- નવા એક્સપીરિયન્સ સ્ટોરનું લક્ષ્ય રાજધાનીનો ઉચ્ચ સ્તરનો શોપિંગ જિલ્લો સાઉથ એક્સટેન્શનના હાર્દમાં રોમાંચક ટેકનોલોજી અનુભવો પ્રદાન કરવાનું છે.
- 3400 ચો.ફૂટમાં પથરાયેલો આ હાઈ-સ્ટ્રીટ સ્ટોર સાઉથ દિલ્હીમાં સૌથી વિશાળ સેમસંગ એક્સપીરિયન્સ સ્ટોર છે.
- એક્સક્લુઝિવ લોન્ચ ઓફરમાં INR 1,499માં ગેલેક્સી Fit3 અને ચુનંદાં ગેલેક્સી ડિવાઈસીસની ખરીદી સાથે રૂ. 1,00,000 મૂલ્યના રિવોર્ડસ સાથે પેટીએમ ફર્સ્ટ મેમ્બરશિપનો સમાવેશ થાય છે.
ગુરુગ્રામ, ભારત 29 નવેમ્બર 2024: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા સાઉથ એક્સટેન્શન (પાર્ટ II) ખાતે પ્રીમિયમ એક્સપીરિયન્સ સ્ટોરનું ઉદઘાટન કર્યું છે, જે સાઉથ દિલ્હીમાં સૌથી વિશાળ છે.
આ ફ્લેગશિપ સ્ટોર રાજધાનીના અત્યંત ઉચ્ચ કક્ષાના શોપિંગ ડિસ્ટ્રિક્ટમાંથી એક ખાતે સ્થિત હોઈ ટેક શોખીનો અને રોજબરોજના ગ્રાહકોની વિવિધ જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવેલી પર્સનલાઈઝ્ડ સર્વિસીસ સાથે અત્યાધુનિક ટેકનોલોજીને જોડતો અજોડ અનુભવ પૂરો પાડવા માટે તૈયાર કરાયો છે.
આશરે 3400 ચો.ફૂટના વ્યાપક ક્ષેત્રને આવરી લેતાં સેમસંગ એક્સપીરિયન્સ સ્ટોર ગ્રાહકોને નવીનતમ સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ, લેપટોપ્સ, ઓડિયો ડિવાઈસીસ અને ઈનોવેટિવ સ્માર્ટથિંગ્સ ઈકોસિસ્ટમનો સમાવેશ ધરાવતા સમર્પિત ઝોન્સ જોવા મદદરૂપ થશે. અહીં ગ્રાહકો સેમસંગનાં કનેક્ટેડ ડિવાઈસીસ સ્માર્ટ, વધુ સુવિધાજનક અનુભવોમાં રોજબરોજના જીવનમાં પરિવર્તન કઈ રીતે લાવી શકે તે ફર્સ્ટહેન્ડ જોઈ શકે છે.
વસંત કુંજ, કોનોટ પ્લેસ અને સાકેત પછી નવી દિલ્હીમાં ચોથા પ્રીમિયમ એક્સપીરિયન્સ સ્ટોર તરીકે આ સ્ટોર સેલ્સ, ઈનોવેટિવ પ્રોડક્ટ્સ અને ગ્રાહક સેવાની ગ્રાહકોની જરૂરતો માટે એક છત હેઠળનું સમાધાન બની રહેશે. સેમસંગે આ લોન્ચ માટે આકર્ષક ઓફરો પણ રજૂ કરી છે, જેમાં ફક્ત રૂ. 1499માં ગેલેક્સી Fit3 અને ચુનંદાં ડિવાઈસની ખરીદી સાથે રૂ. 1,00,000 મૂલ્યના રિવોર્ડસ સાથે પેટીએમ ફર્સ્ટ મેમ્બરશિપનો સમાવેશ થાય છે.
“સાઉથ એક્સટેન્શન (પાર્ટ II) ખાતે અમારા સેમસંગ એક્સપીરિયન્સ સ્ટોરના લોન્ટ સાથે અમે વસંત કુંજ, કોનોટ પ્લેસ અને સાકેતમાં અમારા સ્ટોર્સની ભરપૂર સફળતા પર નિર્માણ કરેલા આ સ્ટોર બાબતે ભારે રોમાંચિત છીએ. આ દરેક સ્ટોર ગ્રાહકો માટે ફેવરીટ ડેસ્ટિનેશન બની ગયા છે, જે તેમને રોમાંચક ટેકનોલોજી અનુભવો અને ઉત્તમ ગ્રાહક સેવા પૂરી પાડે છે. અમારો નવો ફ્લેગશિપ સ્ટોર 3400 ચો.ફૂટમાં પથરાયેલો હોઈ ઈનોવેટિવ ઝોન્સ ઓફર કરીને આ અનુભવને વધુ નવી ઊંચાઈએ લઈ જાય છે, જ્યાં ગ્રાહકો નવીનતમ સેમસંગ પ્રોડક્ટ્સ સાથે ઈન્ટરએક્ટ કરી શકે અને અમારી સ્માર્ટથિંગ્સ ઈકોસિસ્ટમ જોઈ શકે છે. અમે ટેકનોલોજી થકી અમારા ગ્રાહકોનું જીવન સમૃદ્ધ બનાવવા કટિબદ્ધ છીએ અને અમે આ સ્ટોર્સ થકી ગ્રાહકો સાથે જોડાણ વધુ મજબૂત બનાવવા ઉત્સુક છીએ,” એમ સેમસંગ ઈન્ડિયાના D2C બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ સુમિત વાલિયાએ જણાવ્યું હતું.
સ્ટોર આસાન ઓમ્નીચેનલ શોપિંગ અનુભવ પણ પૂરો પાડશે, જે ગ્રાહકોને સેમસંગ સ્ટોર+ પ્લેટફોર્મ થકી 1200થી વધુ સેમસંગ પ્રોડક્ટો બ્રાઉઝ કરવા મદદરૂપ થશે. આ ઈનોવેટિવ સમાધાન શોપર્સને પ્રોડક્ટ માહિતી ઈન-સ્ટોર પહોંચ આપે છે અને ચીજો પ્રત્યક્ષ તેમને ઘેરબેઠાં પહોંચાડે છે.
આકર્ષક પ્રોડક્ટ ડિસ્પ્લે ઉપરાંત સ્ટોરમાં ‘લર્ન @ સેમસંગ’ પહેલ ખાસ કરીને નવી પેઢી અને જનરલ ઝેડને ટેકનોલોજીનો અસરકારક રીતે ઉપયોગમાં જ્ઞાન અને કુશળતાથી સશક્ત બનાવવા માટે તૈયાર કરાયેલા વિવિધ પ્રકારના વર્કશોપ્સ ઓફર કરે છે. સ્થાનિક સંસ્કૃતિ અને હિતો પર ધ્યાન કેન્દ્રિત કરીને આ વર્કશોપનું લક્ષ્ય સેમસંગ અને કમ્યુનિટી વચ્ચે અર્થપૂર્ણ જોડાણ નિર્માણ કરવાનું છે.
ઉપરાંત ગ્રાહકોને તેમનાં ગેલેક્સી ડિવાઈસીસ માટે બહેતર સપોર્ટ માટે સેમસંગ કેર+ પ્લાન્સમાંથી લાભ મળી શકે છે. સ્ટોર હોમ સર્વિસ કોલ્સ માટે સુવિધાજનક બુકિંગ સહિત આફ્ટર- સેલ્સ સર્વિસ પૂરી પાડવા માટે સંપૂર્ણ સુસજ્જ છે, જે ગ્રાહક સંતોષ પ્રત્યે સેમસંગની કઠોર કટિબદ્ધતા પર ભાર આપે છે.
સેમસંગ ન્યૂઝ રૂમ ઈન્ડિયા
Samsung Strengthens Premium Presence with its New Experience Store in New Delhi’s South Extension II