Amdavad Post
આંતરરાષ્ટ્રીયગુજરાતધાર્મિકરાષ્ટ્રીય

જમ્મુ ખાતે શહીદ થયેલા જવાનોને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને ઉન્નાવ દુર્ઘટનામાં પરિવારજનોને સહાય

જમ્મુ કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ચાલે છે જેને નેસ્તનાબુદ કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવે છે. બે દિવસ પહેલા સર્ચ ઓપરેશન દરમિયાન ત્રાસવાદીઓ દ્વારા સર્ચ ટુકડી પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પાંચ જવાનો શહીદ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ જવાનોની શહીદીને વંદન કર્યા છે અને એમને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા તમામ જવાનો માટે આર્મી વેલફેર ફંડમા ૭૫,૦૦૦ નું અનુદાન અર્પણ કર્યું છે.

અન્ય એક બનાવમાં બિહારથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી બસને ઉન્નાવ નજીક ભયંકર અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૮ લોકોનાં મોત નિપજયા છે. આ ઘટનાની વિગતો મેળવવામાં આવી રહી છે અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે જે સેવા ઉત્તરપ્રદેશના રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

 

Related posts

ઈફકોના એમડી ડો. ઉદયશંકર અવસ્થીને ઈન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સના પ્રતિષ્ઠિત રોશડેલ પાયોનિયર્સ એવોર્ડથી સન્માનિત કરાયા

amdavadpost_editor

કોટક ભારતીય સ્ટાર્ટઅપ્સની અટલ ભાવનાની ઉજવણી કરે છે

amdavadpost_editor

વડોદરાના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ની વિદ્યાર્થી હાર્વી પટેલે NEET UG 2024 માં AIR 81 મેળવ્યો

amdavadpost_editor

Leave a Comment