Amdavad Post
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈન્ડિયા દ્વારા ગેલેક્સી A06 5Gલોન્ચ: કિફાયતી કિંમતે સુપરફાસ્ટ કનેક્ટિવિટી અને પાવરફુલ પરફોર્મન્સ સાથે ‘કામ કા 5G’

ગેલેક્સી A06 5G તેના 12 5G બેન્ડ્સ સપોર્ટ સાથે આસાન અને શક્તિશાળી 5Gઅનુભવ પ્રદાન કરે છે.

સેમસંગ ઈન્ડિયા દ્વારા વોઈસ ફોકસ જેવા ઈનોવેટિવ ફીચર્સ લાવી અને 4 Gen OS અપગ્રેડ્સ સાથે લાંબા ગાળાની વિશ્વસનીયતા પૂરી પાડે છે. 

ગુરુગ્રામ, ભારત ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ગેલેક્સી A06 5G લોન્ચ કર્યાની આજે ઘોષણા કરવામાં આવી હતી, જે સાથે તે કિફાયતી કિંમતે ઓસમ 5G અનુભવ લાવી છે. સૌથી કિફાયતી બજેટની ગેલેક્સી A સિરીઝના 5G સ્માર્ટફોન તરીકે ગેલેક્સી A06 5G ગ્રાહકોને તેના વિશ્વસનીય પરફોર્મન્સ અને દીર્ઘાયુષ્ય સાથે મહત્તમ મૂલ્ય પ્રદાન કરે તે રીતે તૈયાર કરાયા છે.

આજથી આરંભ કરતાં ગેલેક્સી A06 5G ભારતમાં સર્વ રિટેઈલ આઉટલેટ્સ, સેમસંગના એક્સક્લુઝિવ સ્ટોર્સ તેમ જ અન્ય ઓફફલાઈન ચેનલો પર ઘણા બધા સ્ટોરેજ પ્રકારમાં ઉપલબ્ધ થઈ શકશે. 64GB સ્ટોરેજ સાથે 4GB RAM પ્રકાર માટે ફક્ત રૂ. 10,499થી શરૂઆત કરતાં ગેલેક્સી A06 5G ત્રણ સ્લીક અને આકર્ષક રંગો- બ્લેક, ગ્રે અને લાઈટ ગ્રીનમાં મળશે. વિશેષ લોન્ચ ઓફર તરીકે ગ્રાહકો ફક્ત રૂ. 129માં સેમસંગ કેર+ પેકેજ સાથે એક વર્ષનો સ્ક્રીન પ્રોટેકશન પ્લાન ઉપલબ્ધ કરી શકે છે, જે વધારાનું રક્ષણ અને મનની શાંતિ પૂરી પાડે છે. 

“ગેલેક્સી A06 5Gના લોન્ચ સાથે અમે ઉત્તમ 5G અનુભવ માટે સેગમેન્ટમાં અવ્વલ 12 5G બેન્ડ્સ લાવ્યા છીએ. ઓસમ કનેક્ટિવિટી, પાવરફુલ પરફોર્મન્સ અને સેગમેન્ટમાં અવ્વલ ઈનોવેસન્સ ઓફર કરવા માટે તૈયાર કરવામાં આ ડિવાઈસ અત્યાધુનિક ટેકનોલોજી દરેકની પહોંચમાં લાવવાની અમારી કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપે છે. આ ડિવાઈસ સાથે અમે ઉપભોક્તાઓ કામ અને મનોરંજન સાથે બેજોડ ટકાઉપણા માટે હાઈ- સ્પીડ કનેક્ટિવિટી માણી શકે તેની ખાતરી પણ રાખી છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના જનરલ મેનેજર અક્ષય એસ રાવે જણાવ્યું હતું. 

ઓસમ પરફોર્મન્સ

ગેલેક્સી A06 5G સર્વ નેટવર્ક કોમ્પેટિબિલિટીને સપોર્ટ કરે છે. સર્વ ટેલિકોમ ઓફરેટર્સમાં બહેતર નેટવર્ક કનેક્ટિવિટી અને ઝડપી સ્પીડ્સ માટે 12 5Gબેન્ડ્સ અને ફીટર્સ કરિયર એગ્રેગેશન પૂરું પાડે છે. MTK D6300 પ્રોસેસર દ્વારા પાવર્ડ ગેલેક્સી A06 5G પાવરફુલ પરફોર્મન્સની ખાતરી રાખે છે અને મલ્ટીટાસ્કિંગ, ગેમમિંગ અને સ્ટ્રીમિંગ અત્યંત સહજ કવાયત બનાવે છે. સ્માર્ટફોન RAM પ્લસ ફીચર સાથે 12GB સુધી RAM પણ પૂરું પાડે છે.

ઓસમ કેમેરા અને ડિસ્પ્લે

ડિવાઈસ શાર્પ અને બારીકાઈભરી ઈમેજીસ મઢી લેવા માટે 50MP મેઈન રિયર કેમેરા અને બહેતર ક્લેરિટી માટે 2MP ડેપ્થ કેમેરા સાથે સમૃદ્ધ છે, જ્યારે 8MP ફ્રન્ટ કેમેરા ઉચ્ચ ગુણવત્તાની સેલ્ફી અને વિડિયો કોલ્સની ખાતરી રાખે છે. સ્માર્ટફોનની સ્લીક અને સ્ટાઈલિશ ડિઝાઈન 20:9 આસ્પેક્ટ રેશિયો સાથે વ્યાપક 6.7-ઈંચ HD+ ડિસ્પ્લે સાથે વિવિધ વિઝ્યુઅલ અનુભવની ખાતરી રાખે છે. સ્માર્ટફોનમાં સેગમેન્ટમાં અવ્વલ 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000 mAhબેટરી પણ ધરાવે છે.

ઓસમ ટ્રસ્ટવર્ધિનેસ

ગેલેક્સી A06 5G એન્ડ્રોઈડ 15 અને સેમસંગના વન UI 7 સાથે ઉપલબ્ધ થશે, જેથી ઉપભોક્તાઓને નવીનતમ સોફ્ટવેર અનુભવ મળશે. સેમસંગે ગેલેક્સી A06 5G સાથે OS અપગ્રેડ્સની આકર્ષક 4 જનરેશન્સ અને 4 વર્ષની સિક્યુરિટી અપડેટ્સ ઓફર કરીને વિશ્વસનીયતાનો દાખલો બેસાડ્યો છે, જે કટિબદ્ધતા આ સેગમેન્ટમાં તેને અલગ તારવે છે. આ ઉદ્યોગ અવ્વલ અપગ્રેડ્સ અને અપડેટ્સ ડિવાઈસને હંમેશાં અપટુડેટ રાખશે અને લાંબા સમયગાળા માટે ઉપભોક્તાઓ માટે સ્મૂધ યુસેજ અનુભવની ખાતરી રખશે. ટકાઉપણા માટે નિર્મિતી ગેલેક્સી A06 5G ધૂળ અને કશું ઢોળાવા સામે રક્ષણ પૂરું પાડતાં IP54 રેટિંગ સાથે આવે છે.

ઓસમ ગેલેક્સી અનુભવ

સેમસંગે પહેલી વાર સ્માર્ટફોનમાં વોઈસ ફોકસ પણ રજૂ કર્યું છે, જે ભારતનું પ્રથમ ઈનોવેશન અવાજવાળા વાતાવરણમાં કોલ ક્લેરિટી બહેતર બનાવવા માટે તૈયાર કરાયું છે, જે વાર્તાલાપ વધુ સ્પષ્ટ અને વધુ અસરકારક બનાવે છે. આ વિશિષ્ટતા ભારતીય ગ્રાહકોની જરૂરતો માટે તૈયાર કરાયેલા અર્થપૂર્ણ ઈનોવેશન્સ લાવવાની સેમસંગની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે. ડિવાઈસ સેમસંગની ડિફેન્સ- ગ્રેડ નોક્સ વોલ્ટ સમાવીને સલામતી અને ગોપનીયતાને અગ્રતા આપે છે, જે ઉપભોક્તાઓને સંરક્ષિત રીતે તેમનો ડેટા મેનેજ કરવા અને તેમનો એકંદર અનુભવ બહેતર બનાવવાની ખાતરી રાખે છે.

કિંમત અને લોન્ચ ઓફરો 

પ્રોડક્ટ રંગ પ્રકાર કિંમત (INR) ઓફર્સ
 

ગેલેક્સી A06 5G

બ્લેક, ગ્રે, લાઈટ ગ્રીન 4GB + 64GB 10499 એક વર્ષનો સ્ક્રીન પ્રોટેકશન પ્લાન @ INR 129 સેમસંગ કેર + પેકેજ સાથે, રૂ. 699ની સ્ટાન્ડર્ડ બજારની કિંમત સામે.
4GB + 128GB 11499
6GB + 128GB 12999

ગેલેક્સી A06 5G સેમસંગ ફાઈનાન્સ+, એનબીએફસી અને બેન્કો પાસેથી આકર્ષક ઈએમઆઈ ઓફર્સ સાથે પણ આવે છે, જ્યાં ગ્રાહકો માસિક રૂ. 875 જેટલી ઓછી ક્મતે સ્માર્ટફોન વસાવી શકે છે.

Related posts

ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ્સમાં 150 પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું

amdavadpost_editor

દુબઈમાં આઉટડોર એડવેન્ચર્સ

amdavadpost_editor

એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદે બોર્ન ટ્યુમર માટે ગુજરાતનું પ્રથમ નેવિગેશન ગાઇડેડ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન કર્યું

amdavadpost_editor

Leave a Comment