ગુરુગ્રામ, ભારત | ૨૫મી જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે તેના સેવંથ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ- ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 FE સાથે ગેલેક્સી વોચ 8 સિરીઝનું ભારતમાં ગ્રાહકો માટે વેચાણ શરૂ કર્યાની ઘોષણા કરી હતી. આજથી આરંભ કરતાં ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 FE સાથે ગેલેક્સી વોચ 8 સિરીઝ તમારી નજીકના રિટેઈલ આઉટલેટ્સમાં મળી શકશે. ગ્રાહકો Samsung.com, એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ આ ડિવાઈસ ખરીદી કરી શકશે.
ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 FE ભવ્ય સફળ સાબિત થયા છે, જેને વિક્રમી પ્રી-ઓર્ડર પ્રાપ્ત થયા છે, જે ગ્રાહકોની ભરપૂર માગણી અને ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ માટે આકર્ષણનો સંકેત આપે છે. ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 FEએ પ્રથમ 48 કલાકમાં 2,10,000 પ્રી-ઓર્ડર પ્રાપ્ત કરીને અગાઉના વિક્રમ તોડી નાખ્યા હતા અને અગાઉ આ વર્ષે ગેલેક્સી S25 સિરીઝને પ્રાપ્ત થયેલા પ્રી-ઓર્ડરની લગભગ બરોબરી કરી છે.
ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7- જ્ઞાનાકાર ઈન્ટેલિજન્સ સાથે અત્યંત પાતળા અને હલકા
વર્ષોની બ્રેકથ્રુ એન્જિનિયરિંગ અને આધુનિક ઈન્ટેલિજન્સ સાથે સમૃદ્ધ ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 સ્માર્ટફોન ઈનોવેશનમાં આગામી છલાંગ આલેખિત કરે છે. ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 સેમસંગની આજ સુધીની સૌથી પાતળી, હલકી અને અત્યાધુનિક Z સિરીઝનાં ડિવાઈસીસ છે. અત્યાધુનિક પરફોર્મન્સ અને આસાન ઈન્ટીગ્રેટેડ ગેલેક્સી AI દ્વારા પાવર્ડ તે ઈન્ટેલિજન્ટ, એડપ્ટિવ સાથી છે, જે અસલ સમયમાં યુઝર્સની જરૂરતોને ધારે છે અને પ્રતિસાદ આપે છે. વ્યાપક, સાનુકૂળ ડિસ્પ્લેઝ, પ્રો-ગ્રેડ કેમેરાઝ અને કોન્ટેક્સ્ટ- અવેર ઈન્ટેલિજન્સ સાથે ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 પ્રોડક્ટિવિટી, ક્રિયેટિવિટી અને કનેક્શન સાથે અલ્ટ્રા- એક્સપીરિયન્સની નવી ક્ષિતિજો ખોલી નાખે છે.
ગેલેક્સી Z ફોલ્ડ 7 ગેલેક્સીની આધુનિકતાઓને એકત્ર લાવે છે અને તેમની ક્ષિતિજની વ્યાપ્તિ વધારીને આઝ સુધીની સૌથી પાતળી, હલકી અને અત્યાધુનિક Z સિરીઝમાં ઉચ્ચ સ્તરનો અનુભવ પ્રદાન કરે છે. તેનો મોટા સ્ક્રીન પર રોમાંચક, અત્યંત રોચક પરફોર્મન્સ યુઝર્સને એકસાથે ગેમ, સ્ટ્રીમ, કનેક્ટ અને ક્રિયેટ કરવા સશક્ત બનાવે છે. ગેલેક્સીનો અસલી AI સાથી અનુભવ ફોલ્ડેબલ ફોર્મેટ માટે મહત્તમ બનાવાયો છે, જેથી વધુ એપ્સ અને વિશાળ સ્ક્રીનમાં ઈન્ટરએકશન્સ અત્યંત સહજ બને છે. અને જેમિની લાઈવ સાથે કેમેરા અને સ્ક્રીન શેરિંગ સાથે યુઝર્સ તેઓ શું જોવા માગે છે તે વિશે જેમિની સાથે નૈસર્ગિક રીતે વાત કરી શકે છે. તેઓ નવું શહેર ખોજ કરવા હોય ત્યારે સ્થાનિક વાનગીની તસવીર શૅર કરી શકે અને જેમિનીને નજીકમાં આ વાનગી અજમાવી શકાય તેવી રેસ્ટોરાં છે કે કેમ તે પૂછી શકે છે.
ઉપરાંત ગેલેક્સી Z ફોલ્ડ 7નો અલ્ટ્રા- ગ્રેડ 200MP હાઈ- રિઝોલ્યુશન કેમેરા સાનુકૂળ એન્ગલ્સમાં શૂટ કરવાની આઝાદી આપે છે, જેને લઈ પ્રોફેશનલ ગુણવત્તાનું કન્ટેન્ટ ક્રિયેશન યુઝર્સના આંગળીના ટેરવા પર આવી જાય છે. દાખલા તરીકે સુવિધાજનક એડિટિંગ ફીચર્સમાં જનરેટિવ એડિટ નાઉ આપોઆપ ફોટોઝની પાર્શ્વભૂમાં પસાર થતું હોય તે શોધી કાઢે છે અને પૂર્વસક્રિય રીતે શું રિમુવ કરવાનું છે તેની ભલામણ કરે છે, જેથી મેન્યુઅલ પસંદગી અને એડિટ્સ કરવાની જરૂર રહેતી નથી. આ ફીચર્સ ઉપરાંત ગેલેક્સી Z ફોલ્ડ 7 કશુંક અસાધારણ ઉજાગર કરતી આકર્ષિત કરનારી નવી ડિઝાઈનમાં પરિચિતતા અને ટકાઉપણું લાવે છે.
ગેલેક્સી Z ફ્લિપ 7ની વાત કરીએ તો તે કોમ્પેક્ટ અને આઈકોનિક સ્વરૂપમાં ફ્લેગશિપ પાવર, ઈન્ટેલિજન્સ અને પર્સનાલિટીથી સમૃદ્ધ છે. એજ-ટુ-એજ ફ્લેકવિંડો સાથે યુઝર્સ પોતાને વ્યક્ત કરી શકે, મુખ્ય ફીચર્સને એક નજરમાં પહોંચ મેળવી શકે છે અને કનેક્ટેડ રહી શકે છે, જે સર્વ ડિવાઈસ ખોલ્યા વિના કરી શકે છે. ડાયનેમિક લાઈફસ્ટાઈલ્સ માટે નિર્મિત ગેલેક્સી Z ફ્લિપ 7 યુઝર્સ તેજસ્વી સેલ્ફીથી સિનેમાટિક વિડિયો સુધી કન્ટેન્ટ કેપ્ચર અને શૅર કરે તેમાં પરિવર્તન લાવી દે છે, જે સર્વ ફક્ત ફ્લિપ ડિવાઈસીસ ઓફર કરે તે સ્થિતિસ્થાપકતા અને ક્રિયેટિવિટી સાથે પ્રદાન કરે છે. નાઉ બાર ગેલેક્સી Z ફ્લિપ 7ના ફ્લેક્સવિંડો પર મદદરૂપ થતી માહિતી પ્રદાન કરે છે, જેથી યુઝર્સ તેમના દિવસ પર નિયંત્રણ રાખી શકે છે, જેમ કે, ગીત વગાવડું, વર્કઆઉટની પ્રગતિ અને રાઈડ્સ. જેમિની લાઈવ પણ યુઝર્સને તેમના કેમેરા થકી જુએ છે તે શૅર કરવાની અનુકૂળતા આપે છે અને ફ્લેકવિંડો પર સીધા જ અસલ સમયમાં જેમિની સાથે ચેટ કરી શકે છે.
યુઝર્સ ફ્લેક્સ મોડમાં કેમેરા શેર પણ કરી શકે છે અને જેમિની સાથે હેન્ડ્સ-ફ્રી વાત કરી શકે છે. ગેલેક્સી Z ફ્લિપ 7નો ફ્લેકસકેમ પરફેક્ટ સેલ્ફી લેવાનું અગાઉ કરતાં વધુ આસાન બનાવે છે. ફ્લેક્સવિંડો પર અસલ સમયના ફિલ્ટર્સ તુરંત યુઝર્સની ફ્લેક્સકેમ સેલ્ફીઓ બહેતર બનાવે છે, જેથી તેઓ કોઈ પણ વધારાના એડિટિંગની જરૂર વિના પોસ્ટ અથવા શૅર કરવા માટે તૈયાર રહી શકે છે. અને મોજીલા નવા ફીટર્સ, જેમ કે, પેટ્સ માટે પોર્ટ્રેઈટ સ્ટુડિયો સાથે યુઝર્સ તુરંત કોઈ પણ સ્નેપ કરેલા અથવા ડાઉનલોડ કરેલા પેટના ફોટો વર્ક ઓફ આર્ટમાં ફેરવી શકે છે. તેઓ કળાત્મક પેઈન્ટિંગ્સ, 3ડી કાર્ટૂન્સ, ફિશ આઈ લેન્સ ફોટોઝ અથવા પ્રોફેશનલ ગુણવત્તાનાં પોર્ટ્રેઈટ્સ સાથે સુમેળ સાધતી સ્ટાઈલ્સમાંથી પસંદગી કરી શકે છે અને એક ઝડપી ટેપમાં ફ્રેમને શોભે તેવા માસ્ટરપીસ નિર્માણ કરી શકે છે.
ગેલેક્સી વોચ 8 સિરીઝઃ અલ્ટ્રા- કમ્ફર્ટનું અસલ સમયના હેલ્થ મોટિવેશન સાથે મિલન
ગેલેક્સી ઈકોસિસ્ટમ પૂર્ણ કરતાં ગેલેક્સી વોચ 8 સિરીઝ, જેમાં ગેલેક્સી વોચ 8 અને ગેલેક્સી વોચ 8 ક્લાસિક સહિત કાંડા પર નવા ફોન્સમાં મળી આવતા રિ-એન્જિનિયરિંગનો તે જ જોશ લાવે છે. ગેલેક્સી વોચ 8માં આધુનિક સેન્સર ટેકનોલોજી છે અને યુઝર્સને આરોગ્યવર્ધક, વધુ કનેક્ટેડ જીવન પરિપૂર્ણ કરવા માટે જ્ઞાનાકાર AI-પાવર્ડ એક્સપીરિયન્સ નિર્માણ કરે છે, જ્યારે તેની અત્યંત પાતળી કુશન ડિઝાઈન અને ડાયનેમિક લગ સિસ્ટમ આખા દિવસના કમ્ફર્ટ અને વધુ અચૂક સેન્સર કોન્ટેક્ટ માટે નૈસર્ગિક રીતે ફ્લેક્સ થાય છે. એકધાર્યા હેલ્થ ટ્રેકિંગ માટે સેમસંગના બાયોએક્ટિવ સેન્સરનો લાભ લેતાં વોચ અસલ સમયમાં ઈનસાઈટ્સ અને ઈન્સ્ટન્ટ રિવોર્ડસ અથવા સ્લીપ, સ્ટ્રેસ, ન્યુટ્રિશન તથા એક્ટિવિટીમાં એલર્ટસ પ્રદાન કરે છે, જે આરોગ્યવર્ધક હેતુઓને તુરંત, મોટિવેટિંગ ફીડબેકમાં ફેરવે છે. ઉપરાંત સ્માર્ટવોચમાં પહેલી વાર ગેલેક્સી વોચ 8 દ્વારા એન્ટીઓક્સિડન્ટ ઈન્ડેક્સ રજૂ કરાયું ચે, જેથી યુઝર્સ ફક્ત પાંચ સેકંડ્સમાં કેરેટોનોઈડ સપાટી માપી શકે અને આરોગ્યવર્ધક એજીઈંગ માટે માહિતગાર લાઈફસ્ટાઈલ બનાવી શકે છે.
Pricing:
| Model Name | Variant | Price |
| Galaxy Z Fold7 | 12GB+256GB | INR 174999 |
| 12GB+512GB | INR 186999 | |
| 16GB+1TB | INR 216999 | |
| Galaxy Z Flip7 | 12GB+256GB | INR 109999 |
| 12GB+512GB | INR 121999 | |
| Galaxy Z Flip7 FE | 8GB+128GB | INR 89999 |
| 8GB+256GB | INR 95999 |
| Model Name | Price |
| Watch8 40mm BT | INR 32999 |
| Watch8 40mm LTE | INR 36999 |
| Watch8 44mm BT | INR 35999 |
| Watch8 44mm LTE | INR 39999 |
| Watch8 Classic 46mm BT | INR 46999 |
| Watch8 Classic 46mm LTE | INR 50999 |

