માનસ હરિભજન મહેશ એન.શાહ દિવસ-૧ તા-૨૧ ડીસેમ્બર
યત્ન વગર પરમાત્મામાં મન લાગી જાય એ ભજન છે.
ભજન જ્યારે સત્ય બને છે એ જ વખતે જગત સપનું લાગે છે.
અનુભવ એને કહે છે જે કહી શકાય,અનુભૂતિ એ છે જે શબ્દોમાં રજૂ કરી શકાતી નથી.
ભજન બત્રીસ લક્ષણું હોવું જોઈએ.
દરેક વ્યાખ્યા અને દરેક ભાષ્ય સત્યને થોડું કમજોર કરી નાંખે છે.
ઉડાન કેટલી પણ હોય હરિભજન ન હોય તો ક્લેશ નહીં જાય.
કથાબીજ પંક્તિ:
ઉમા કહઉં મૈં અનુભવ અપના;
સત હરિ ભજનુ જગત સબ સપના
-અરણ્યકાંડ
નિજ અનુભવ અબ કહઉં ખગેસા;
બિનુ હરિ ભજન ન જાહિં કલેસા.
-ઉત્તરકાંડ
કથાક્રમની ૯૪૮મી રામકથાનાં આરંભે તંજાવુર(તમિલનાડુ) ખાતેથી મનોરથી પરિવારની દીકરી નૌમી તથા સ્નેહી કાંતિભાઇ દ્વારા વિશ્વનું સૌથી મોટું ગર્ભગૃહ અને મોટામાં મોટા શિવલિંગ ધરાવતા શિવમંદિર વિશે કહી સૌનું સ્વાગત થયું.
જેની ત્રણ-ત્રણ પેઢીઓ વ્યાસપીઠને પૂર્ણપણે સમર્પિત છે એવો મનોરથી પરિવાર-રમાશંકર બાજોરિયા પરિવાર,એક વખત જ્યાં રમાભૈયા બેસતા,પછી શુભોદય,ને હવે એના પુત્ર અભ્યુદય પણ એટલા જ સમર્પિત છે.
આરંભે બાપુએ કહ્યું કે સ્વાભાવિક થોડીક સ્મૃતિઓ કૈલાસવાસી,વૃંદાવનવાસી રમાશંકરભાઈ અને ચિત્રકૂટવાસી શુભોદય બંનેની ચેતના તરફ અંજલિના રૂપમાં પ્રગટ થાય છે.રમાભાઈ આ શોધતા કે બાપુની કથા ક્યાં કરવી!શુભોદય પણ એના જ માર્ગ ઉપર ચાલ્યો.એક વખત ગીરના જંગલમાં થોડાક લોકો સાથે રમાભાઈ સાથે ઘૂમતા હતા એ વખતે એણે કહેલું કે માનસ ભજન પર ક્યારેક કહેશો અને એ સ્મૃતિ અહીં શ્રદ્ધાંજલિ,તર્પણ,સમર્પણંના રૂપમાં શિવજીના ધામમાં અર્પણ કરીએ છીએ.
જોકે આ બધું જ ભજન છે પણ ભજન માટે ચાર વસ્તુ જરૂરી છે:આપણા મનમાં બધા તરફ હીત હોય,આપણું ચિત્ત નિર્વિકાર હોય,કોઈ પ્રતિ દ્વૈષ, ઈર્ષા રાગ કે પાખંડ ના હોય,ભક્તિ અને પ્રેમ બંનેમાં સાધકની દ્રઢતા હોય તથા ભગવદીય નિયમ એકરસ હોય-આ હોય ત્યારે રામ દ્રવીભૂત થાય છે અને માણસ ભજનના માર્ગ પર ચાલી નીકળે છે.
પાંચ વસ્તુમાં યત્ન વગર મન લાગે છે:શરીર,ઘર, બાળકો,ધનસંપદા અને સ્ત્રી.એવી જ રીતે વગર પ્રયત્નને પરમાત્મામાં મન લાગી જાય એ ભજન છે. રામચરિતમાનસમાં ભજનના સાધન પણ બતાવ્યા છે પણ સ્વાભાવિક રામચરણમાં મન લાગે એ ભજન છે.પ્રેમ અને ભક્તિમાં થોડું અંતર છે:ભક્તિ પરમાત્માની થાય છે, પ્રેમ ઇન્સાનો સાથે થાય છે. શબ્દ ભેદને કારણે ભાવભેદ સંભવ છે.
તુલસી કહે છે સંસારથી લોકો પ્રેમ કરે અને આપણી ભક્તિ દ્રઢ થાય,ભગવદીય નિયમ એકરસ બની જાય સમજું છો કે ભજન પર બોલી ન શકાય તો પણ કહ્યા વગર રહી શકાતું નથી અહીં.
બંને પંક્તિમાં એક અરણ્યકાંડની જેમાં શિવ પાર્વતિને કહે છે અને બીજી પંક્તિ ઉત્તર કાંડમાં કાગભુશુંડી ગરુડ સામે આ પ્રસંગ ઉઠાવે છે. રામચરિત માનસમાં ૩૨ વખત ભજન શબ્દ આવ્યો છે.ભજન બત્રીસ લક્ષણું હોવું જોઈએ.
વારંવાર કહીશ કે ભજન અવ્યાખ્યાયિત છે તો પણ ભજનની કદાચ આ ૩૨ વ્યાખ્યા છે.દરેક વ્યાખ્યા અને દરેક ભાષ્ય સત્યને થોડું કમજોર કરી નાંખે છે સાતે કાંડમાં ભજન શબ્દ છે,પણ સૌથી વધારે ઉત્તરકાંડમાં છે.એનો મતલબ ઉત્તરાવસ્થામાં ભજન વધુ માત્રામાં હોવું જોઈએ.
આટલી બધી કથાઓ કરી,સાંભળી હવે ભજન વધવું જોઈએ.
અહીં શબ્દોનો ક્રમ જુઓ!સત હરિભજન-સાધકનું ભજન જ્યારે સત્ય બને છે એ જ વખતે જગત સપનું લાગે છે.આવી જાગૃતિ એ સાધકનો અનુભવ છે.અનુભવ એને કહે છે જે કહી શકાય,અનુભૂતિ એ છે જે શબ્દોમાં રજૂ કરી શકાતી નથી.
અહીં શિવ બોલે છે,શિવ સત્ય છે,હરિભજન સત્ય છે આવી પ્રતીતિ થાય ત્યારે જગત સપનું લાગે છે. અને આવો અનુભવ કરી લેવો જોઈએ.બ્રહ્મથી ઊંચું કોઈ નથી પણ છતાંય કહેવા દો સાધુ સૌથી ઊંચો છે આ બંને પંક્તિ રામચરિત માનસે આપણને આપેલી પાદુકા છે.
જે સ્થાન પ્રેમનું વર્ધન કરે સંસ્કૃતમાં એને પીઠ કહે છે પાર્વતીનાં ત્રણ નામ-ઉમા,અંબિકા અને ભવાની એમાં મહત્વના પ્રસંગ પર ઉમા સંબોધન કરે છે. મહાભારતમાં આઠ પ્રકારના શસ્ત્ર બતાવ્યા જે બીજાને નહીં ખુદને મારે છે:કામ,ક્રોધ,લોભ,કલેશ આદિ.ઉડાન કેટલી પણ હોય હરિભજન ન હોય તો ક્લેશ નહીં જાય.ક્લેશનાં ત્રણ કેન્દ્ર:કાયિક,માનસિક અને સાંસારિક છે.
એ પછી મંગલાચરણ અને ગ્રંથ મહાત્મ્યની વાત કરતા સાત કાંડમાંથી પ્રથમ કાંડનાં શ્લોક તેમજ ચોપાઈ અને સોરઠાઓ દ્વારા વિવિધ પ્રકારની વંદના પ્રકરણમાં તેમજ પંચદેવની ઉપાસનાની પવિત્ર, પ્રવાહી પરંપરામાં ગુરુવંદના તથા હનુમંત વંદનામાં બાપુ લઈ ગયા
શેષ-વિશેષ:
તંજાવુરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ:
તંજાવુર (તાંજૌર તરીકે પણ ઓળખાય છે)એ ભારતના તમિલનાડુ રાજ્યનું એક શહેર છે,જે તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને નોંધપાત્ર ધાર્મિક મહત્વ માટે પ્રખ્યાત છે.
હિંદુ ધર્મ
૧-બૃહદીશ્વર મંદિર:યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ,આ ભવ્ય મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તે ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક છે.
૨-શૈવ કેન્દ્ર તરીકે તંજાવુર:તંજાવુર સદીઓથી શૈવવાદ (ભગવાન શિવની ઉપાસના) માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે,જેમાં ઘણા અગ્રણી શૈવ સંતો અને વિદ્વાનો આ પ્રદેશના છે.
અન્ય ધર્મો
૧૦*ખ્રિસ્તી ધર્મ*:તંજાવુરમાં નોંધપાત્ર ખ્રિસ્તી વસ્તી છે, આ શહેર ૧૭મી અને ૧૮મી સદીમાં ખ્રિસ્તી મિશનરી કાર્ય માટે મહત્વપૂર્ણ કેન્દ્ર હતું.
૨-ઈસ્લામ:શહેરમાં તંજાવુર મસ્જિદ સહિત અનેક ઐતિહાસિક મસ્જિદો સાથે મોટી મુસ્લિમ વસ્તી પણ છે.
તહેવારો અને ઉજવણીઓ:
૧૦*મહા શિવરાત્રી*:બૃહદીશ્વર મંદિર મહા શિવરાત્રી,એક મુખ્ય હિન્દુ તહેવાર,ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવે છે.
૨૦*તંજાવુર ત્યાગરાજા આરાધના*: આ વાર્ષિક સંગીત ઉત્સવ સુપ્રસિદ્ધ કર્ણાટક સંગીતકાર સંત ત્યાગરાજાનું સન્માન કરે છે.
સાંસ્કૃતિક મહત્વ:
1.કર્ણાટકીય સંગીત:તંજાવુરને કર્ણાટિક સંગીતના કેન્દ્રોમાંનું એક ગણવામાં આવે છે,જેમાં ઘણા પ્રખ્યાત સંગીતકારો અને સંગીત સર્જકો આ પ્રદેશના છે.
૨-તંજાવુર પેઇન્ટિંગ:આ શહેર તેની પરંપરાગત પેઇન્ટિંગ્સ માટે પ્રખ્યાત છે,જે તેમની જટિલ ડિઝાઇન અને વાઇબ્રન્ટ રંગો માટે જાણીતું છે.