Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અકસ્માતની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૧૫ એપ્રિલ ૨૦૨૫: ઉનાળામાં બિહારના કેટલાય જીલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થયો હતો. આ સાથે ઠેરઠેર વિજળી પડવાથી પ્રાપ્ત માહિતી અનુસાર ૧૩ લોકોનાં મોત નિપજયા છે. દરભંગા, મધુબની, સમસ્તીપુર અને બેગુસરાઈ જીલ્લાઓમાં ૧૩ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને બિહાર મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧,૦૦,૦૦૦ રુપિયાની રાશી અર્પણ કરી છે. જે ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે.

જામનગરના ધ્રોલ નજીક સુમરા ગામે એક મહિલાએ તેના ૪ બાળકો સહિત આપધાત કરી લેતાં પરિવારનો માળો વિંખાઈ ગયો છે. આ મહિલાના ભાઈને રુપિયા ૫૧,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પોરબંદર શહેરમાં મકાનનો કાટમાળ ઉતારતી વખતે બે રબારી યુવકોનાં અકસ્માતમાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. વિવિધ ઘટનાઓ માં કુલ મળીને રુપિયા ૧,૮૧,૦૦૦ ની સહાયતા અર્પણ કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

માધુરી દીક્ષિતે સલમાન ખાનના પ્રતિકાત્મક નાઈટી એક્ટ માટે રાજ કુમાર બરજાત્યાને મનાવ્યા હતા!

amdavadpost_editor

ગરવી વુમન્સ ટીમે ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશિપ 2024 જીતીને નવાં સિદ્ધિનાં ધોરણ સ્થાપિત કર્યા

amdavadpost_editor

અમદાવાદમાં બે દિવસીય ફેશન એક્ઝિબિશનનું આયોજન

amdavadpost_editor

Leave a Comment