- કાનૂની, ટેક, હેલ્થકેર સેકટરની કંપનીઓ ટોચના 15 માંથી 10 સ્થાનો પર કબજો કર્યો
- 15 મિડસાઇઝ કંપનીઓમાંથી 14 મુંબઈ (4), દિલ્હી-NCR (4), હૈદરાબાદ (3) અને બેંગલુરુ (3) માં આવેલ છે
ભારત ૧૫ એપ્રિલ ૨૦૨૫: વિશ્વના સૌથી મોટા પ્રોફેશનલ નેટવર્ક, લિંક્ડઇન દ્વારા આજે ભારત માટે 2025ની ટોચની મિડસાઇઝ કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વૈશ્વિક સ્તરે 5,000 થી ઓછા કર્મચારીઓ ધરાવતી 15 કંપનીઓ અને ભારતમાં ઓછામાં ઓછા 250 કર્મચારીઓનો સમાવેશ થાય છે, જ્યાં પ્રોફેશનલ તેમની કારકિર્દી બનાવી અને વિકાસ કરી શકે છે. પ્લેટફોર્મ પર લાખો પ્રોફેશનલની પ્રવૃત્તિના આધારે આ યાદી માંગમાં રહેલી કુશળતા, ટોચના સ્થાનો અને આ કંપનીઓમાં સૌથી મોટા નોકરી કાર્યો અંગે માહિતી પ્રદાન કરે છે, જેનાથી નોકરી શોધનારાઓને તેમની આગામી તક શોધવામાં મદદ મળે છે.
લિંકડઇનના આઠ સ્તંભો – જેમાં આગળ વધવાની ક્ષમતા, કૌશલ્ય વિકાસ, બાહ્ય તક અને કંપની પ્રત્યે આકર્ષણનો સમાવેશ થાય છે – આંકડાઓ પરથી તૈયાર કરવામાં આવેલ આ યાદીમાં એવી સંસ્થાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જે પ્રતિભામાં રોકાણ કરી રહી છે અને સ્પર્ધાત્મક નોકરી બજારમાં સક્રિય રીતે ભરતી કરી રહી છે.
ખેતાન એન્ડ કંપની (#1) આ વર્ષની યાદીમાં સૌથી આગળ છે, ત્યારબાદ મેકમાયટ્રિપ (#2) અને શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કંપની (#3) આવે છે, જે સમગ્ર ભારતમાં કારકિર્દીની તકો ઊભી કરવામાં કાનૂની અને ટ્રાવેલ સેકટરની તાકાતને દર્શાવે છે. તેઓ વકીલ, લીગલ એસોસીએટ, એકાઉન્ટ મેનેજર અને બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર જેવી ભૂમિકાઓ માટે ભરતી કરી રહ્યા છે, જેમાં બંધારણીય કાયદો, ટ્રાવેલ મેનેજમેન્ટ અને રેવન્યુ એનાલિસિસ જેવી કૌશલ્યની મજબૂત માંગ છે. મોટાભાગની ભરતી મુંબઈ, ગુરુગ્રામ અને દિલ્હી-NCR માં કેન્દ્રિત છે.
લિંક્ડઇન કેરિયર એક્સપર્ટ અને ઇન્ડિયા સિનિયર મેનેજિંગ એડિટર, નિરજિતા બેનર્જીએ જણાવ્યું હતું કે, “આ વર્ષની યાદી એવી કંપનીઓમાં વિકાસની તકો પર પ્રકાશ પાડે છે જ્યાં ટીમો નાની છે, ભૂમિકાઓ વ્યવહારુ છે અને પ્રત્યક્ષ વ્યવસાયિક અસર ઉભી કરવાની શક્યતાઓ પુષ્કળ છે. 15 કંપનીઓમાંથી 14 કંપનીઓનું હેડક્વાર્ટર મુંબઈ, દિલ્હી-એનસીઆર, બેંગલુરુ અને હૈદરાબાદમાં છે. મુંબઈ અને દિલ્હી-એનસીઆરમાં કાયદાકીય પેઢીઓ સક્રિયપણે કાનૂની પ્રતિભાઓને કામ પર રાખી રહી છે, બેંગલુરુ સોફ્ટવેર ટેસ્ટિંગ અને AI એપ્લિકેશન ભૂમિકાઓ માટે ભરતી કરી રહ્યું છે, અને હૈદરાબાદ ફાર્મા, સેમિકન્ડક્ટર અને મીડિયા કામગીરીમાં માંગ વધારી રહ્યું છે. ડોમેન નોલેજ, ટેકનિકલ એક્સપર્ટાઇઝ અને મજબૂત સંદેશાવ્યવહાર અને સમસ્યાનું નિરાકરણ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ જે આ ક્ષેત્રોમાં કાપ મૂકે છે તેમને આ મિડસાઇઝ કંપનીઓમાંથી કોઇ એકમાં નોકરી મેળવવામાં ફાયદો થશે.”
આ યાદી દર્શાવે છે કે મિડસાઇઝ કંપનીઓ દવાની શોધ, હેલ્થકેર ટેકનોલોજી અને કન્ઝયુમર રિટેલ જેવા સેકટર-વિશિષ્ટ ક્ષેત્રોમાં કારકિર્દીની તકો પૂરી પાડી રહ્યા છે. એરાગેન લાઇફ સાયન્સિસ (#4) જીનેટિક એન્જિનિયરિંગ અને ફાર્માસ્યુટિકલ મેન્યુફેકચરિંગ કૌશલ્ય ધરાવતા પ્રોફેશલોની ભરતી કરી રહી છે, જ્યારે ટ્રાઇકોગ હેલ્થ (#7) બાયોમેડિકલ એન્જિનિયરિંગ અને પબ્લિક હેલ્થમાં કુશળતાની જરૂર હોય તેવી ભૂમિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નાઇકા (#5) રિટેલ, કોસ્મેટોલોજી અને કન્સેપ્ચ્યુઅલ આર્ટમાં તકો ઊભી કરી રહી છે, જેમાં બ્યુટી એડવાઇઝર, બ્રાન્ડ મેનેજર અને શોપ મેનેજરનો સમાવેશ થાય છે.
લિંક્ડઇન યાદી મુજબ, સાસ્કેન ટેકનોલોજી (#9) અને મોસચિપ (#13) જેવી કંપનીઓ એન્જિનિયરિંગ અને ડિઝાઇનમાં કારકિર્દી બનાવવામાં મદદ કરી રહી છે. સિગ્નલ પ્રોસેસિંગ, ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમ્સ અને મોબાઇલ એપ્લિકેશન ડેવલપમેન્ટમાં કૌશલ્યની માંગ વધી રહી છે, તેથી તેઓ ડિઝાઇન એન્જિનિયર્સ, એમ્બેડેડ સોફ્ટવેર એન્જિનિયર્સ અને સિસ્ટમ એન્જિનિયર્સની ભરતી કરી રહ્યા છે.
યાદીમાં અન્ય કંપનીઓમાં જનસંપર્ક, શિક્ષણ ટેકનોલોજી, બિનનફાકારક સેવાઓ અને ગૃહ સેવાઓમાં કામ કરતી કંપનીઓનો સમાવેશ થાય છે. એડફેક્ટર્સ પીઆર (#8), પ્રદાન (#10), એક્સેલસોફ્ટ ટેકનોલોજીસ (#11), અને અર્બન કંપની (#12) એકાઉન્ટ એક્ઝિક્યુટિવ, સોફ્ટવેર એન્જિનિયર, ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ એસોસિયેટ જેવી ભૂમિકાઓ માટે ભરતી કરી રહી છે. આ કંપનીઓ કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ, એક્ટિવ લર્નિંગ, પબ્લિક પોલિસી અને કોસ્મેટોલોજી કૌશલ્ય ધરાવતી પ્રતિભાઓની ભરતી કરી રહી છે.
અહીં 15 કંપનીઓ છે જે 2025 ની ભારતની ટોચની મિડસાઇઝ કંપનીઓની યાદીમાં સામેલ છે
- ખેતાન એન્ડ કંપની
- મેકમાયટ્રિપ
- શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપની
- એરાગેન લાઇફ સાયન્સિસ
- નાઇકા
- સિરિલ અમરચંદ મંગળદાસ
- ટ્રાઇકોગ હેલ્થ
- એડફેકટર્સ પીઆર
- સાસ્કેલન ટેકનોલોજીસ લિમિટેડ
- પ્રોફેશનલ આસિસ્ટન્સ ફોર ડેવલપમેન્ટ એકશન (PRADAN)
- એક્સેલસોફ્ટ ટેકનોલોજીસ
- અર્બન કંપની
- મોસચિપ®
- મીડિયામિન્ટ
- ટ્રાઇકોન ઇન્ફોટેક
લિંક્ડઇન ન્યૂઝ ઇન્ડિયા દ્વારા 2025 ટોચની મિડ-સાઇઝ કંપનીઓ ભારત પરનો સંપૂર્ણ લેખ અહીં તપાસો.