અમદાવાદ ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૫: એસયુડી લાઈફએ એસયુડી લાઈફ ગેરેંટી રોયલ યોજના લોન્ચ કરી છે, જે એક નોન લિન્ક, નોન પાર્ટીસિપેટિંગ વ્યક્તિગત બચત યોજના છે, જે તમારું અને તમારા પ્રિયજનોનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે રચાયેલ ગેરેન્ટેડ વળતર આપતી નાણાકીય યોજના છે અને તમને જીવનના મહત્વપૂર્ણ માઈલસ્ટોન્સ હાંસલ કરવામાં મદદ કરે છે. આ યોજના સાથે તમે તમારું નાણાકીય લક્ષ્ય સુરક્ષા અને ખાતરી સાથે હાંસલ કરી શકો છો, જ્યાં તમે આત્મવિશ્વાસપૂર્વક તમારા પ્રિયજનોની સંભાળ લઈ શકો છો, તમારા સપનાઓ પૂર્ણ કરી શકો છો અને જીવનની અણધારી પરિસ્થિતિઓને સંપૂર્ણ ખાતરી સાથે સામનો કરી શકો છો. એસયુડી લાઈફ ગેરેંટી રોયલ આ સપનાઓને હકીકતમાં પરિવર્તિત કરવામાં તમારી સહાય કરશે, તમને નાણાકીય સ્થિરતા સાથે ચિંતામુક્ત જીવન જીવવા માટે શક્તિશાળી બનાવશે.
એસયુડી લાઈફ ગેરેંટી રોયલ માત્ર એક પૉલિસી નથી, તે એક વિચારપૂર્વક રચાયેલ યોજના છે, જે ખાતરીપૂર્વક લમ્પ-સમ ચુકવણી અને બચતના ફાયદા સાથે તમારા નાણાકીય લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આ યોજના ગેરેન્ટેડ પરિપક્વતાના લાભો પ્રદાન કરે છે, જેમાં પરિપક્વતાની ગેરેન્ટેડ રકમ, ગેરેન્ટેડ એડીશન અને ગેરેન્ટેડ મેચ્યોરિટિ લોયલ્ટી એડીશન નો સમાવેશ થાય છે. મહિલા માટે આ યોજના ખાસ છે, જેમાં પ્રથમ વર્ષના વાર્ષિક પ્રીમિયમ પર ૫% ડિસ્કાઉન્ટ મળે છે.
આ યોજના ઓનલાઈન ઉપલબ્ધ છે, જેના કારણે તેને સરળતાથી ખરીદી શકાય છે. સાથે જ, પરિપક્વતાએ વધારાની ગેરેન્ટેડ રકમ અને કર (ટેક્સ) લાભો જેવા વધારાના ફાયદાઓ પણ ઉપલબ્ધ છે.
યોજનાના લૉન્ચિંગ પ્રસંગે, એસયુડી લાઈફના એમડી અને સીઇઓ શ્રી અભય તિવારીએ કહ્યું: ” એસયુડી લાઈફ ગેરેંટી રોયલ એવા લોકો માટે એક આદર્શ પસંદગી છે, જેઓ વિશ્વસનીય બચત માટેનો ઉકેલ શોધી રહ્યા છે. આ યોજના ખાતરીપૂર્વક નક્કી કરેલા લાભો પ્રદાન કરે છે, જે બજારના વ્યાજ દરની ચાલ પર આધાર રાખતું નથી. આથી, ગ્રાહકો માટે મનની શાંતિ અને નાણાકીય સુરક્ષાની ખાતરી આપે છે.”
તમારા સપનાઓ, પ્રિયજનો અને ભવિષ્ય માટે ખાતરીપૂર્વક સુરક્ષા મેળવવા એસયુડી લાઈફ ગેરેંટી રોયલ યોજનામાં આજે જ રોકાણ કરો અને સ્થિર આવતીકાલ તરફ તમારું પ્રથમ પગલું ભરો!
યોજના અને તેના લાભો વિશે વધુ જાણવા માટે તમારી નજીકની યુનિયન બેંક ઓફ ઇન્ડિયા કે બેંક ઓફ ઇન્ડિયા ની શાખાની મુલાકાત લો અને એસયુડી લાઈફના પ્રતિનિધિઓ સાથે સંપર્ક કરો. તમે અમારી વેબસાઈટ www.sudlife.in ની પણ મુલાકાત લઈ શકો છો.