કવાસર ઇન્ડિયા લિમિટેડનો રાઈટ ઈશ્યુ 48.81 કરોડ રૂપિયાનો 20ડિસેમ્બર 2024ના રોજ ખૂલ્યો છે અને 17મી જાન્યુઆરી 2025ના રોજ બંધ થશે. કંપનીની સ્થાપના વર્ષ 1979માં થઇ હતી. ક્વાસર ઈન્ડિયા લિમિટેડ ઘઉં, ચોખા, મકાઈ, શાકભાજી, કેપ્સિકમ, ડુંગળી, ટામેટા, બટાટા અને અન્ય કૃષિ ઉત્પાદનો એટલે કે, કૃષિ કોમોડિટીના વેપારમાં જોડાયેલી છે. કંપની કૃષિ ઉત્પાદનોને એડવાન્સ પેમેન્ટ્સ અથવા સહમત શરતોના માધ્યમથી ખરીદે છે તેમજ તેને વિતરક નેટવર્કના માધ્યમથી વેચે છે, ખેડૂતો અને જથ્થાબંધ વિક્રેતાઓ / છૂટક વિક્રેતાઓ સાથે મજબૂત સંબંધો બનાવે છે. શરૂઆતમાં કંપની વિવિધ પેપર પ્રોડક્ટસના વેપાર અને મેન્યુફેકચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી, પરંતુ થોડા સમય બાદ તેનો વ્યવસાય સ્થાનિક અને વૈશ્વિક સ્તર પર કેટલાંય ઉદ્યોગોમાં વ્યાપક વેપાર, માર્કેટિંગ અને પુરવઠો પૂરો પાડવા માટે વિકસિત થયો અને કંપનીએ આ દિશામાં નામના મેળવી.
કંપની પાસે ટોચના મેનેજમેન્ટથી લઈને સ્થાનિક એક્ઝિક્યુટિવ્સ સુધીની એક યોગ્ય, ગ્રાહક-લક્ષી વ્યવસાયને આગળ ધપાવીને ઉંચાઈઓ સુધી લઈ જતી ટીમ છે. 31 માર્ચ 2023 થી 31 મી માર્ચ 2024 ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ વચ્ચે ક્વાસર ઈન્ડિયા લિમિટેડની આવકમાં 739%નો વધારો થયો અને કર પછીના નફા (PAT)માં 58% વૃદ્ધિ થઇ છે. જે કંપનીની સફળતાને દર્શાવે છે.
ક્વાસર ઇન્ડિયા રાઇટ્સ ઇશ્યૂ 2024ની વિગત જોવા જઈએ તો, ઇશ્યૂ 20ડિસેમ્બર, 2024 થી 17 જાન્યુઆરી , 2025 સુધી ખુલ્લો રહેશે. જેનું સિક્યોરિટી નામ ક્વાસર ઈન્ડિયા લિમિટેડ છે, ઈશ્યુ સાઈઝ (શેર): 42,82,00,000, ઈશ્યુની સાઈઝ (રકમ) ₹48.81 કરોડ, ઈશ્યૂ પ્રાઈસ : ₹1.14 પ્રતિ શેર અને ફેસ વેલ્યુ: ₹1 પ્રતિ શેર રહેશે.
લિસ્ટિંગ BSE ખાતે રહેશે, તેમજ ચુકવણીની શરતોની વાત કરીએ તો ઇક્વિટી શેર દીઠ રૂ. 1.14/-ની ઇશ્યૂ કિંમત અરજી સમયે ચૂકવવાપાત્ર રહેશે. એન્ટિટેલિમેન્ટ્સ રેકોર્ડ તારીખે રાખવામાં આવેલા દરેક 1 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર માટે 8 રાઇટ્સ ઇક્વિટી શેર છે.
ક્વાસર ઈન્ડિયા રાઈટ્સ ઈશ્યૂ 2024 ઈશ્યૂનું સમયપત્રકની વાત કરવામાં આવે તો શેર ખરીદવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર, 2024 હતી તેમજ રેકોર્ડ તારીખ 11 ડિસેમ્બર 2024 રહી હતી તેમજ ક્રેડિટ ઓફ રાઇટસ એન્ટિટેલિમેન્ટ્સની તારીખ 20 ડિસેમ્બર 2024 તથા બિડ/ઓફર ખૂલવાની તારીખ 20 ડિસેમ્બર, 2024 હતી. રેણુન્સીએશન ઓફ રાઈટ્સ એન્ટિટેલિમેન્ટ્સની તારીખ 13 જાન્યુઆરી 2025 રહેશે. બિડ / ઓફર બંધ થવાની તારીખ 17 જાન્યુઆરી 2025 રહેશે. ડીમ્ડ ડેટ ઓફ એલોટમેન્ટની તારીખ 22 જાન્યુઆરી 2025 અને ક્રેડિટ તારીખ 24 જાન્યુઆરી 2025રહેશે તથા લિસ્ટિંગ તારીખ 31 જાન્યુઆરી 2025 રહેશે.
જાહેરખબર: આ પ્રેસ રિલીઝ ફક્ત માહિતી માટે છે. શેરહોલ્ડર્સને સત્તાવાર ઓફર દસ્તાવેજો અને તેમના નાણાકીય સલાહકાર સાથે પરામર્શ કરવા સલાહ આપવામાં આવે છે.