Amdavad Post
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Samsung TV Plus તેની ચેનલ ઓફરિંગ્સમાં વધારો કરે છે; ઉપભોક્તાઓ માટે India TV ગ્રુપ તરફથી વધુ નવી FAST ચેનલ્સનો ઉમેરો કરે છે

ગુરુગ્રામ, 12 સપ્ટેમ્બર, 2024: Samsung TV Plusની ભારતમાં વિજ્ઞાપન મુક્ત સહાયિત સ્ટ્રીમીંગ TV (FAST) સેવાએ પોતાના પોર્ટફોલિયો પર ચાર નવી ચેનલ્સ લોન્ચ કરવા માટે India TV ગ્રુપ સાથે જોડાણ કર્યુ છે. આ જોડાણના ભાગરૂપે, India TV ગ્રુપના કનેક્ટેડ TV (CTV)ની એક્સક્લુસિવ ચેનલ્સ India TV, India TV Speed News, India TV Aap Ki Adalat, અને India TV Yoga હવે Samsung TV Plusના પ્લેફોર્મ પર ઉપલબ્ધ બનશે. દર્શકો હવે સમાચારથી લઇને કરંટ અફેર્સ, ફિટનેસ અને મનોરંજ જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા કન્ટેન્ટમાં સરળતાથી ઍક્સેસ મેળવવાનો આનંદ માણી શકે છે.

Samsung TV Plus એ વિના મૂલ્ય સ્ટ્રીમીંગ સેવા છે જે સેમસંગ સ્માર્ટ TV પર અગાઉથી ઇન્સ્ટોલ થયેલા હોય છે, જે સમાચાર, સ્પોર્ટ્સ, મનોરંજન અને વધુની વ્યાપક શ્રેણીની પસંદગીના દેશોમાં ઓફર કરે છે. ભારતમાં Samsung TV Plusના દર્શકોને 100થી વધુ જીવંત TV ચેનલ્સમાં અને જીવંત અને ઓન-ડીમાન્ડ એમ બન્ને હજ્જારો મુવી અને શોમાં ઍક્સેસ પ્રદાન કરે છે.

“Samsung TV Plus અમારા દર્શકો માટે FAST દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા કન્ટેન્ટ લાવવામાં મોખરે છે. અમારા ગ્રાહકો રસપ્રદ અને ઉપયોગી અનુભવે તેવા કન્ટેન્ટ પૂરા પાડવાના અમારી પ્રતિબદ્ધતામાં અડગ છીએ. આ India TV ગ્રુપ તરફથી ચાર નવી ચેનલ્સ અમારી ગુણવત્તા અને વૈવિધ્યસભર કન્ટેન્ટ ડિલીવર કરવાના અમારા વિઝન પર પ્રભાવ પાડે છે,” એમ Samsung TV Plus Indiaના પાર્ટનરશિપ્સના વડા કુણાલ મહેતાએ જણાવ્યુ હતુ.

“અમારુ Samsung TV Plus સાથેનું જોડાણ દર્શકો માટે નવી અને વ્યાપક દિશાઓ ખોલે છે. ઉચ્ચ ગુણવત્તા અને વૈવિધ્ય અને સમૃદ્ધ કન્ટેન્ટ મિશ્રીત પ્રેક્ષકોને ડિલીવર કરવા તરફેનું નવુ કદમ છે. India TV અને Samsung TVએ હાથ મિલાવતા ઓનલાઇન કન્ટેન્ટ વપરાશના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરશે અને સુધારો કરશે તેવી અમને આશા છે,” એમ India TVના ચિફ સ્ટ્રેટેજી ઓફિસર અમિત કુમર સિન્હાએ જણાવ્યું હતુ.

Related posts

માઇક્રોસોફ્ટ અને લિંકડીન એ 2024 વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સ અનુસાર 92 ટકા ઇન્ડિયન નોલેજ વર્કર્સ વર્કપ્લેસમાં એઆઇ(AI)નો ઉપયોગ કરે છે

amdavadpost_editor

ભારતના પૂજ્ય મોરારી બાપૂએ યુનાઇટેડ નેશન્સ ખાતે રામકથાનું નામ માનસ વસુધૈવ કુટુમ્બકમ રાખ્યું

amdavadpost_editor

ડોડામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી દેશનાં વિવિધ રાજ્યોમાં સહાય પાઠવતા મોરારીબાપુ

amdavadpost_editor

Leave a Comment