ગુજરાત, અમદાવાદ ૨૮ એપ્રિલ ૨૦૨૫: ગઈકાલે મધ્યપ્રદેશના મંદસૌર ખાતે અકસ્માતમાં ૧૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. અખબારી અહેવાલ મુજબ મધ્યપ્રદેશના મંદસૌર જીલ્લામાં નારાયણ ગઢ વિસ્તારમાં રસ્તા પર આડા આવેલ બાઈકને બચાવવા જતાં એક ઈકો કાર પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર કુવામાં ખાબકી હતી અને તે કૂવામાં ગેસ ગળતર થતાં ૧૨ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.
પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૮૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ વિતજા સેવા કથાના શ્રોતા મુંબઈ સ્થિત શ્રી વરુણ મોદી દ્વારા મધ્યપ્રદેશ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.