Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

રેંટિયો તુવેરદાળની 90 વર્ષની સફળ યાત્રાની ભવ્ય ઉજવણી

  • ભારત ની આઝાદી  પહેલા  નવાપુરમાં સ્થપાયેલી રેંટિયો તુવેરદાળ બ્રાન્ડ આજે પણ લોકોની પહેલી પસંદ
  • નવાપુર ખાતે આવેલી ફેક્ટરીમાં રોજ 80 થી 90 મેટ્રિક ટન દાળનું ઉત્પાદન થાય છે
  • માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત કે ભારત જ નહીં પણ વિદેશમાં પણ રેંટિયો તુવેરદાળ એક્સપોર્ટ થાય છે

ગુજરાત, અમદાવાદ ૧૩ એપ્રિલ ૨૦૨૫: તુવેરદાળ નું નામ પડે તો સૌથી પહેલા મોઢે એક જ બ્રાન્ડ નેમ આવે અને તે છે રેંટિયો તુવેરદાળ ! આજે રેંટિયો તુવેરદાળ બ્રાન્ડે તેની સફરના 90 વર્ષ પૂરા કર્યા છે અને આ માઇલ સ્ટોનની ભવ્ય ઉજવણી કરવા આવી રહી છે. આ અનેરા પ્રંસગે અમદાવાદની હોટલ હયાત વસ્ત્રાપુર  ખાતે રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ અંગે રેંટિયો તુવેરદાળ ના સીઈઓ શ્રીમતી શીતલ વાણી ચોખાવાળાએ જણાવ્યું હતું કે રેંટિયો તુવેરદાળ બ્રાન્ડની શરૂઆત આઝાદી પહેલા અને ગુજરાત મહારાષ્ટ્રના ભાગલા પહેલા 1935માં ઉત્તર મહારાષ્ટ્રનો ભાગ કહેવાતા નવાપુર ખાતે થઈ હતી. દેશી તુવેર દાળ માટે ની વિશ્વાસ પાત્ર બ્રાન્ડ તરીકે રેંટિયો તુવેરદાળ લોકોમાં લોકપ્રિય રહી છે. ચાર પેઢીઓ થી લોકો રેંટિયો તુવેરદાળ નો આસ્વાદ માણી રહ્યા છે જે આ બ્રાન્ડ ની  સફળતા દર્શાવે છે. આ વર્ષે રેંટિયો તુવેરદાળ બ્રાન્ડ 90 વર્ષ પૂર્ણ કરી રહી છે. ત્યારે કંપની દ્વારા આ માઇલ સ્ટોનની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત હોટલ હયાત ખાતે રવિવારે  વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેંટિયો બ્રાન્ડ સાથે જોડાયેલા ડિસ્ટ્રિબ્યુટર્સ, વ્યાપારી અને કેટલાક ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રેંટિયોં તુવેરદાળ ની 90 વર્ષની સફર રજૂ કરવામાં આવી રહી છે.

– રેંટિયો તુવેરદાળ વિશે:-
– 1935 માં મહારાષ્ટ્રના નવાપુર ખાતે સ્થાપના
– પ્રતિદિન 80 થી 90 મેટ્રિક ટન ઉત્પાદન
– 150 થી 200 કરોડ વાર્ષિક ટર્નઓવર
– તુવેરદાળ સાથે જ જુવાર, મગની દાળ, ચણાદાળ અને ઇન્દ્રિયની ચોખાનું ઉત્પાદન
– યુકે, યુએસએ, કેનેડા, સિંગાપોર અને દુબઇ ખાતે એક્સપોર્ટ
– બ્રાન્ડ તરીકે ઇન્ડિયા, યુકે અને યુએસએ ખાતે રજીસ્ટર્ડ

Related posts

પીએનબી મેટલાઈફ, ટ્રુહૉમ ફાઈનાન્સ (અગાઉની શ્રીરામ હાઉસિંગ લિ.) ઘરમાલિકોને ઑફર કરશે ક્રેડિટ લાઈફ ઈન્સ્યોરન્સ

amdavadpost_editor

એરોના ‘સન, સ્ટાઈલ અને ટી-શર્ટ’ ફેસ્ટિવલ સાથે ઉનાળામાં તૈયાર રહો

amdavadpost_editor

આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ દિલ્હીમાં રામ કથાનું આયોજન કરશે

amdavadpost_editor

Leave a Comment