ગુજરાત, અમદાવાદ 07મી જાન્યુઆરી 2025: ભારતના ગ્રામ્ય વિસ્તારમાં, જ્યાં પરંપરા અને સંકલ્પ એકઠા થાય છે, ત્યાં એક મૌન ક્રાંતિ શરૂ થઈ છે. પ્રોજેક્ટ આરોહન, જે શક્તિકરણનો એક દીવો છે, જે સ્થાનિક પ્રતિભાને વધારવાની અને સમુદાયોને સીમાઓથી પર સ્વપ્ન જોવાની તક આપે છે. આ પ્રોજેક્ટ ટાટા પાવર દ્વારા સમર્થિત છે અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા અમલમાં મુકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ કચ્છના માંડવી અને મુન્દ્રા બ્લોકના પછાત વિસ્તારોમાં અમલમાં મુકવામાં આવ્યો છે.
પ્રોજેક્ટ આરોહનનો અભિગમ સર્વગ્રાહી છે, જેમાં કૌશલ્ય પ્રશિક્ષણને વ્યવહારિક અનુભવની સાથે જોડવામાં આવે છે. એન્ટરપ્રેન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ (EAPs) દ્વારા 275 વ્યક્તિઓને જાગૃત કરવામાં આવ્યા છે, અને તેમનામાં ઉદ્યોગિક માનસિકતા વિકસાવવામાં આવી છે. તેમજ 196 લાભાર્થીઓએ માઇક્રો-સ્કિલપ્રેન્યુરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ (MSDPs) દ્વારા અદ્યતન માછીમારી તકનીકો, મૂલ્યવર્ધિત ઉત્પાદનો અને હસ્તકલામાં પોતાની કુશળતામાં વધારો કર્યો છે.
પ્રોજેક્ટની અનોખી પદ્ધતિમાં ઔદ્યોગિક મુલાકાતો, નેટવર્કિંગની તકો અને મૂલ્ય-વર્ધિત ઉત્પાદન નિર્માણ જેવી અદ્યતન તકનીકોમાં વ્યવહારિક તાલીમનો સમાવેશ થાય છે, જેમાં મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા શહેરોમાં પ્રદર્શનો દ્વારા ટકાઉ પ્રથાઓ અને બજાર જોડાણ પર ભાર મૂકવામાં આવે છે. ગ્રીન પ્રેક્ટિસ પર ધ્યાન કેન્દ્રિત કરીને અને સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને, પ્રોજેક્ટ આરોહનએ સુનિશ્ચિત કરે છે કે ઉદ્યોગો માત્ર ટકાઉ જ નહીં પરંતુ “વોકલ ફોર લોકલ” ના સિદ્ધાંતોને પણ પ્રતિબિંબિત કરે છે.
“પ્રોજેક્ટ આરોહન એ માત્ર એક પહેલ નથી; પરંતુ આ એક અંદોલન છે જે આશા પ્રેરિત કરે છે. ટાટા પાવર એ કૌશલ્ય વિકાસ અને એન્ટરપ્રાઇઝ સર્જન અંગેના જ્ઞાનને સંયોજિત કરી કારીગરો, ખેડૂત અને માછીમારો માટે પોતાની ક્ષમતાને પ્રદર્શિત કરવા માટે એક મંચ બનાવવાનો વિચારપૂર્વક પ્રયાસ કર્યો છે. આ પ્રોજેક્ટની ભાવના ‘આત્મનિર્ભર ભારત’ના ભાવના સાથે ઊંડી રીતે જોડાયેલી છે, જે દરેક પાસાઓમાં આત્મનિર્ભરતા અને સ્થિરતાને પ્રોત્સાહિત કરે છે.” – ડૉ. રમન ગુજરાલ, પ્રોફેસર અને ડાયરેક્ટર- ડિપાર્ટમેન્ટ્સ ઓફ પ્રોજેક્ટ્સ – કોર્પોરેટ, ઇડીઆઈઆઈ.
મોતી ખાખર ગામની પહેલી પેઢીના ઉદ્યોગસાહસિક હીરાબેન દેવધભાઈ ગઢવી દ્રઢ સંકલ્ય અને સખત પરિશ્રમનું પ્રતિક છે. પ્રોજેક્ટ આરોહનની મદદથી તેમણે શિવાય હેન્ડવર્કની સ્થાપના કરી, જે 16 મહિલાઓને રોજગારી આપતું સામૂહિક સાહસ છે. MSDP એ હીરાબેનને તેમની બ્રાન્ડ વિકસાવવામાં મદદ કરી અને તેમના વ્યવસાયને ટકાવી રાખવા માટે તેમને આવશ્યક માર્કેટિંગ કૌશલ્યોથી સજ્જ કર્યા.
મુંબઈમાં તેમનું પ્રથમ પ્રદર્શન માત્ર એક સીમાચિહ્નરૂપ ન હતું પરંતુ તેમની સફરની ઉજવણી હતી – એક એવી ક્ષણ જ્યારે તેમની હસ્તકલા ઉત્પાદનોને તેમના ગામથી દૂર પ્રશંસા મળી. હીરાબેનના જણાવ્યા અનુસાર, શિવાય હેન્ડવર્ક માત્ર એક કંપની કરતાં એ વાતનું પ્રતિક છે કે મહિલાઓ યોગ્ય સંસાધનો અને પ્રોત્સાહન મળે તો તે ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે.
પ્રોજેક્ટ આરોહન હેઠળ 190 થી વધુ મહિલા કારીગરો નવી ઊંચાઈઓ સર કરી રહી છે, તેમને તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા અને તેમની હસ્તકલાને નિખારવા માટે મદદ કરવામાં આવી રહી છે. છ નવા સમુદાયની આગેવાની હેઠળના સાહસોની સ્થાપના કરવામાં આવી છે અને નિષ્ણાતોના માર્ગદર્શનમાં પાંચ નવીન હસ્તશિલ્પ પ્રોડક્ટ વિકસિત કરવામાં આવી છે, જે ગુણવત્તા અને નવીનતા પ્રત્યે પ્રોજેક્ટની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ પરિવર્તન ક્ષણિક નથી – તે લાંબા ગાળા માટે બનાવવામાં આવ્યું છે. આ સાહસોને સતત સહાયતા પ્રદાન કરવા માટે એક સામાન્ય સુવિધા કેન્દ્રની યોજના બનાવામાં આવી રહી છે, જેથી કરીને તેઓ એ ખાતરી કરી શકે કે તેઓ સ્પર્ધાત્મક બજારમાં સફળ થાય.
પ્રોજેક્ટ આરોહન લોકોના જીવનને સતત પ્રભાવિત કરે છે અને તે એ વાતનું ઉદાહરણ છે કે જ્યારે સમુદાયોને વિકાસની તક આપવામાં આવે ત્યારે તે ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે – માત્ર વ્યક્તિઓને સશક્તિકરણ જ નહીં પરંતુ સમગ્ર પરિવારો, સમુદાયો, ઉદ્યોગો અને અર્થવ્યવસ્થાઓને ઉપર ઉઠાવે છે. આ પ્રોજેક્ટ એક એવા ભવિષ્યના નિર્માણ માટે આશા, સ્થિતિસ્થાપકતા અને સંભાવનાની ચળવળ છે જ્યાં દરેક સ્વપ્નને ખીલવાની તક મળે છે.