ગુજરાત, અમદાવાદ – મે 2024: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ શિક્ષણ યુનિવર્સિટીની અગ્રણી સંસ્થાએ K9 ટ્રેનર્સ અને પેટ પેરેન્ટ્સ માટે તેમની કુશળતા અને જ્ઞાન વધારવામાં મદદ કરવા માટે તૈયાર કરાયેલા નવા કોર્સની જાહેરાત કરી છે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ખાનગી અને કોર્પોરેટ સુરક્ષા આવશ્યકતાઓમાં અંતરને દૂર કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે પ્રાઇવેટ,ઇન્ડસ્ટ્રીઅલ અને કોર્પોરેટ સુરક્ષા વ્યવસ્થાપન (SPICSM) દ્વારા આ કોર્સ રજૂ કરવામાં આવ્યો છે.
“લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને મદદ કરીને કેનિન્સ રાષ્ટ્રીય સુરક્ષામાં ના દેખાય તેવી પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કૂતરાઓને પાળતુ પ્રાણી તરીકે દત્તક લેતા પરિવારોની સંખ્યા પણ વધી રહી છે. અમારો નવો કોર્સ ખાસ કરીને K9 ટ્રેનર્સ અને પેટ પેરેન્ટ્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે અને તેઓને પાલતુ પ્રાણીઓ સાથે વ્યવહાર કરવામાં વધુ સારા બનવામાં મદદ કરશે,” નિમેશ દવે, પ્રાઇવેટ,ઇન્ડસ્ટ્રીઅલ અને કોર્પોરેટ સિક્યોરિટી મેનેજમેન્ટ સ્કૂલના ડિરેક્ટરે જણાવ્યું હતું.
આગળ જતાં, યુનિવર્સિટી કોર્સમાં બેઝિક ઓબેડીયન્સ ટ્રેઇનિંગ, સૂંઘવાની ટેક્નિક્સ, એજીલીટી એક્સેસાઇઝ અને ડોગ્સ દ્વારા સંપત્તિના રક્ષણની પદ્ધતિઓ સંબંધિત મોડ્યુલ પણ રજૂ કરશે. આ કોર્સ સમગ્ર વર્ષ દરમિયાન ઓફર કરવામાં આવશે અને વાર્ષિક ધોરણે પરીક્ષા લેવામાં આવશે. જેઓ પરીક્ષા પાસ કરશે તેઓને કેન્દ્ર સરકારની યુનિવર્સિટી દ્વારા ‘સર્ટિફાઇડ K9 ટ્રેનર’ સર્ટિફિકેટ પ્રાપ્ત થશે, એમ વધુમાં જણાવ્યું હતું.
ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વ્યવહારિક અભિગમો પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે, SPICSM ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષણવિદો, પ્રખ્યાત પ્રેક્ટિશનરો, ઉદ્યોગ નિષ્ણાતો અને નેતાઓનો સમાવેશ કરતી ફેકલ્ટી ધરાવે છે. શાળા ખાનગી અને કોર્પોરેટ સુરક્ષા કર્મચારીઓના પુનઃ-કૌશલ્ય અને અપ-કૌશલ્ય માટેની તકો પણ પ્રદાન કરે છે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વૈશ્વિક અને રાષ્ટ્રીય હિસ્સેદારો માટે જ્ઞાનનું અગ્રણી સેન્ટર છે અને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ વિશ્વ વ્યવસ્થામાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમનું ફોકસ તેમની 11 વિશિષ્ટ શાળાઓમાં શૈક્ષણિક, સંશોધન અને તાલીમ પહેલોના સતત વૃદ્ધિ અને વિકાસ દ્વારા રાષ્ટ્રીય વ્યૂહાત્મક, સુરક્ષા અને પોલીસ ક્લચરના સ્ટેટક્રાફ્ટને વિકસાવવામાં આવેલું છે.