સોની લાઈવની સિરીઝ રાત જવાન હૈ પાછળના પ્રતિભાળી અભિનેતામાંથી ડાયરેક્ટર બનેલો સુમીત વ્યાસ પુખ્તાવસ્થા અને વહેલા પેરન્ટહૂડનો હાસ્યસભર પ્રવાસ લઈને આવ્યો છે. આ શો જીવનના વિવિધ તબક્કામાં મૈત્રીની ગતિશીલતાને બહુ જ બારીકાઈથી મઢી લે છે, જેમાં ખાસ કરીને પેરન્ટહૂડની ખુશીઓ અને પડકારોનો સમાવેશ થાય છે. હાસ્ય અને હૃદયસ્પર્શી અવસરોના સંમિશ્રણ સાથે તે આ પરિવર્તનકારી અનુભવોની વ્યાખ્યા કરતા હાસ્ય અને સંઘર્ષને આલેખિત કરે છે.
શો અને તેની થીમ વિશે બોલતાં વ્યાસ કહે છે, ‘‘મૈત્રીની વાર્તા મોટે ભાગે લગ્ન અથવા સંતાન આવ્યા પછી સમાપ્ત થતી હોય છે, પરંતુ આ શો અલગ છે. તે મૈત્રી આ નોંધપાત્ર જીવનના તબક્કામાં કઈ રીતે ટકી શકે છે તેની પર ભાર આપે છે. ઘણા બધા લોકોને પેરન્ટિંગનાં વહેલાં વર્ષોમાં મૈત્રી સક્ષમ રાખવાનું મુશ્કેલ જણાય છે, કારણ કે તેઓ તેમના સંતાનો પર સંપૂર્ણ કેન્દ્રિત હોય છે. ખ્યાતિ આનંદ- પુથરન (લેખિકા અને ક્રિયેટર), વિકી વિજય (પ્રોડ્યુસર) અને હું રાત જવાન હૈ માટે મોટે ભાગે પેરન્ટિંગના દિલ ચાહતા હૈ તરીકે સંદર્ભ આપીએ છીએ, જેમાં જીવનના આ પરિવર્તનકારી તબક્કામાં જોડાણ જાળવી રાખવાના અને એકબીજાને આધાર આપવાના મહત્ત્વને આલેખિત કરવામાં આવ્યં છે.’’
આ સિરીઝ હૃદય અને ભાવનાઓથી ભરચક છે, જ્યારે પેરન્ટહૂડ યુવાનોની અંત છે એ વિચારને ખોટો પાડે છે. તેમાં ત્રણ મિત્રો પુખ્તાવસ્થાના અને વહેલા પેરન્ટહૂડના પડકારોમાંથી કઈ રીતે પસાર થાય છે તે બતાવવામાં આવ્યું છે, જેમાં જીવનના ઉતારચઢાવમાં તેમના જોડાણની શક્તિ આલેખિત કરવામાં આવી છે. યામિની પિક્ચર્સ પ્રા. લિ. દ્વારા નિર્મિત અને ખ્યાતિ આનંદ- પુથરનનું ક્રિયેશન આ કોમેડી- ડ્રામામાં બરુન સોબતી, અંજલી આનંદ અને પ્રિયા બાપટ છે.
જોતા રહો રાત જવાન હૈ, ખાસ સોની લાઈવ પર સ્ટ્રીમ થઈ રહી છે!