Amdavad Post
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈન્ડિયા દ્વારા ઑસમ ઈન્ટેલિજન્સ, ઓલ-ન્યૂ ડિઝાઈન અને બહેતર ટકાઉપણા સાથે ગેલેક્સી A56 5G,ગેલેક્સી A36 5G લોન્ચ કરાયા

  • ગેલેક્સી A56 અને ગેલેક્સી A36 5Gની થિકનેસ ફક્ત 4 mm.
  • આસાન મલ્ટી-ટાસ્કિંગ માટે તેમાં સુધારિત પરફોર્મન્સની વિશિષ્ટતા છે.
  • બંને ડિવાઈસ 45W ચાર્જિંગ પાવર અને સુપર ફાસ્ટ ચાર્જ 2.0 ટેકનોલોજીને સપોર્ટ કરે છે.

ગુરુગ્રામ, ભારત ૦૩ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ઑસમ ઈન્ટેલિજન્સ સાથે ગેલેક્સી A56 5Gઅને ગેલેક્સી A36 5Gના લોન્ચની ઘોષણા કરવામાં વી હતી, જેમાં ક્રિયેટિવિટીની નવી કલ્પના કરવા માટે અદભુત સર્ચ અને વિઝ્યુઅલ એક્સપીરિયન્સનો સમાવેશ થાય છે. સંપૂર્ણ નવી ડિઝાઈન લેન્ગ્વેજ સાથે નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સમાં મજબૂત સિક્યુરિટી અને પ્રાઈવસી પ્રોટેકશન સાથે બહેતર ટકાઉપણું અને પરફોર્મન્સની વિશિષ્ટતા પણ છે.

ઑસમ ઈન્ટેલિજન્સ

ઑસમ ઈન્ટેલિજન્સ ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5Gપર ઉપલબ્ધ હોઈ ભારતીય ગ્રાહકો માટે AIનું લોકશાહીકરણ અભિમુખ બનાવશે. ઑસમ ઈન્ટેલિજન્સ વ્યાપક મોબાઈલ AI શ્રેણી હોઈ ગેલેક્સીના ફેન- ફેવરીટ AI ફીચર્સ સહિતની આધુનિક વિશિષ્ટતાઓ લાવે છે. ગૂગલનું બહેતર બનાવાયેલું સર્કલ ટુ સર્ચ ફોનના સ્ક્રીન પરથી સર્ચ અને ડિસ્કવર કરવાનું અગાઉ કરતાં વધુ આસાન બનાવે છે. સર્કલ ટુ સર્ચમાં તાજેતરમાં કરાયેલી બહેતરીઓ સાથે ઉપભોક્તાઓ એપ્સ સ્વિચ કર્યા વિના તેઓ સાંભળે તે ગીતો સર્ચ કરી શકે છે. ફોનમાંથી સોશિયલ મિડિયા પર ગીત પ્લે કરવાનું હોય કે તેમની નજીક સ્પીકરમાંથી સંગીત પ્લે કરવાની હોય હોય, સર્કલ ટુ સર્ચ સક્રિય કરવા માટે ઉક્ત નેવિગેશન બાર લાંબો સમય પ્રેસ કરવાનું રહે છે, જે પછી ગીતનું નામ અને કલાકાર ઓળખવા માટે મ્યુઝિક બટન ટેપ કરવાનું રહે છે.

ઑસમ ઈન્ટેલિજન્સમાં ઘણા બધા ઈન્ટેલિજન્ટ વિઝ્યુઅલ ફીચર્સ પણ છે, જેમ કે, ઓટો ટ્રિમ, બેસ્ટ ફેસ, ઈન્સ્ટન્ટ Slo-mo અને ઘણા બધા અન્ય. ઓટો-ટ્રિમ અને બેસ્ટ ફેસ ફ્લેગશિપ- લેવલના AI ફીચર્સ છે, જેનું હવે ગેલેક્સી A56 5Gસાથે લોકશાહીકરણ થયું છે. નવા સ્માર્ટફોન ઓબ્જેક્ટ ઈરેઝર સાથે પણ આવે છે, જેથી ઉપભોક્તાઓ ફોટોઝમાંથી અનિચ્છનીય ડિસ્ટ્રેકશન્સ દૂર કરી શકે છે. ઉપરાંત ફિલ્ટર્સ મૂડ અને રુચિને આધારે અજોડ અને પર્સનલાઈઝ્ડ ઈફેક્ટ માટે લાગુ ઉપભોક્તાઓ માટે મોજૂદ ફોટોઝમાંથી કલર્સ અને સ્ટાઈલ્સ કાઢીને કસ્ટમ ફિલ્ટર નિર્મિતી અભિમુખ બનાવે છે.

ઑસમ ડિઝાઈન

ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5G સંપૂર્ણ નવી ડિઝાઈન લેન્ગ્વેજ સાથે આવે છે, જે હવે ગેલેક્સી A સિરીઝ માટે બેન્ચમાર્ક છે. નવી ડિઝાઈન લેન્ગ્વેજમાં લાઈનિયર ફ્લોટિંગ કેમેરા મોડ્યુલ અને ‘રેડિયન્સ’ પ્રેરિત કલર થીમનો સમાવેશ થાય છે. ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5G ફક્ત 7.4mm થિકનેસ સાથે સૌથી સ્લિમ ગેલેક્સી A સિરીઝ ડિવાઈસીસ છે.

ઑસમ ડિસ્પ્લે

ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5Gમાં ઉચ્ચ ગુણવત્તાનો, આકર્ષક વ્યુઈંગ અનુભવ માટે નિર્માણ કરેલું વિશાળ ડિસ્પ્લે પણ છે. બંને ડિવાઈસમાં 6.7-ઈંચ FHD+ સુપર AMOLED ડિસ્પ્લે છે, જેમાં બ્રાઈટનેસ લેવલ 1200 nitsસુધી પહોંચે છે. નવાં સ્ટીરિયો સ્પીકર્સ સમૃદ્ધ, સંતુલિત સાઉન્ડ સાથે અનુભવને વધુ બહેતર બનાવે છે.

ઑસમ કેમેરા

ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5Gસ્માર્ટફોન્સ કેમેરાના અનુભવને શક્તિશાળી ટ્રિપલ- કેમેરા સિસ્ટમ સાથે નવી ઊંચાઈએ લઈ જાય છે, જેમાં 50MP મેઈન લેન્સ અને 10-bit HDR ફ્રન્ટ લેન્સ બ્રાઈટ અને ક્રિસ્પ સેલ્ફીઓ માટે ગેલેક્સી A56 5G અને A36 5G પર રેકોર્ડિંગ કરે છે. ગેલેક્સી A56 5G 12MP અલ્ટ્રા- વાઈડ લેન્સ સાથે આવે છે અને લો નોઈઝ મોડ સાથે નાઈટોગ્રાફી માટે બહેતરી લાવે છે, જે ઓછા પ્રકાશની સ્થિતિમાં પણ અદભુત કન્ટેન્ટ મઢી લેવા માટે વધારાના વાઈડ કેમેરા સપોર્ટ સાથે આવે છે. 

ઑસમ પરફોર્મન્સ

બંને મોડેલ આસાન મલ્ટી-ટાસ્કિંગ માટે બહેતર પરફોર્મન્સ પ્રદાન કરે છે. ગેલેક્સી A56 5G એક્સિનોસ 1580 ચિપસેટ દ્વારા પાવર્ડ છે અને ગેલેક્સી A36 5G સ્નેપડ્રેગન® 6 Gen 3 મોબાઈલ મંચ પર ચાલે છે. બંને ડિવાઈસીસમાં વિશાળ વેપર ચેમ્બર પરફોર્મન્સ સક્ષમ રાખવામાં મદદ કરે છે, જે સ્મૂધ ગેમપ્લે અને વિડિયો પ્લેબેકની ખાતરી રાખે છે.

ઑસમ બેટરી

5,000mAh બેટરી સાથે ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5Gઉપભોક્તાના રોજના રુટિન્સ સાથે સુમેળ સાધવા તૈયાર કરાયા છે. ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5G 45W ચાર્જિંગ પાવર અને સુપર-ફાસ્ટ ચાર્જ 2.0 ટેકનોલોજીને સપોર્ટ કરતાં વિસ્તારિત ઉપયોગ માટે ઝડપી ચાર્જિંગ પ્રદાન કરે છે. 

ઑસમ ટકાઉપણું

ગેલેક્સી A36 5G અને ગેલેક્સી A56 5Gમાં IP67 ધૂળ અને જળ પ્રતિરોધક રેટિંગ છે. ઉપરાંત આધુનિક કોર્નિંગ® ગોરિલા વિક્ટસ+ ગ્લાસ ઘસારો અને તિરાડ સામે ટકાઉપણાની સપાટી ઉમેરે છે. ઉપરાંત એન્ડ્રોઈડ OSની સિક્સ જનરેશન્સ અને સિક્યુરિટી અપડેટ્સનાં છ વર્ષ સાથે નવી ગેલેક્સી A સિરીઝ સોફ્ટવેરના દીર્ઘાયુષ્ય પર કેન્દ્રિત છે. આ અપડેટ્સ ડિવાઈસીસનું જીવનચક્ર મહત્તમ બનાવવા માટે વધારાનો સપોર્ટ ઉમેરે છે, જેને લઈ ઉપભોક્તાઓ આગામી વર્ષો માટે સ્મૂધ અને વિશ્વસનીય અનુભવ માણી શકે તેની ખાતરી રહે છે.

ઑસમ સલામતી અને ગોપનીયતા

પહેલી વાર ગેલેક્સી Aસિરીઝ પર વન UI 7ના ઈન્ટીગ્રેશનને આભારી સેમસંગ મજબૂત સલામતી અને ગોપનીયતાને ટેકો આપે છે. સેમસંગ નોક્સ વોલ્ટ સાથે ગેલેક્સી A સિરીઝ ડિવાઈસ સુરક્ષા, પારદર્શકતા અને ઉપભોક્તા પસંદગીની વધારાની, મજબૂત લેયર પૂરી પાડે છે, જે સંવેદનશીલ ડેટા સુરક્ષિત રહે તેની ખાતરી રાખે છે. latest One UI 7 security and privacy features, સાથે સુસજ્જ ગેલેક્સી A સિરીઝના ઉપભોક્તાઓને પરિપૂર્ણ રક્ષણમાંથી લાભ મળે છે, જેમાં ચોરી શોધી કાઢવી, વધુ સલામતીના સેટિંગ્સ અને અન્ય વિશિષ્ટતાઓમાં બહેતરીઓનો સમાવેશ થાય છે.

વેરિયન્ટ્સ, કિંમત, કલર્સ અને ઓફર્સ

લોન્ચ ઓફરના ભાગરૂપે ગ્રાહકો ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5Gની ખરીદી કરશે તેમને INR 3000મૂલ્યનું ફ્રી સ્ટોરેજ અપગ્રેડ્સ મળશે, જે તેને ઑસમ ડીલ બનાવે છે. ગ્રાહકોને 8GB 256GBવેરિયન્ટની કિંમતે 12GB 256GB વેરિયન્ટ મળસે, જ્યારે 8GB 128GB વેરિયન્ટની કિંમતે 8GB 256 GB વેરિયન્ટ મળશે, જે કોઈ વધારાનો ખર્ચ નહીં રહેશે.

ગેલેક્સી A56 5G

મેમરી કિંમત ચોખ્ખી અસરકારક કિંમત લોન્ચ ઓફર

કલર્સ

12GB 256GB INR 47,999 INR 44,999 8GB 256GB વેરિયન્ટની કિંમતે 12GB 256GB વેરિયન્ટ મેળવો. ઑસમ ઓલાઈવ, ઑસમ લાઈટ ગ્રે, ઑસમ ગ્રેફાઈટ
8GB 256GB INR 44,999 INR 41,999 8GB 128GBવેરિયન્ટની કિંમતે 8GB 256GB વેરિયન્ટ મળશે.
8GB 128GB INR 41,999 INR 41,999 લાગુ નહીં

 

ગેલેકસીA36 5G

મેમરી કિંમત ચોખ્ખી અસરકારક કિંમત લોન્ચ ઓફર

કલર્સ

12GB 256GB INR 38,999 INR 35,999 8GB 256GBવેરિયન્ટની કિંમતે 12GB 256GB વેરિયન્ટ મળશે. ઑસમ બ્લેક, ઑસમ લવેન્ડર, ઑસમ વ્હાઈટ
8GB 256GB INR 35,999 INR 32,999 8GB 128GBવેરિયન્ટની કિંમતે 8GB 256GB વેરિયન્ટ મળશે.
8GB 128GB INR 32,999 INR 32,999 લાગુ નહીં

ગેલેક્સી A56 ઑસમ ઓલાઈવ, ઑસમ લાઈટ ગ્રે, ઑસમ ગ્રેફાઈટ કલર્સમાં મળશે, જ્યારે ગેલેક્સી A36 5G ઑસમ બ્લેક, ઑસમ લવેન્ડર, ઑસમ વ્હાઈટકલર્સમાં મળશે.

વધારાની ઓફર્સ

પ્રાથમિક સ્ટોરેજ અપગ્રેડ ઓફર ઉપરાંત ગ્રાહકો INR 2,999ની મૂળ કિંમત સામે ફક્ત INR 999માં સેમસંગ કેર+ વન-યર સ્ક્રીન પ્રોટેકશન મેળવી શકે છે. ગ્રાહકો ગેલેક્સી A56 5G પર 18 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈ અને ગેલેક્સી A36 5Gપર 16 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈ પણ મેળવી શકે છે. ઉપરાંત ગ્રાહકો ચુનંદી લેણદેણ માટે સેમસંગ વોલેટનો ઉપયોગ કરવા પર INR 400 સુધી એમેઝોન વાઉચર પણ મેળવી શકે છે.

ઉપલબ્ધતા

ગેલેક્સી A56 અને ગેલેક્સી A36 હવે Samsung.com થકી, સેમસંગ એક્સક્લુઝિવ અને પાર્ટનર સ્ટોર્સ, અને અન્ય ઓનલાઈન મંચોમાં ઉપલબ્ધ છે.

Related posts

અમિત શાહ અને મોરારી બાપુએ ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું

amdavadpost_editor

HCG હોસ્પિટલ, રાજકોટ ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર ચેમ્પિયન્સ માટે સૌપ્રથમ વાર પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

amdavadpost_editor

આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતાં પ્રથમ કન્ટેનરને પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી

amdavadpost_editor

Leave a Comment