પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા યોજશે. આ કથાનો ઉદ્દેશ્ય વૃદ્ધોના કલ્યાણ તથા રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણના કાર્યોમાં સહયોગ કરવાનો છે.
રાજકોટ સ્થિત સદ્ભાવના વૃદ્ધાશ્રમ વૃદ્ધોની સેવામાં તેના સમર્પણ માટે ઓળખાય છે. સંસ્થાની પ્રવૃત્તિઓમાં ભક્તિ, દાન અને સામાજિક કલ્યાણનો સંગમ છે. આ રામકથા રાજકોટના રેસકોર્સ મેદાનમાં 23 નવેમ્બરથી 01 ડિસેમ્બર સુધી યોજાશે તથા તેની તમામ આવક વૃદ્ધોની સહાયતા અને વૃક્ષારોપણ અભિયાન માટે ખર્ચ કરાશે.
પૂજ્ય મોરારી બાપૂએ તેમનું જીવન પ્રભુ શ્રીરામ અને રામાયણના સંદેશના પ્રસાર માટે સમર્પિત કર્યું છે. તેમનો ઉપદેશ પ્રેમ, કરુણા અને માનવતા ઉપર આધારિત છે તેમજ તેઓ વિશ્વભરમાં કરોડો લોકોને પ્રેરિત કરે છે. રાજકોટમાં યોજાનારી આ રામકથા તેમની 947મી કથા હશે. સામાજિક કાર્યો પ્રત્યે પૂજ્ય બાપૂની કટીબદ્ધતા વ્યાપકરૂપે જાણીતી છે અને તેઓ નિયમિતરૂપે વિવિધ પહેલોનું સમર્થન કરે છે.
સદ્ભાવના વૃદ્ધાશ્રમ પરિવાર સૌને આ રામકથામાં ભાગ લેવા અને એક ઉમદા હેતુમાં યોગદાન આપવા આગ્રહ કરે છે.