકાસએ મારુતિ સુઝુકીની અત્યાધુનિક ટેક્નોલોજી, અસાધારણ કામગીરી, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સલામતી અને ગુણવત્તાના ધોરણોનું ઉદાહરણ આપતા વિશ્વ કક્ષાના વાહનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા નો પુરાવો છે. આ શ્રેષ્ઠતા માટે અમારી મજબૂત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. ફ્રોન્ક્સમાં શ્રેષ્ઠ એન્જિનિયરિંગ, ડિઝાઇનની સુંદરતાનો સમાવેશ છે અને તે ભારતીય ઓટો મેન્યુફેક્ચરિંગ શ્રેષ્ઠતાનું પ્રતીક છે. મને વિશ્વાસ છે કે જાપાની ગ્રાહકો દ્વારા તેને સારી રીતે આવકારવામાં આવશે.”

Related posts

મીશોએ પ્રોજેક્ટ વિશ્વાસની મદદથી ઓનલાઈન છેતરપિંડી સામે ઝુંબેશ વધુ તીવ્ર બનાવી

amdavadpost_editor

ટોયોટા કિર્લોસ્કર મોટર અર્બન ક્રુઝર ટાઈઝરની એક્સક્લુઝિવ લિમિટેડ એડિશન સાથે તહેવારોની ઉજવણી કરશે

amdavadpost_editor

ગુજરાતી ફિલ્મ કર્મા વોલેટ 18 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે

amdavadpost_editor

Leave a Comment