Amdavad Post
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

એસકે સુરત મેરેથોનનું પોસ્ટર લોન્ચ, ૩૦મી જૂને મેરેથોન યોજાશે

– હેલ્થ અવરનેસ અને રનિંગ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે એસ.કે.સુરત મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું

– મેરેથોનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ,  દરેક વય જૂથના લોકો ભાગ લઈ શકશે

સુરત, 16 જૂન 2024:  હેલ્થ અવેરનેસ અને રનિંગ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે ૩૦મી જૂને એસકે સુરત મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ગઈકાલે રવિવારે એસકે સુરત મેરેથોનનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું.  એસકે સુરત મેરેથોનની આ ફર્સ્ટ સીઝન છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મેરેથોન આઈઆઇએમઆર  અને એસકે ફાઇનાન્સના સંયુક્ત ઉપક્રમે યોજાવા જઈ રહી છે.  આ કાર્યક્રમમાં  સુરત પોલીસ પણ સહયોગ આપી રહી છે.

આ અવસરે એસકે સુરત મેરેથોનના આયોજક મુકેશ મિશ્રા કે જેઓ છેલ્લા ૧૫ વર્ષથી ભારતની સૌથી મોટી મેરેથોન જયપુર મેરેથોનના પણ આયોજક રહ્યા છે. તેમણે કહ્યું કે, એસકે સુરત મેરેથોનના માધ્યમથી સુરતમાં રનિંગ કલ્ચરને પ્રોત્સાહનના સંદેશ સાથે શહેર સૌથી સ્વચ્છ, સ્વસ્થ અને સૌથી સુંદર શહેર બની રહે તેનો સંદેશ પણ આપવામાં આવશે.  મેરેથોનમાં 3 કિમીની ડ્રીમ રનમાં ઘણા સોશિયલ ગ્રુપને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. તેમજ આ હેલ્થ ઈવેન્ટમાં યુવાનો અને મહિલાઓની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તેમનું  નિશુલ્ક રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.

મેરેથોનના કાર્યક્રમો વિશે માહિતી આપતા કાર્યક્રમ સંયોજક ડેની નિર્બાને જણાવ્યું હતું કે,  એસ.કે.સુરત મેરેથોનમાં  21 કિમી, 10 કિ.મી. અને 5 કિ.મી તેમજ 3 કિમીની ડ્રીમ રન પણ રાખવામા આવી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે www.suratmarathon.in પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. એટલું જ નહિ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આયોજકોએ યુવાનોને વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા અપીલ પણ  કરી છે.

આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા  –

રવિવારે આયોજિત પોસ્ટર લોન્ચમાં જયંતિ કોઠારી, મેક્સ મીડિયા ડાયરેક્ટર નયન ચોક્સી, નિર્મલ હોસ્પિટલના બિઝનેસ મેનેજર નિર્મલ વિશાલ પુરોહિત, સુનિલ ચાપોરકર, અનિલ મારડીયા, મનીષ કટિયાલ, નિખિલ કોરડાવાલા, દીપક સિંઘી, લલિત પેરીવાલ, રાજીવ શેઠ, સંજુ મુંદ્રા, વિશાલ લકડીવાલા, ચેમ્પ, ચંદ્રકાંત પ્રજાપતિ, પ્રિયંકા ચોપરા, મુકેશ માખીજાની, પરેશ ગાબાની, વેલા ભાઈ, ટીનાબેન મહેતા, નીતાબેન ગાંધી, કલ્પ સૂરી, અંકુર દિયોરા, પંકજભાઈ રૂંગટા, અરવિંદભાઈ, માધવભાઈ, સુનીલ બક્ષી અને ગોપેશ પેરીવાલ સહિત જેમાં ધણા રનર્સ પણ હાજર રહ્યા હતા.

Related posts

મેકઅપ આર્ટિસ્ટ પ્રિયંકા ઠક્કરે નવો અને વિશાળ સ્ટુડિયો લોંચ કર્યો

amdavadpost_editor

લક્ઝરી સ્ટે: દુબઈમાં ટોચના રિસોર્ટ્સ અને હોટેલ્સ

amdavadpost_editor

દુબઈએ 2024 ના પ્રથમ છ મહિનામાં રેકોર્ડ 9.31 મિલિયન મુલાકાતીઓનું સ્વાગત કર્યું

amdavadpost_editor

Leave a Comment