Amdavad Post
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મેક્ડોનાલ્ડ્સ ઈન્ડિયા દ્વારા ઈન્ટરનેશનલ ફેવરીટ મેકક્રિસ્પી ચિકન બર્ગર અને સૌપ્રથમ ક્રિસ્પી વેજી બર્ગરનું પદાર્પણ

મુંબઈ 18 સપ્ટેમ્બર 2024: આ ફેસ્ટિવ સીઝનમાં વેસ્ટલાઈફ ફૂડવર્લ્ડની માલિકી અને દ્વારા સંચાલિત મેક્ડોનાલ્ડ્સ ઈન્ડિયા (ડબ્લ્યુએન્ડએસ) દ્વારા બે પ્રીમયમ બર્ગર્સ મેકક્રિસ્પી ચિકન બર્ગર અને ક્રિસ્પી વેજી બર્ગરની રજૂઆતની ઘોષણા કરવામાં આવી છે. વૈશ્વિક ફેન- ફેવરીટ મેકક્રિસ્પી ચિકન બર્ગર હવે અજોડ રીતે તૈયાર કરવામાં આવેલા ક્રિસ્પી વેજી બર્ગર સાથે ભારતમાં પદાર્પણ કરી રહ્યા છે. આ નવ ઉમેરો ગ્રાહકોની વિવિધ રુચિની અગ્રતાઓને પહોંચી વળવા માટે ઈનોવેટિવ અને ફિલિંગ મેનુ વિકલ્પો પૂરી પાડવાની મેક્ડોનાલ્ડ્સની કટિબદ્ધતા અધોરેખિત કરે છે.

મેકક્રિસ્પી ચિકન બર્ગરમાં હોલ-મસલ ચિકન ફિલેટ પેટ્ટી સાથે અજોડ વોટર-કટ ગ્લેઝ્ડ બન, ફ્રેશ લેટુસ અને ક્રીમી પેપર માયો સોસ છે. આ બર્ગર હાઈ- ક્રન્ચ, ઈન્ડલ્જન્ટ ચિકન અનુભવનું વચન આપે છે, જે બર્ગર શ્રેણીમાં નવું ધોરણ સ્થાપિત કરશે.

ક્રિસ્પી વેજી બર્ગર શાકાહારી ગ્રાહકો માટે ખાસ તૈયાર કરાયા છે. આ અજોડ પ્રોડક્ટ ઈનોવેશન ઓબરજાઈન, રેડ અને ગ્રીન કેપ્સિકમ, મકાઈ, પીળા અને લીલા ઝુચિની અને ફરજબી સહિત સાત ઉચ્ચ ગુણવત્તાની શાકભાજીઓના સંમિશ્રણમાંથી તૈયાર કરવામાં આવેલી પ્રીમિયમ ક્રિસ્પી વેજી પેટ્ટીને નવી ઊંચાઈએ લઈ જાય છે. વોટર-કટ ગ્લેઝ્ડ બન અને સ્વાદિષ્ટ કોકટેઈલ માયો સોસ દ્વારા પૂરક આ બર્ગર બોલ્ડ ટેસ્ટ અને ક્રન્ચિનેસ પ્રદાન કરવા માટે ઘડવામાં આવ્યા છે.

વેસ્ટલાઈફ ફૂડવર્લ્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અક્ષય જટિયાએ જણાવ્યું હતું કે, “અમને આઈકોનિક મેકક્રિસ્પી ચિકન બર્ગર અને સંપૂર્ણ નવા ક્રિસ્પી વેજી બર્ગર રજૂ કરવાની ખુશી છે, જે અમારા પ્રોડક્ટ ઈનોવેશન પ્રવાસમાં નોંધપાત્ર માઈલસ્ટોન છે. આ લોન્ચ અમારા શાકાહારી ગ્રાહકો માટે અજોડ ઓફર નિર્માણ કરવા સાથે ભારતને શ્રેષ્ઠતમ આંતરરાષ્ટ્રીય ફ્લેવર આપવાની અમારી કટિબદ્ધતા આલેખિત કરે છે. આ અમારા સૌથી રોમાંચક લોન્ચમાંથી એક છે અને અમે માનીએ છીએ કે આ નવા બર્ગર્સ ઉદ્યોગમાં એકદમ પરિવર્તનકારી બની રહેશે. અમને વિશ્વાસ છે કે આ લોન્ચ ભારતમાં બર્ગર શ્રેણીમાં વૃદ્ધિમાં નોંધપત્ર યોગદાન આપશે.”

આ બર્ગર્સ બેજોડ ક્રન્ચ અને ફ્લેવર સાથે ગ્રાહકો માટે બર્ગર અનુભવમાં નવો દાખલો બેસાડશે. તેઓ વેસ્ટ અને સાઉથ ઈન્ડિયામાં તેમની નજીકની મેકડોનાલ્ડ્સ રેસ્ટોરાંમાં અને ડ્રાઈવ-થ્રુ થકી અને મેકડિલિવરી મંચો પર પણ હવે આ ઈનોવેટિવ ઓફર માણી શકે છે.

Related posts

ભારત અને ગુજરાતમાં પ્રથમવાર 18 મે શનિવારના રોજ અમદાવાદમાં બલૂન લા..લા નામનો બલૂન કાર્નિવલ યોજાશે

amdavadpost_editor

મનિષા કથુરિયા UMB PAGEANTS 2024 માં મિસીઝ ઈન્ડિયા કેટેગરીમાં ચોથા ક્રમ પર પહોંચ્યા, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની આશા

amdavadpost_editor

ઇમેજિકાવર્લ્ડ એન્ટરટેઇનમેન્ટએ પ્રથમ ત્રિમાસિક (Q1) માં આવકમાં 1.7 ગણી વૃદ્ધિ સાથે રૂ. 184 કરોડનો નફોદર્શાવ્યો

amdavadpost_editor

Leave a Comment