Amdavad Post
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

SBI મ્યુચ્યુઅલ ફંડે ઇન્વેસ્ટર એજ્યુકેશન ઇનિશિયેટિવ ડાઇવર્સિફાઇ સ્માર્ટલી લોન્ચ કર્યું : હાઇબ્રિડ ફંડ્સની વર્સેટિલિટી

જીવનમાં આપણે ઘણીવાર એવા નિર્ણયોનો સામનો કરીએ છીએ જ્યાં આપણે બે ચરમસીમાઓ વચ્ચે પસંદગી કરવાની હોય છે. તેવી જ રીતે રોકાણમાં વ્યક્તિઓને ઘણીવાર એવા એસેટ કલાસની વચ્ચે પસંદગી કરવાની દ્વિધાનો સામનો કરવો પડે છે જે જોખમ-વળતરની દ્રષ્ટિએ અસંબંધિત હોય છે જેમ કે હાઇ-રિસ્ક ઇક્વિટી, ઓછા જોખમવાળા લેણા અને ફુગાવા સામે હેજ જેમ કે કોમોડિટીઝ (સોનું, ચાંદી વગેરે) પરંતુ જો તમે વૃદ્ધિ અને સ્થિરતા વચ્ચે સંતુલન જાળવીને બંનેના લાભોનો આનંદ માણી શકો તો? હાઇબ્રિડ ફંડ્સમાં પ્રવેશ કરો, એક વર્સેટાઇલ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન કે જે જોખમ અને વળતરને સંતુલિત કરવા માટે આમાંથી બે અથવા વધુને એક જ ફંડમાં ભેળવે છે.

હાઇબ્રિડ ફંડ્સ શું છે?

હાઇબ્રિડ ફંડ એ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે જે એસેટ એલોકેશન અને વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઇક્વિટી (સ્ટોક) ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (બોન્ડ્સ, ડિબેન્ચર્સ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ) અને/અથવા કોમોડિટીઝ જેવી કે ગોલ્ડ, સિલ્વર વગેરે જેવી કોમોડિટીઝના મિશ્રણમાં રોકાણ કરે છે. આ ફંડ વિવિધ જોખમ ઉઠાવનારને રક્ષણ પૂરું પાડે છે અને શિખાઉ તથા અનુભવી બંને પ્રકારના રોકાણકારો માટે યોગ્ય વૈવિધ્યસભર, ફ્લેક્સિબલ રોકાણ અભિગમ પૂરો પાડે છે.
હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરવાના 4 કારણો?
હાઇબ્રિડ ફંડ ઘણા લાભો પૂરા પાડે છે:

  • બેલેન્સડ રિસ્ક-રિટર્ન : ઇક્વિટી, ડેટ અને/અથવા કોમોડિટીઝને જોડીને, આ ફંડ્સ ડાયવર્સિફાઇડ ઇક્વિટી ફંડ્સની સરખામણીમાં ઓછા જોખમ સાથે સ્થિર વળતર આપે છે.
  • ડાયવર્સિફિકેશન : રોકાણકારોને અલગ-અલગ રોકાણોનું સંચાલન કર્યા વિના અથવા દરેક એસેટ ક્લાસના અલગ-અલગ કરવેરા અંગે ચિંતા કર્યા વિના ઘણાબધા એસેટ ક્લાસમાં તક મળે છે
  • એસેટ કલાસ વચ્ચે ડાયનેમિક મુવમેન્ટ: પ્રોફેશનલ ફંડ મેનેજર્સ બજારની સ્થિતિના આધારે એસેટ કલાસની વચ્ચે પોર્ટફોલિયોને ડાયનેમિક રીતે સમાયોજિત કરે છે, જેના કારણને રિટર્નને ઓપ્ટિમાઈઝ કરી શકાય.
  • એક્સેસિબિલિટી: સ્ટ્રકચર્ડ અને ડાયવર્સિફાઇડ, તે સમજવામાં સરળ અને તમામ પ્રકારના રોકાણકારો માટે યોગ્ય છે.

હાઇબ્રિડ ફંડના પ્રકાર
હાઇબ્રિડ ફંડને એસેટ એલોકેશનના આધાર પર વર્ગીકૃત કરવામાં આવે છે. તેઓ ઇક્વિટી-ઓરિએન્ટેડ હોઈ શકે છે, જેમાં ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સની તુલનામાં ઇક્વિટી માટે ઊંચી ફાળવણી (ઓછામાં ઓછા 65%) ધરાવે છે. અથવા તેઓ ડેટ-ઓરિએન્ટેડ હોઈ શકે છે કે જેમાં ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઊંચી ફાળવણી (60-75%) હોય છે અથવા તેઓ સોના અને/અથવા ચાંદીનો સમાવેશ કરવા માટે બે કરતાં વધુ અસ્કયામતો માટે ફાળવણી કરી શકે છે, જે વિવિધ રોકાણ લક્ષ્યો અને જોખમ સહનશીલતા માટે અનુકૂળ વિકલ્પો ઓફર કરે છે:

  1. બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ (ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ)
    આ ફંડ્સ બજારની સ્થિતિના આધારે ઇક્વિટી અને ડેટ વચ્ચેની ફાળવણીને ગતિશીલ રીતે ગોઠવે છે. SEBI ની માર્ગદર્શિકા દરેક એસેટ ક્લાસમાં ફાળવણીને 0% થી 100% સુધીની રેન્જમાં અનુમતિ આપે છે, જેનાથી તેમને અત્યંત અનુકૂલનક્ષમ બનાવે છે.
  • રિસ્ક લેવલ: સંતુલિત, કારણ કે ફાળવણી બજારની અસ્થિરતાની સાથે બદલાતી રહે છે.
  • આ માટે આદર્શ: ફ્લેક્સિબલ, ડાયનેમિક રોકાણ અભિગમ ઇચ્છતા રોકાણકારો.
  1. આર્બિટ્રેજ ફંડ્સ
    આર્બિટ્રેજ ફંડ્સ ન્યૂનતમ ઇક્વિટી જોખમની સાથે રિટર્ન જનરેટ કરવા માટે રોકડ અને ડેરિવેટિવ્ઝ બજારો વચ્ચેના મૂલ્ય તફાવતનો લાભ લે છે. SEBI એ ઇક્વિટી-સંબંધિત સાધનોમાં ઓછામાં ઓછા 65% રોકાણને ફરજિયાત કર્યું છે.
  • રિસ્ક લેવલ: નીચું, કારણ કે તેઓ બજારની બિનકાર્યક્ષમતાનો ફાયદો ઉઠાવે છે.
  • આ માટે આદર્શ: જોખમથી બચનાર રોકાણકારો જે ઓછી વોલેટિલિટીની સાથે ઇક્વિટી જેવા કરવેરાને શોધી રહ્યા છે જ્યારે ટૂંકા ગાળા માટે નાણાં પૈસા રોકવા માંગે છે.
  1. મલ્ટિ-એસેટ એલોકેશન ફંડ
    આ ફંડ એક કરતાં વધુ એસેટ ક્લાસમાં રોકાણ કરે છે, જેમ કે ઇક્વિટી, ડેટ, સોનું, ચાંદી વગેરે. દરેક એસેટ ક્લાસમાં ઓછામાં ઓછી 10% ફાળવણી સારી રીતે ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયોની ખાતરી કરે છે.
  • રિસ્ક લેવલ : વિવિધ એસેટ જોખમને કારણે મધ્યમ
  • આના માટે આદર્શ: વ્યાપક વૈવિધ્યકરણ ઇચ્છતા અને ઘણા એસેટ કલાસમાં સંભવિત લાભ મેળવવા ઇચ્છતા રોકાણકારો
  1. કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ્સ
    ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તેમના પોર્ટફોલિયોના 75-90% હિસ્સો અને ઇક્વિટીમાં ઓછી ફાળવણીની સાથે, આ ફંડ્સ વૃદ્ધિ કરતાં આવક સર્જનને પ્રાથમિકતા આપે છે.
  • રિસ્ક લેવલ: ઓછું, જે તેમને સતર્ક રોકાણકારો માટે યોગ્ય બનાવે છે.
  • આ માટે આદર્શ: જેઓ નિશ્ચિત આવકની સ્થિરતા ઇચ્છે છે પરંતુ ઇક્વિટીના માધ્યમથી લાભની શોધમાં છે.
  1. અગ્રેસિવ હાઇબ્રિટ ફંડ
    આ ફંડ તેમના પોર્ટફોલિયોના 65-80% હિસ્સો ઇક્વિટીમાં અને 20-35% હિસ્સો ડેટમાં ફાળવે છે, જેનાથી ઉચ્ચ વળતરની સંભાવના હોય છે.
  • રિસ્ક લેવલ: નોંધપાત્ર ઇક્વિટી જોખમના લીધે મધ્યમ ઉચ્ચ થી ઉચ્ચ
  • આ માટે આદર્શ: ઉચ્ચ જોખમ સહિષ્ણુતા ધરાવતા રોકાણકારો જે લાંબા ગાળાની મૂડીની વૃદ્ધિનું લક્ષ્ય ધરાવે છે, પરંતુ ડેટની સ્થિરતાની સાથે
  1. ઇક્વિટી સેવિંગ્સ ફંડ

આ ફંડ ઓછામાં ઓછા 65% ઇક્વિટીમાં, 10% ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ અને એક ભાગ હેજિંગ માટે ડેરિવેટિવ્સને ફાળવે છે.

  • રિસ્ક લેવલ: ઇક્વિટી જોખમને કારણે સાધારણ ઊંચું.
  • આ માટે આદર્શ: મધ્યમથી ઉચ્ચ જોખમ લેવાની ક્ષમતાવાળા અને 2-3-વર્ષના રોકાણની ક્ષિતિજ ધરાવતા રોકાણકારો.

નિષ્કર્ષ

હાઇબ્રિડ ફંડ્સ એક વર્સેટાઇલ રોકાણ વિકલ્પ તરીકે સામે આવે છે, જે સ્થિરતાની સાથે વૃદ્ધિની સંભાવનાને સંતુલિત કરે છે. નાણાકીય ધ્યેયો અને જોખમની વિશાળ રેન્જ પૂરી કરીને, તેઓ રોકાણકારોને એક જ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાની તક આપે છે. ભલે તમે એક સ્થિર વિકલ્પની શોધમાં પહેલીવાર રોકાણ કરનાર રોકાણકાર હોવ, એક અનુભવી રોકાણકારો હોવ જે બજારની અસ્થિરતાનો સામનો કરવા માટે ડાયનેમિક ફાળવણની શોધ કરી રહ્યા હોવ કે પછી નિવૃત્ત વ્યક્તિ જે અપેક્ષાકૃત સ્થિર રોકાણનો વિકલ્પ શોધી રહ્યા હોવ, હાઇડબ્રીડ ફંડ તમારી

તમારી જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરી શકે છે.

બજારની અસ્થિરતાને વ્યૂહાત્મક રીતે મેનેજ કરીને, હાઇબ્રિડ ફંડ્સ જોખમો ઘટાડે છે જ્યારે ઇક્વિટી અને ડેટ બંનેમાંથી સંભવિત લાભની ખાતરી કરે છે. આ અનોખા સંયોજન હાઇબ્રિડ ફંડને સ્થિતિસ્થાપક અને વૃદ્ધિ-લક્ષી પોર્ટફોલિયો બનાવવા માટે એક આકર્ષક વિકલ્પ બનાવે છે.

SBI મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકારોની પહેલનું શિક્ષણ.

 

Related posts

મેજેન્ટા મોબિલિટીએ ટાટા મોટર્સ સાથેના સહયોગને વધુ મજબૂત કર્યો ટાટા એસ ઇવીના 100થી વધુયુનિટ્સ તૈનાત કર્યાં – ભારતના સૌથી અદ્યતન, ઝિરો-ઉત્સર્જન સ્મોલ કમર્શિયલ વ્હીકલ

amdavadpost_editor

આકાસા એરે અબુ ધાબીમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી; અમદાવાદ અને બેંગલુરુથી ડેઇલી ફ્લાઇટ્સ શરૂ કરી

amdavadpost_editor

અતિવૃષ્ટિનો ભોગ બનેલા ગુજરાત અને ત્રિપુરા માટે પૂજ્ય મોરારીબાપુની ૧૧ લાખની સહાય

amdavadpost_editor

Leave a Comment