Amdavad Post
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

પીએનબી મેટલાઈફે યુલિપ્સની ઓફરો વિસ્તારતાં પીએનબી મેટલાઈફ નિફ્ટી 500 મોમેન્ટમ 50 ઈન્ડેક્સ ફંડ રજૂ કર્યું

મુંબઈ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્શ્યુરન્સ કંપની લિમિટેડ (પીએનબી મેટલાઈફ) દ્વારા તેની યુનિટ લિંક્ડ ઈન્શ્યુરન્સ પ્લાન્સ (યુપિલ્સ) ઓફરમાં નવો ઉમેરો પોતાનું નવું ઈન્ડેક્સ- આધારિત ફંડ ઉમેરો પીએનબી મેટલાઈફ નિફ્ટી 500 મોમેન્ટમ 50 ઈન્ડેક્સ ફંડ (ફંડ રજૂ કર્યું છે.

ફંડ પોલિસાધારકને નિફ્ટી 500 ઈન્ડેક્સમાં ટોચના 50 ઉચ્ચ ગતિશીલ શેરોની કામગીરીનું પગેરું રાખીને બજારની ગતિ પર લાભ લેવામાં મદદ કરીને તેમને લાંબા ગાળાનાં નાણાકીય લક્ષ્યો અને જીવન રક્ષણ હાંસલ કરવા માટે માધ્યમ આપે છે.

નવું ફંડ 15મી ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરી, 2025 સુધી સબ્સ્ક્રિપ્શનના સમયગાળા દરમિયાન યુનિટ દીઠ રૂચ 10ની આરંભિક યુનિટ કિંમતે ઉપલબ્ધ થશે. આ ફંડ પીએનબી મેટલાઈફના યુલિપ પ્લાન્સ, સ્માર્ટ પ્લેટિનમ પ્લસ (UIN: 117L125V05), ટ્યુલિપ (UIN: 117L136V02), ગોલ એન્શ્યોરિંગ મલ્ટીપ્લાયર (UIN: 117L133V05) અને મેરા વેલ્થ પ્લાન (UIN:117L098V07) હેઠળ ઉપલબ્ધ છે. 28મી ફેબ્રુઆરી પછી જારી કરવામાં આવનારી પોલિસીઓ માટે જારી કર્યાના દિવસે પ્રવર્તમાન એનવીએ લાગુ થશે.

ફંડ પોલિસીધારકોને 6 અને 12 મહિનાના સમયગાળામાં મજબૂત કિંમતની કામગીરી દર્શાવનારી કંપનીઓ પાસેથી માર્કેટ- લિંક્ડ વળતરો પ્રાપ્ત કરવા પોલિસીધારકોને તક પૂરી પાડશે. તે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ્સમાં સન્મુખતા આપે છે. શેરો ગતિ પ્રેરિત માપદંડને આધારે પસંદ કરાય છે અને ઉત્ક્રાંતિ પામતા બજારના પ્રવાહો પ્રદર્શિત કરવા માટે અર્ધવાર્ષિક ધોરણે પુનઃસંતુલન કરાય છે.

પીએનબી મેટલાઈફના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર સંજય કુમારે જણાવ્યું હતું કે, “પીએનબી મેટલાઈફ નિફ્ટી 500 મોમેન્ટમ 50 ઈન્ડેક્સ ફંડ બજારના પ્રવાહો માટે માળખાબદ્ધ અભિગમ ચાહનારા ગ્રાહકો માટે તૈયાર કરાયું છે. સક્ષમ હતિ સાથેના શેરો પર ધ્યાન કેન્દ્રિત કરીને આ ફંડ શિસ્તબદ્ધ અને પારદર્શક રોકાણ વ્યૂહરચના થકી લાંબે ગાળે સંપત્તિ નિર્માણ કરવાનું અભિમુખ બનાવે છે.’’

ફંડનું લક્ષ્ય પેસિલ વ્યૂહરચનામાં વધતી રુચિનો લાભ લેવાનું છે, જે ગતિશીલ રીતે બજારની વધઘટને આધારે સમાયોજિત થઈને પોલિસીધારકોને બજારમાં ચક્રિય શિફ્ટ્સમાંથી પસાર થવામાં મદદ કરે છે. ડિસેમ્બર 2024ના રોજ બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં 35 ટકા લાર્જ કેપ, 50 ટકા મિડ કેપ અને 15 ટકા સ્મોલ કેપ શેરોનો સમાવેશ થાય છે, જેથી લાંબે ગાળે સંપત્તિ નિર્માણ માટે ઉત્તમ ડાઈવર્સિફાઈડ પોર્ટફોલિયોની ખાતરી રાખે છે.

આ પહેલ જીવન વીમા સમાધાન સાથે ઉચ્ચ કામગીરી કરતી બજાર સાથે કડી ધરાવતાં વળતરો પ્રદાન કરવાના પીએનબી મેટલાઈફના ટ્રેક રેકોર્ડ પર નિર્માણ કરાઈ છે. પીએનબી મેટલાઈફ ફંડ્સે વિવિધ શ્રેણીઓમાં ઉદ્યોગ અવ્વલ વળતરો ઊપજાવ્યાં છે.

Related posts

મીરાએ એસેટ કેપિટલ માર્કેટસ એ 100% બ્રોકરેજ શેરિંગ સાથે બિઝનેસ પાર્ટનર (અધિકૃત ભાગીદાર) પ્રોગ્રામ શરૂ કર્યો છે

amdavadpost_editor

અનકન્ડિશનલ ફેઇથ-એટલે કે બેશર્ત શ્રદ્ધા એ જ ભરોસો

amdavadpost_editor

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર 31 ઓક્ટોબરથી 04 નવેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે

amdavadpost_editor

Leave a Comment