Amdavad Post
અવેરનેસએજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Gen Z ઈનોવેશન પ્રજ્જવલિત કરે છે: સેમસંગ ઈન્ડિયા દ્વારા રૂ. 1 કરોડથી વધુ ગ્રાન્ટ્સ સાથે ‘સોલ્વ ફોર ટુમોરો 2025‘ સ્પર્ધા રજૂ

  • 2025ની આવૃત્તિ ટોપ 4 વિજેતા ટીમો માટે ઈન્ક્યુબેશન પ્રોગ્રામ પૂરો પાડે છે, જેમને રૂ. 1 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થશે. ઉપરાંત ટોપ 20 ટીમને રૂ. 20 લાખ, જ્યારે ટોપ 40 ટીમને રૂ. 8 લાખ પુરસ્કૃત કરાશે.
  • આ વર્ષે બે વૈશ્વિક થીમ રખાઈ છે- સોશિયલ ચેન્જ થ્રુ સ્પોર્ટસ એન્ડ ટેક ફોર એજ્યુકેશન એન્ડ બેટર ફ્યુચર્સ તેમ જ એન્વાયર્નમેન્ટલ સસ્ટેનેબિલિટી વાયા ટેકનોલોજી, જે સ્થાનિક અને વૈશ્વિક પડકારોને પહોંચી વળવા વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે રજૂ કરવામાં આવી છે.
  • આ પહેલ સહભાગીઓને સશક્ત બનાવવા માટે 82,000 કલાકની તાલીમ અને મેન્ટરશિપ આધાર સાથે વિદ્યાર્થીઓને હેન્ડ્સ-ઓન ફોટોટાઈપિંગ પૂરું પાડશે.
  • પ્રોગ્રામ 14-22 વયવર્ષના વિદ્યાર્થીઓ માટે ખુલ્લો છે, તે છ મહિનાનો હશે. તેને માટે 29 એપ્રિલથી 30 જૂન, 2025 સુધી અરજી સ્વીકારવામાં આવશે.

ગુરુગ્રામ, ભારત ૩૦ એપ્રિલ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેની સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો’ પહેલની ચોથી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે, જે ટેકનોલોજીનો લાભ લઈને સમાજના અમુક સૌથી મોટો પડકારોને પહોંચી વળવા માટે નવીનતાસભર સમાધાન નિર્માણ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા તૈયાર કરાયેલી રાષ્ટ્રવ્યાપી સ્પર્ધા છે.

સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો 2025’ ટોચની ચાર વિજેતા ટીમોને તેમના પ્રોજેક્ટના ઈન્ક્યુબેશનમાં ટેકો આપવા સાથે હેન્ડ્સ-ઓન ફોટોટાઈપિંગ, રોકાણકાર જોડાણો અને સેમસંગના આગેવાનો અને આઈઆઈટી દિલ્હી ફેકલ્ટીની નિષ્ણાત મેન્ટરશિપ સાથે રૂ. 1 કરોડ પૂરા પાડશે.

આ સન્માન એવા સમાધાનના પોષવાનું મહત્ત્વ આલેખિત કરે છે, જે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ નીવડવા સાથે તેની પાર નીકળે અને આખરે ઉચ્ચ સ્તરનાં અને સક્ષમ સાહસોમાં ઉત્ક્રાંતિ પામે, જે ભારતમાં સમુદાયોને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

છ મહિનાનો પ્રોગ્રામ 14-22 વયવર્ષના વિદ્યાર્થીઓને વ્યક્તિગત અથવા સમૂહ તરીકે તેમના ટેક આઈડિયા સુપરત કરવા માટે આમંત્રિત કરે છે. આ વર્ષે સહભાગીઓને ચાર મુખ્ય થીમમાં સમાધાન નિર્માણ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશેઃ સુરક્ષિત, સ્માર્ટર અને સમાવેશ ભારત માટે AI, ભારતમાં આરોગ્ય, હાઈજીન અને સુખાકારીનું ભવિષ્ય, શિક્ષણ અને બહેતર ભવિષ્ય માટે સ્પોર્ટસ અને ટેક થકી સામાજિક પરિવર્તન અને ટેકનોલોજી થકી પર્યાવરણીય સક્ષમતા.

“સોલ્વ ફોર ટુમોરો, સાથે અમે ભારતના દરેક ખૂણામાં યુવા ઈનોવેટર્સને મોટાં સપનાં જોવા, અસલ દુનિયાના પડકારોને ઝીલવા અને ટેકનોલોજી થકી સ્માર્ટર, વધુ સમાવેશક ભવિષ્યને આકાર આપવા માટે પ્રેરિત કરીએ છીએ આ વર્ષે સોલ્વ ફોર ટુમોરો વધુ ભવ્ય અને વધુ સમાવેશક રહેશે. અમે વધુ શહેરોમાં પહોંચી રહ્યા છીએ, વધુ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને સહભાગી કરી રહ્યા છીએ અને ડિઝાઈન થિન્કિંગના સિદ્ધાંતો લાગુ કરીને નાવીન્યતા લાવવા માટે તેમને માટે ક્ષિતિજો નિર્માણ કરી રહ્યા છીએ. સોલ્વ ફોર ટુમોરો ભારત સરકારની પહેલ #DigitalIndiaપ્રત્યે અમારી મજબૂત કટિબદ્ધતાનો દાખલો છે, જે આપણા યુવાનોને ભવિષ્યના ઘડવૈયાઓ બનવા માટે સશક્ત બનાવે છે,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જે બી પાર્કે જણાવ્યું હતું.

“આઈઆઈટી દિલ્હી યુવાનોમાં નવીનતા, વેપાર સાહસિકતા અને અસલ દુનિયાની સમસ્યા ઉકેલવા કેળવણી કરવા માટે રોમાંચિત છે. સેમસંગ સોલ્વ ફોર ટુમોરો સાથે અમારું જોડાણ યુવાનોને તેમના વિચારો સમાજ પર પ્રભાવ પાડતી પ્રોડક્ટોમાં ફેરવવા મદદરૂપ થવા માટે મેન્ટરશિપ, રિસર્ચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નિકલ માર્ગદર્શન આપે છે. અમને આ પહેલનો હિસ્સો બનવાની ખુશી છે, જે સામાજિક રીતે સતર્ક નવીનતા અભિમુખ બનાવે છે અને વિકસિત ભારતમાં યોગદાન આપે છે,’’ એમ આઈઆઈટી દિલ્હીના ડાયરેક્ટર રંજન બેનરજીએ જણાવ્યું હતું.

“ભારતના યુવા ઈનોવેટર્સ 2030 સુધી સક્ષમ વિકાસ લક્ષ્યો હાંસલ કરવાના અને 2047 સુધી વિકસિત ભારતનો ધ્યેય સાકાર કરવાના હાર્દમાં છે. આજે અગાઉ કોઈ પણ દેશ કરતાં વધુ યુવા મન સમાધાન શોધવા કૃતનિશ્ચિયી છે ત્યારે ભારત સ્થાનિક પડકારોને પહોંચી વળતા અને વૈશ્વિક પરિવર્તન પ્રેરિત કરતા વિચારો સાથે આગેવાની કરવા માટે અજોડ સ્થાનબદ્ધ છે. સેમસંગની સોલ્વ ફોર ટુમોરો જેવી પહેલ યુવાનોને સમાવેશક અને સક્ષમ પ્રગતિ પ્રેરિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વૈશ્વિક સારપ માટે તેમના વિચારોને સમાધાનમાં ફેરવવા માટે મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે. ભારતમાં યુએન ખાસ કરીને યુવાને આગેવાની, નાવીન્યતા અને કૃતિ આગળ વધારીને કોઈ પણ પાછળ નહીં રહી જાય તેની ખાતરી રાખતા ખાનગી ક્ષેત્ર સાથે આવાં જોડાણોને ટેકો આપવા ગૌરવની લાગણી અનુભવે છે,’’ એમ ભારતમાં યુનાઈટેડ નેશન્સ રેસિડેન્ટ કોઓર્ડિનેટર શોમ્બી શાર્પે જણાવ્યું હતું. 

“યુવાનો આજના સૌથી તાકીદના વૈશ્વિક પડકારોનો ઉકેલ લાવવાની ચાવી ધરાવે છે. સોલ્વ ફોર ટુમોરો 2025 જેવી પહેલો તેમને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના વિચારોને વાસ્તવિકતામાં ફેરવવા માટે સશક્ત બનાવે છે. અમને સમુદાયોમાં અસલ પરિવર્તન લાવવા માટે યુવા પ્રેરિત વિચારોને ઉચ્ચ સ્તરે લઈ જવા મદદરૂપ થતા સમાધાન જોવાની ખુશી છે, એમ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી (એમઈઆઈટીવાય) મંત્રાલયના એડિશનલ સેક્રેટરી અભિષેક સિંહે જણાવ્યું હતું.

સેમસંગ ઈન્ડિયાની ફ્લેગશિપ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલની ચોથી આવૃત્તિનું લક્ષ્ય હજારો સહભાગીઓને સહભાગી કરીને ડિઝાઈન થિન્કિંગ, હેન્ડ્સ-ઓન પ્રોટોટાઈપિંગ, ગો-ટુ-માર્કેટ વ્યૂહરચનાઓ અને વેપાર નિયોજનમાં 82,000 કલાકની વ્યાપક તાલીમ ઓફર કરે છે. આખરી તબક્કામાં ફાઈનલિસ્ટ તરીકે ચૂંટવામાં આવનારી ટીમોને સેમસંગ, આઈઆઈટી દિલ્હી અને ઉદ્યોગના વ્યાવસાયિકો દ્વારા પૂરી પાડવામાં આવનારી વિશિષ્ટ તાલીમ અને મેન્ટરિંગમાંથી લાભ થશે.

‘સોલ્વ ફોર ટુમોરો 2025’નું ઉદઘાટન મંગળવારે સર્વ ભાગીદારોની હાજરીમાં આઈઆઈટી દિલ્હી ખાતે કરાયું હતું. આ અવસરે ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કાર્યાલયના સિનિયર ડાયરેક્ટર ડો. સપના પોટી, ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સાયન્ટિસ્ટ સી શાર્દુલ રાવ અને એમઈઆઈટીવાય સ્ટાર્ટઅપ હબના સીઈઓ પી. એસ. મદનગોપાલ હાજર હતા. 

વિચારોથી પ્રભાવ સુધીઃ પ્રોગ્રામના તબક્કા

પહેલ માટે અરજી 28મી એપ્રિલથી 30મી જૂન, 2025 સુધી કરી શકાશે. આ સમયગાળા દરમિયાન સેમસંગ ભારતભરની શાળા અને કોલેજોમાં રોમાંચક ડિઝાઈન- થિન્કિંગ વર્કશોપનું આયોજન કરીને સહભાગીઓને મહત્ત્વપૂર્ણ સમસ્યા ઉકેલવા અને આઈડિયેશન કુશળતાથી સશક્ત બનાવે છે.

આરંભિક અરજીના તબક્કા પછી ટોચની 100 ટીમો પસંદ કરાશે. પ્રત્યેક થીમમાંથી 25 ટીમ ચૂંટવામાં આવશે. આ તબક્કે સહભાગીઓ થીમેટિક નિષ્ણાતોની આગેવાનીમાં ઓનલાઈન તાલીમ હેઠળ પસાર થશે, જે પછી વિડિયો પિચ રાઉન્ડ હશે, જ્યાં 40 ટીમોની પસંદગી કરાશે, જેમાં પ્રત્યેક થીમમાં 10 ટીમોનો સમાવેશ થાય છે.

દરેક થીમમાંથી ટોચની 10 સેમી- ફાઈનલિસ્ટ ટીમો સેમસંગના ઉદ્યોગના પીઢ અને વિષયી બાબતના નિષ્ણાતોના માર્ગદર્શનમાં વ્યાપક મેન્ટરશિપ કાર્યક્રમમાં પ્રગતિ કરશે. આ ટીમો બેન્ગલુરુ, નોઈડા અને દિલ્હીમાં સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા અને સેમસંગ ડિઝાઈન દિલ્હી સહિત સેમસંગના અત્યાધુનિક એકમોની ક્યુરેટેડ લર્નિંગ વિઝિટ્સમાં પણ ભાગ લઈ શકશે, જે તેમને વિશ્વ કક્ષાની ઈનોવેશન ઈકોસિસ્ટમ્સ માટે ફર્સ્ટ- હેન્ડ સન્મુખતા આપે છે.

આ તબક્કો સોલ્વ ફોર ટુમોરો એલીમની સાથે સહયોગમાં દિલ્હીની અત્યાધુનિક લેબ ખાતે પ્રયોગાત્મક, હેન્ડ્સ-ઓન પ્રોટોટાઈપિંગ પ્રોગ્રામમાં પરિણમશે. આઈડિયા રિફાઈન કરવા અને આખરી પિચ તૈયાર કરવા કેન્દ્રિત રેસિડેન્શિયલ બૂટકેમ્પ પણ હશે. ટોપ 20 ટીમો આ તબક્કા પછી ચૂંટવામાં આવશે, જેમાં પ્રત્યે ટીમની પાંચ ટીમ ગ્રાન્ડ ફિનાલેમાં જશે. દરેક થીમની આ ટોચની પાંચ ટીમને સેમસંગના નિષ્ણાતો પાસેથી ખાસ વન-ઓન-વન મેન્ટરિંગ સત્રો પ્રાપ્ત થશે. તેઓ સ્પર્ધાના છેલ્લા ત્રણ દિવસમાં યોજાનારા પ્રોટોટાઈપિંગ ડે, પિચ પ્રસ્તુતિકરણ, રોકાણકાર સંમેલન અને પુરસ્કાર સમારંભોમાં ભાગ લેશે.

સહભાગીઓ માટે તેમાં શું છે
ટોચની 100 ટીમોને સર્ટિફિકેટ્સ ઓફ અચિવમેન્ટ પ્રાપ્ત થશે. ટોચની 40 ટીમોને રૂ. 8 લાખ પ્રાપ્ત થશે અને દરેક સભ્ય માટે નવીનતમ સેમસંગ લેપટોપ અપાશે. ટોચની 20 ટીમોને રૂ. 20 લાખ પ્રાપ્ત થશે અને દરેક સભ્ય માટે નવીનતમ સેમસંગ ZFlipસ્માર્ટફોન્સ અપાશે.

ઉપરાંત વિશેષ પુરસ્કારોમાં રૂ. 4.5 લાખની કુલ ઈનામી રકમ સાથે ગૂડવિલ એવોર્ડ, યંગ ઈનોવેટર એવોર્ડ અને સોશિયલ મિડિયા ચેમ્પિયનનો સમાવેશ રહેશે.

ચાર વિજેતા ટીમોને એકત્રિત આઈઆઈટી દિલ્હી ખાતે ઈન્ક્યુબેશન માટે રૂ. 1 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થશે, જે તેમના નાવીન્યપૂર્ણ પ્રોજેક્ટોને ગતિ આપવા માટે પૂરતાં સંસાધન પૂરાં પાડશે. આ ફન્ડિંગનું લક્ષ્ય તેમના વિચારોને વાસ્તવિકતામાં પોષવાનું છે.

2010માં યુએસમાં પ્રથમ રજૂ કરવામાં આવેલો સોલ્વ ફોર ટુમોરો હાલમાં વૈશ્વિક સ્તરે 68 દેશમાં કાર્યરત છે અને દુનિયાભરમાં 3 મિલિયન યુવાનોથી વધુએ ભાગ લીધો છે.

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સનું વૈશ્વિક સીએસઆર વિઝન- ‘ટુગેધર ફોર ટુમેરો! એનેબ્લિંગ પીપલ’ દુનિયાભરના યુવાનોને શિક્ષણ પૂરું પાડવા અને આવતીકાલના આગેવાનો બનવા માટે તેમને સશક્ત બનાવવા માટે કટિબદ્ધ છે. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના સીએસઆર પ્રયાસો પર વધુ વાર્તાઓ અમારા સીએસઆર વેબપેજ પર વાંચોઃ https://csr.samsung.com/en-in/localMain.do

Samsung Newsroom India Link: Igniting Gen Z Innovation: Samsung India Launches ‘Solve for Tomorrow 2025’ Competition with Over INR 1 Crore In Grants – Samsung Newsroom India

Related posts

વૈશાલી ફાર્મા લિમિટેડે કેસર ફાર્મા લિમિટેડમાં 51 હિસ્સો સંપાદિત કરીને બજાર ઉપસ્થિતિને મજબૂત કરી

amdavadpost_editor

રિવાયર પ્રશ્ન અને જવાબ

amdavadpost_editor

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનના વુમન્સ કેર પ્રોજેક્ટે ત્રણ શાળાઓમાં 380થી વધુ છોકરીઓને અસર કરી

amdavadpost_editor

Leave a Comment