ભારત ૦૪ માર્ચ ૨૦૨૫: નથિંગે આજે ફોન (3a) સિરીઝ રજૂ કરી, જે તેની મિડ-રેન્જ લાઇનઅપને અદ્યતન સુવિધાઓ સાથે શ્રેષ્ઠ બનાવે છે. પ્રશંસનીય ફોન (2a) પર આધારિત, તેમાં ઓપ્ટિકલ ઝૂમ સાથે અદ્યતન ટ્રિપલ-કેમેરા સિસ્ટમ, શક્તિશાળી સ્નેપડ્રેગન® પ્રોસેસર, તેજસ્વી, વધુ પ્રતિભાવશીલ ડિસ્પ્લે અને એસેન્શિયલ સ્પેસ જેવી નથિંગ ઓએસ ઇનોવેશન્સ ધરાવે છે – આ બધું બે યુનિક રીતે શુદ્ધ ડિઝાઇનમાં સમાયેલ છે.
ડિઝાઇન:
ફોન (3a) અને ફોન (3a) પ્રો બંને વધુ આકર્ષક લુક અને અનુભૂતિ ધરાવે છે, જેમાં અપગ્રેડેડ ગ્લાસ બેક પેનલ, ઇન્ટરનલ સ્ટ્રકચરમાં વધતી સમપ્રમાણતા અને ફિનિશમાં રિફાઇન્ડ વિઝ્યુઅલ ડિટેલ્સ અને એલીમેન્ટસ સામેલ છે. વધુમાં ફોન (3a) સિરીઝ તેની ટકાઉપણાને IP64 રેટિંગમાં પણ અપગ્રેડ કરે છે.
કેમેરા:
જ્યારે કેમેરાની વાત આવે છે, ત્યારે નથિંગ ફોન (3a) સીરીઝમાં અત્યાર સુધીની સૌથી અદ્યતન કેમેરા સિસ્ટમ રજૂ કરે છે. ફોન (3a) માં અપગ્રેડેડ 50MP મુખ્ય સેન્સર અને સોની અલ્ટ્રા-વાઇડ સેન્સર હશે, સાથો-સાથ પહેલીવાર ઓપ્ટિકલ ઝૂમ પણ હશે. ફોન (3a) ના ટેલિફોટો કેમેરામાં 50mm સમકક્ષ ફોકલ લંબાઈ પર વિગતવાર શોટ માટે ઝડપી f/2.0 એપરચર સાથે જોડાયેલ શક્તિશાળી 50MP સેન્સર છે. 2x ઓપ્ટિકલ રીચ એક શ્રેષ્ઠ ઝૂમ માટે આધાર તૈયાર કરે છે, જ્યારે હાઇ રીઝોલ્યુશન 4x સુધી લૉસલેસ ઇન-સેન્સર ઝૂમને સક્ષમ બનાવે છે. જ્યારે તમને વધુ ઝૂમ કરવાની જરૂર હોય છે, ત્યારે ફોન (3a) 30x અલ્ટ્રા ઝૂમ માટે AI સ્પષ્ટતા-વધારતા અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરે છે.
ફોન (3a) પ્રો ફ્લેગશિપ ટેલિફોટો ઝૂમ ફોન (3a) પ્રોના શક્તિશાળી પેરિસ્કોપ ઝૂમ સાથે અંતિમ વૈવિધ્યતાને પૂર્ણ કરે છે. હાર્ડવેરમાં સંપૂર્ણ અપગ્રેડ, આ એક મોટા 1/1.95-ઇંચના સોની LYTIA 600 સેન્સરને 70mm સમકક્ષ ફોકલ લંબાઈ અને ઝડપી f/2.55 અપર્ચર સાથે જોડે છે. ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે, ફોન (3a) પ્રોનો પેરિસ્કોપ કેમેરા લાઇટિંગની પરિસ્થિતિમાં તે ઘરની અંદર હોય કે રાત્રે ગુણવત્તાયુક્ત ફોટા કેપ્ચર કરી શકે છે, જ્યારે ઓપ્ટિકલ 3x ઝૂમ ફોટોગ્રાફરનું મનપસંદ, પોટ્રેટ-પરફેક્ટ ફોકલ લંબાઈ છે. હાઇ-રિઝોલ્યુશન 50MP સેન્સર 6x સુધી લોસલેસ ઇન-સેન્સર ઝૂમિંગ પ્રદાન કરે છે અને જ્યારે AI સ્પષ્ટતા-વધારતા અલ્ગોરિધમ્સ સાથે બુસ્ટ કરવામાં આવે છે, ત્યારે તે 60x અલ્ટ્રા ઝૂમ અનલોક કરે છે.
ફોન (3a) માં સેમસંગ સાથે મળીને 50MPનું મુખ્ય સેન્સર છે. જ્યારે, હોન (3a) પ્રોનું 50MPનું મુખ્ય સેન્સર અદ્યતન સેન્સર ટેકનોલોજી સાથે અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવે છે, જે 43% ઝડપી ઓટો-ફોકસ અને પિક્સેલ ફુલ વેલ ક્ષમતાને બમણી કરે છે, જે કઠોર પ્રકાશની સ્થિતિમાં વધુ વિગતવાર માહિતી આપે છે. અંતમાં ફોન (3a) માં 32MP ફ્રન્ટ કેમેરા છે, જ્યારે ફોન (3a) પ્રોમાં અપગ્રેડેડ 50MP ફ્રન્ટ કેમેરા છે જે અનુકૂલનશીલ AI સ્થિરીકરણ અને રાત્રિ વીડિયો ઉન્નતીકરણ સાથે હાઇ-ક્વાલિટીવાળા 4K વીડિયો રેકોર્ડ કરવામાં સક્ષમ છે.
પર્ફોર્મન્સ:
બંને ડિવાઇસમાં સ્નેપડ્રેગન® 7s Gen 3 મોબાઇલ પ્લેટફોર્મ છે, જેમાં પસંદગીના સ્નેપડ્રેગન અનુભવોને પાવર આપનાર શ્રેષ્ઠ પ્રદર્શન છે અને નથિંગ OS ઑપ્ટિમાઇઝેશન દ્વારા ટર્બો-ચાર્જ્ડ કરાયું છે, ગેમ ઝડપથી ચાલે છે, વધુ સ્થિર ફ્રેમ દર પ્રદાન કરે છે અને લાંબા સમય સુધી ચાલે છે. ફોન (3a) સીરીઝ ફોન (2a) કરતા AI કાર્યોને પ્રોસેસ કરવામાં 92% વધુ શ્રેષ્ઠ છે, જે તેને ભવિષ્યમાં કોઈપણ AI વિકાસ માટે વધુ સક્ષમ બનાવે છે. RAM બૂસ્ટર યુઝર્સને 20GB સુધી ઍક્સેસ કરવાની મંજૂરી આપવા માટે વર્ચ્યુઅલ RAMના સંયોજનનો ઉપયોગ કરે છે જે, સાથો સાથ એક મોટું 4500 mm² વેપર ચેમ્બર ફોન (2a) ની તુલનામાં તાપમાનને 23% ઘટાડે છે.
બેટરી અને ચાર્જિંગ:
ઓપ્ટિમાઇઝ્ડ સ્નેપડ્રેગન 7s Gen 3 મોબાઇલ પ્લેટફોર્મની સાથે સામાન્ય કાર્યો માટે 8% ઓછી વીજળીનો ઉપયોગ કરીને દરરોજ 30 મિનિટ વધુ વીજળીનો આનંદ માણો. ફોન (3a) અને ફોન (3a) પ્રો બંનેમાં મોટી 5000mAh બેટરી છે, જે સંપૂર્ણ ચાર્જ પર બે દિવસ સુધી ઉપયોગ કરવાની સુવિધા આપે છે. હવે 50W પર અપગ્રેડેડ ફાસ્ટ ચાર્જિંગ સાથે, ફોન (3a) સિરીઝ 20 મિનિટથી ઓછા સમયમાં આખા દિવસની વીજળી (50%) પૂરી પાડી છે.
ડિસ્પ્લે:
6.77 ઇંચ સ્ક્રીન સાઇઝ અને ફુલ HD+ રિઝોલ્યુશનવાળા બંને ડિવાઇસ પર સ્ક્રીનના દરેક ઇંચમાં 387 પિક્સેલ્સ અને ફ્લુઇડ 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ સાથે વિઝ્યુઅલ્સ ક્રિસ્પ દેખાય છે. ગેમિંગ મોડમાં સ્ટાન્ડર્ડ ટચ સેમ્પલિંગ રેટ 480Hz છે અને 1000Hz ટચ સેમ્પલિંગ રેટ છે, ફોન (3a) સીરીઝ દ્વારા સ્વાઇપ કરવું સરળ અને રિસ્પોન્સિવ છે. ફોન (3a) સીરીઝ પર બ્રાઇટનેસ તેની જાતે જ 1300 નિટ્સ સુધી વધે છે, જેથી કરીને તડકામાં પણ જોઈ શકાય છે. પરંતુ હવે પીક બ્રાઇટનેસ 3000 નિટ્સ સુધી પહોંચી જાય છે, જે ફોન (2a) કરતા 131% વધારે છે.
નથિંગ OS:
નથિંગ OS 3.1 એ સ્થિરતા, ઉપયોગિતા અને કસ્ટમાઇઝેશન માટે તૈયાર કરાયેલ ઝડપી, સરળ પાયો છે, જે એન્ડ્રોયડ 15ની સાથે બનાવવામાં આવ્યું છે – નથિંગ ગેલેરી, કેમેરા અને વેધર એપ્સમાં પણ અપડેટ્સ કરવામાં આવ્યા છે. ફોન (3a) સિરીઝને 6 વર્ષ માટે અપડેટ્સ મળશે, જયારથી ડિવાઇસ પહેલી વખત nothing.tech પર ઉપલબ્ધ થયું ત્યારથી આમાં સુધારાત્મક અને કાર્યક્ષમતા અપડેટ્સ ઉપરાંત ત્રણ વર્ષનાં એન્ડ્રોયડ અપડેટ્સ અને છ વર્ષનાં સિક્યોરિટી અપડેટ્સનો સમાવેશ થાય છે.
એસેન્શિયલ સ્પેસ:
એસેન્શિયલ સ્પેસ નોટ્સ, વિચારો અને પ્રેરણાઓ માટેનું એક નવું, AI-સંચાલિત હબ છે. લોગિંગ અને રિકોલ કરવાની મુશ્કેલીને દૂર કરતા, તે કેપ્ચર, પ્રોસેસ અને યાદ રાખી શકે છે. તદન બીજી મેમેરીની જેમ. નવી એસેન્શિયલ કી સાથે એસેન્શિયલ સ્પેસ હંમેશા એક ક્લિકના અંતર પર છે. એસેન્શિયલ કી ફોન (3a) સીરીઝની જમણી બાજુએ છે. એસેન્શિયલ સ્પેસ પર કન્ટેન્ટ કેપ્ચર કરવા અને મોકલવા માટે એસેન્શિયલ કી દબાવો, વૉઇસ નોટ રેકોર્ડ કરવા માટે લોન્ગ-પ્રેસ કરો અને તમે બધા સેવ કરેલા કંટેંટ પર સીધા જવા માટે બે ડબલ- ટેપ કરો.
Availability and Pricing:
Phone (3a) will be available in Black, White, and Blue colour
8+128 GB – ₹22,999 (Including bank offers)
8+256 GB – ₹24,999 (Including bank offers)
Phone (3a) Pro will be available in Grey and Black colour
8+128 GB – ₹27,999 (Including bank offers)
8+256 GB – ₹29,999 (Including bank offers)
12+256 GB – ₹31,999 (Including bank offers)
Partner Banks: HDFC Bank, IDFC Bank, OneCard
Day 1 exchange offer: ₹3000 additional exchange offer shall be valid across all the variants of both Phone (3a) and Phone (3a) Pro for customers purchasing Phone (3a) Series on Day 1 at Flipkart, Croma, Vijay Sales and leading retail stores.
Availability:
The Phone (3a) will go on sale via Flipkart, Flipkart Minutes, Vijay Sales, Croma and all leading retail stores starting from 11 March
The Phone (3a) Pro will go on sale via Flipkart and Flipkart Minutes starting from 11 March.The Flipkart deliveries and sales on Vijay Sales, Croma and all leading retail stores will start from 15 March.