Amdavad Post
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા, બેન્ગલોર દ્વારા કર્માટકની પ્રથમ ફક્ત મહિલાઓની એન્જિનિયરિંગ કોલેજમાં સેમસંગ ઈનોવેશન કેમ્પસનું ઉદઘાટન

  • ફ્લેગશિપ સીએસઆર પહેલ ભારતીય યુવાનોને AI, IoT, બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગમાં તાલીમ આપીને નોકરી માટે સુસજ્જ બનાવે છે.
  • સેમસંગ દ્વારા આ પહેલ ટેકનોલોજીમાં મહિલા આગેવાનોની નવી પેઢી ઊભી કરવાની તેની કટિબદ્ધતાના ભાગરૂપ છે.

બેન્ગલુરુ, ભારત ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫: સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા, બેન્ગલોર (એસઆરઆઈ- બી) દ્વારા સેમસંગનો ફ્લેગશિપ ગ્લોબલ સિટીઝનશિપ પ્રોગ્રામ ધ સેમસંગ ઈનોવેશન કેમ્પસ (એસઆઈસી)નો કર્માટકની સૌપ્રથમ ફક્ત મહિલાઓની એન્જિનિયરિંગ કોલેજ, ગીથા શિશુ શિક્ષણ સંઘ (જીએસએસએસએસ) ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ફોર વિમન, મૈસુર ખાતે ઉદઘાટન કર્યું. આ પહેલ સ્ટેમમાં લિંગ સમાનતામાં પ્રગતિ કરવાની અને ટેકનોલોજીમાં મહિલા આગેવાનોની નવી પેઢી ઊભી કરવાની સેમસંગની મજબૂત કટિબદ્ધતા અધોરેખિત કરે છે.

સપ્ટેમ્બર 2022માં રજૂ કરવામાં આવેલા એસઆઈસી પ્રોગ્રામમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ/ મશીન લર્નિંગ, બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગ સહિત મુખ્ય ટેકનોલોજી કુશળતા પર કેન્દ્રિત વ્યાપક અભ્યાસક્રમનો સમાવેશ થાય છે, જે ખાસ કરીને ભારતના યુવાનોને ઉદ્યોગ સુસજ્જ બનાવવા માટે સેમસંગના ગ્લોબલ આરએન્ડડી નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ આ પહેલમાં નોંધણી કરાવે તો તેમને ક્લાસરૂમ ફેસિલિટી ખાતે ઓફફલાઈન અને ઓનલાઈન નિષ્ણાતો દ્વારા તાલીમ મેળવવાની અને એસઆરઆઈ- બી અને જીએસએસએસ ઈન્સ્ટિટ્યૂટના મેન્ટરોના માર્ગદર્શન હેઠળ ઈનોવેટિવ પ્રોજેક્ટો પર કામ કરવાની તક મળશે.

“સેમસંગમાં અમે માનીએ છીએ કે ઈનોવેશન ત્યારે જ ફૂલેફાલે જ્યારે તકો સમાવિષ્ટ હોય. આથી કર્ણાટકની સૌપ્રથમ મહિલાઓની એન્જિનિયરિંગ કોલેજ ખાતે સેમસંગ ઈનોવેશન કેમ્પસ (એસઆઈસી)નું ઉદઘાટન કરવામાં અમને ગૌરવની લાગણી થાય છે, જ્યાં હોશિયાર યુવાનો ખોજ, અજમાયશ કરી શકશે અને ટેકનોલોજીની સીમાઓને પાર કરી શકશે. સરકારની ડિજિટલ ઈન્ડિયા અને મેકઈનઈન્ડિયા કેમ્પેઈન સાથે સુમેળ સાધતાં તે વિદ્યાર્થીઓને દેશમાં ટેકનોલોજિકલ પ્રગતિ પ્રેરિત કરવા સશક્ત બનાવે છે. અમે ભાવિ મહિલા આગેવાનોને તેઓ ટેકનોલોજી સાથે વિશ્વને ક્રિયેટ, ઈનોવેટ અને ટ્રાન્સફોર્મ કરે તે રીતે તેમને ઘડવા માગીએ છીએ,” એમ એસઆરઆઈબીના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર મોહન રાવ ગોલીએ જણાવ્યું હતું.

2024માં સેમસંગ સાઉથવેસ્ટ એશિયા દ્વારા તેની એસઆઈસી પહોંચ 3500 વિદ્યાર્થીઓની નોંધણી સુધી વિસ્તારવામાં આવી હતી, જે સંખ્યા 2023માં 3000 હતી. સેમસંગની એસઆઈસી અને સેમસંગ સોલ્વ ફોર ટુમોરો (એસએફટી) જેવી પહેલો થકી કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રત્યે મોજૂદ કટિબદજ્ધતા ભારતના ભાવિ ટેક આગેવાનોને તાલીમબદ્ધ કરવા અને પોષવા માટે તેના ધ્યેયને આલેખિત કરે છે. આ પ્રોગ્રામ્સ થકી સેમસંગે ભારતના યુવાનોને કુશળતાથી સુસજ્જ કરવા સાથે તેમની અંગત અને વ્યાવસાયિક વૃદ્ધિમાં યોગદાન આપીને અને ભારતને વૈશ્વિક ટેકનોલોજી કેન્દ્ર તરીકે સશક્ત બનાવવા ટેકો આપવાનું પણ ચાલુ રાખ્યું છે.

“એસઆરઆઈ- બ સાથે અમારું જોડાણ ઉદ્યોગ સુસંગત અભ્યાસક્રમો અને અવ્વલ કૌશલ્ય, મજબૂત ટેક્નિકલ પાયો અને કેપસ્ટોન પ્રોજેક્ટ્સ થકી પ્રત્યક્ષ સન્મુખતા પૂરી પાડીને મહત્તમ પ્રભાવ પાડવાની ખાતરી રાખે છે. આ પહેલ ડિજિટલ કૌશલ્ય વચ્ચેનું અંતર દૂર કરીને અને ભાવિ કાર્યબળ માટે મહિલાઓને તૈયાર કરીને ડિજિટલ ઈન્ડિયાને સશક્ત બનાવવાની અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે. માળખાબદ્ધ અભ્યાસક્રમ થકી વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ સોલ્વિંગ અને ઊભરતી ટેકનોલોજીઓમાં હાથોહાથનો અનુભવ પ્રાપ્ત કરીને રોજગારક્ષમતા અને ઈનોવેશન બહેતર બનાવી શકે છે. અમે આ મૂલ્યવાન ભાગીદારી માટે એસઆરઆઈ- બીની ઊંડાણથી સરાહના કરીએ છીએ, જે મહિલા ટેકનોલોજિસ્ટોને ટેકનોલોજિકલ પ્રગતિ પ્રેરિત કરવા માટે સશક્ત બનાવે છે,’’ એમ જીએસએસએસ (આર) મૈસુરનાં સેક્રેટરી અનુપમા બી પંડિતે જણાવ્યું હતું.

એસઆરઆઈ-બી દ્વારા કર્ણાટકમાં સાત અન્ય સંસ્થાઓ સ્થાપિત કરી છે, જેમાં બીએનએમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કેમ્બ્રિજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (મેઈન અને નોર્થ કેમ્પસીસ), ડોન બોસ્કો ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કેએલઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આરએનએસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આરએનએસઆઈટી) બેન્ગલુરુ તેમ જ એક આઈઆઈઆઈટી- કુર્નુલનો સમાવેશ થાય છે, જે ટેકનોલોજીના ક્ષેત્રમાં સુંસગત તકો સંરક્ષિત કરવા માટે જરૂરી કુશળતાથી 800થી વધુ વિદ્યાર્થીઓની તાલીમ આપી રહી છે.

Samsung Newsroom India:
Samsung R&D Institute India, Bangalore inaugurates Samsung Innovation Campus at Karnataka’s First Women-Only Engineering College

Related posts

પ્રેમની સર્વોત્તમ અભિવ્યક્તિને શોધવી હવે Amazon.inના વેલેન્ટાઈન્સ ડે સ્ટોર પર ફક્ત એક ક્લિક દૂર છે

amdavadpost_editor

સત્યપૂત,પ્રેમપૂત, સૂત્રપૂત વાણી સમાજમાં સંગમ પેદા કરી શકે છે

amdavadpost_editor

આકાસા એરે અબુ ધાબીમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી; અમદાવાદ અને બેંગલુરુથી ડેઇલી ફ્લાઇટ્સ શરૂ કરી

amdavadpost_editor

Leave a Comment