Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મોબિલ™ ચેન્નાઈમાં ‘ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ 2024’ની સાથે ભારતની પહેલી નાઈટ સ્ટ્રીટ રેસનું આયોજન કરશે

ચેન્નાઈ 12 સપ્ટેમ્બર 2024: ઓટોમોટિવ લુબ્રિકન્ટ્સમાં અગ્રણી મોબિલ™ એ 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈ ફોર્મ્યુલા રેસિંગ સર્કિટ ખાતે ‘ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ 2024’ દરમિયાન ચેન્નાઈમાં ભારતની પહેલી નાઈટ સ્ટ્રીટ રેસ માટે રેસિંગ પ્રમોશન્સ પ્રાઈવેટ લિમિટેડ (RPPL)ની સાથે ભાગીદારી કરી છે. આ ઐતિહાસિક કાર્યક્રમ એ ભારતીય રેસિંગ ફેસ્ટિવલની સાથે મોબિલના સહયોગના ત્રણ વર્ષને ચિહ્નિત કર્યાં, જેમાં ગતિ, કૌશલ્ય, ટેક્નોલોજી અને પ્રદર્શનનું અદભૂત સંયોજન  પ્રદર્શિત કર્યું.

ઈન્ડિયન રેસિંગ લીગ અને ફોર્મ્યુલા 4 ચેમ્પિયનશિપ બંને માટે સત્તાવાર લુબ્રિકન્ટ પાર્ટનર તરીકે મોબિલ™ એ ભારતીય મોટરસ્પોર્ટ્સને આગળ વધારવાની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી, જે ‘મોબિલ 1 દ્વારા પ્રદર્શન ’ પર પોતાના ફોકસની સાથે ધ્યાન કેન્દ્રિત કર્યું. RPPL દ્વારા આયોજિત આ ફેસ્ટિવલ નવેમ્બર 2024 સુધી સમગ્ર દેશમાં પાંચ રોમાંચક રાઉન્ડ હશે. આ ઈવેન્ટમાં ભારતમાં મોબિલ 1ની 50 વર્ષની હાજરીની પણ ઉજવણી કરાશે.

આ પ્રસંગે ટિપ્પણી કરતાં એક્સોનમોબિલ લુબ્રિકન્ટસ પ્રાઇવેટ લિમિટેડના શ્રી વિપિન રાણા એ જણાવ્યું હતું કે, “અમે ઈન્ડિયા રેસિંગ વીકનો હિસ્સો બનીને સન્માનિત  મહેસૂસ કરી રહ્યા છીએ, એક એવી ઈવેન્ટ જે માત્ર વૈશ્વિક મોટરસ્પોર્ટ્સને આગળ વધારવા માટેના અમારા સમર્પણને જ આગળ દર્શાવતું નથી પરંતુ ભારતમાં રેસિંગના ભાવિને પણ વેગ આપે છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમે મોબિલ પ્રોડક્ટસ દ્વારા પૂરા પાડવામાં આવેલા આત્મવિશ્વાસની સાથે રેસર્સ અને ઉત્સાહી લોકોને સશકત બનાવ્યા છે, જેનાથી તેમને પોતાની ક્ષમતાને ઉજાગર કરવામાં સક્ષમ બન્યા છે.

RPPLના ચેરમેન શ્રી અખિલેશ રેડ્ડીએ ઉમેર્યું કે અમને મોબિલ™ સાથેના આ જોડાણ પર ખૂબ જ ગર્વ છે અને ભારતની પ્રથમ નાઇટ સ્ટ્રીટ રેસને જીવંત કરવા માટે અમે રોમાંચિત છીએ. નાઇટ રેસિંગના ઉત્સાહ અને ઊર્જાએ આ ઉત્સવમાં એક નવું પરિમાણ ઉમેર્યું છે, જે અમારા રેસર્સની પ્રતિભા અને જુસ્સાને દર્શાવે છે. F4 અને IRL ની તમામ ટીમોને તેમના નોંધપાત્ર પ્રદર્શન માટે અભિનંદન અને અમે ભવિષ્યમાં પણ આ જ ગતિને ચાલુ રાખવા માટે આતુર છીએ.

આ ઉજવણી ખૂબ ધ્યાન આકર્ષિત કર્યું, જેમાં બોલિવૂડ સ્ટાર જ્હોન અબ્રાહમ અને અર્જુન કપૂર, ક્રિકેટના દિગ્ગજ સૌરવ ગાંગુલી અને અભિનેતા નાગા ચૈતન્ય જેવા સેલિબ્રિટી ટીમ માલિકોએ પોતાનું  યોગદાન આપ્યું.

કાર્યક્રમનું સમાપન ભવ્ય પુરસ્કાર સમારંભ સાથે થયું, જેમાં વિજેતા ટીમો અને વ્યક્તિઓના અસાધારણ પ્રદર્શનની ઉજવણી કરવામાં આવી અને ભારતમાં મોટરસ્પોર્ટના ભાવિને આગળ ધપાવવામાં મોબિલ 1ની ભૂમિકાને વધુ મજબૂ બનાવામાં આવી.

Related posts

લાઇફ ઇન્સ્યોરન્સ કેટેગરીમાં ‘પ્રોડક્ટ ઓફ ધ યર 2024’ એવોર્ડ માટે અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાનની પસંદગી

amdavadpost_editor

પૂ. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી એવોર્ડ સમારોહ અને સંતવાણી યોજાઈ

amdavadpost_editor

પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા કરશે

amdavadpost_editor

Leave a Comment