Amdavad Post
અવેરનેસગુજરાતગુજરાત સરકારજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મીઓએ લીધા એકતા શપથ

આણંદ ૩૧ ઓકટોબર ૨૦૨૪: દેશની એકતા અને અખંડિતતા કાજે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે ૩૧, ઓકટોબરના દિવસને પ્રતિ વર્ષ “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

આ રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં કાર્યરત અધિકારી-કર્મચારીઓ દ્વારા એકતા શપથ લેવામાં આવ્યાં હતાં.

જે અન્વયે આણંદ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવિણ ચૌધરીની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના અધિકારી તથા કર્મચારીઓએ એકતા શપથ લીધા હતા.

આ ઉપરાંત જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે, પ્રાંત કચેરી, જિલ્લાની મામલતદાર કચેરી, ફુડ એન્ડ ડ્રગ્સ, સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ ઓફિસ, માર્ગ અને મકાન વિભાગની કચેરી, જિલ્લા રોજગાર કચેરી, સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી સિંચાઇ વિભાગ,આંકલાવ નગરપાલિકા, બોરીયાવી નગરપાલિકા, નશાબંધી અને આબકારી કચેરી, સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, જિલ્લા માહિતી કચેરી સહિતની જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા શપથ લીધા હતાં.

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં સેમસંગ હેલ્થ માટે નવું મેડિકેશન્સ ટ્રેકિંગ ફીચર રજૂ કરાયું

amdavadpost_editor

ઇમેજિકાવર્લ્ડ એન્ટરટેઇનમેન્ટએ પ્રથમ ત્રિમાસિક (Q1) માં આવકમાં 1.7 ગણી વૃદ્ધિ સાથે રૂ. 184 કરોડનો નફોદર્શાવ્યો

amdavadpost_editor

ગુજરાતમાં પ્રથમવાર ઝુપડપટ્ટીના બાળકોએ ભેગા થઈ 3 રોકેટ બનાવ્યા અને સફળ પરીક્ષણ કર્યું

amdavadpost_editor

Leave a Comment