Amdavad Post
અપરાધઅવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસરકારહેડલાઇન

તમિલનાડુ ઓનલાઈન ગેમિંગ ઓથોરિટીએ ઓપિનિયન ટ્રેડિંગ એપ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી

દિલ્હી ૩૦ મે ૨૦૨૫: તમિલનાડુ ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી (TNOGA) એ ઓપિનિયન ટ્રેડિંગ એપ્સ પર કડક કાર્યવાહી કરી છે, જેમાં રાજ્યના જુગાર કાયદાના ઉલ્લંઘન બદલ પ્રોબો, MPL અને સ્પોર્ટ્સબાઝી જેવા મુખ્ય પ્લેટફોર્મ સહિત 15 કંપનીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ નિર્ણાયક કાર્યવાહીથી તમિલનાડુમાં ઘણા પ્લેટફોર્મ દ્વારા કામગીરી સ્થગિત કરવામાં આવી છે,અને ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત સૂત્રો સૂચવે છે કે હજુ બીજા પ્લેટફોર્મ પોતાની કામગીરી સ્થગિત કરે તેવી શક્યતા છે. આ એપ્સ, ઘણીવાર “પ્રેડિક્શન માર્કેટ” હોવાનો ઢોંગ કરીને, “શેર” અથવા “પોઈન્ટ્સ” જેવા ભ્રામક શબ્દોનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારોને અવરોધવા અને નિયમનકારી છટકબારીઓનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓને સ્પોર્ટ્સ અને ચૂંટણીઓથી લઈને મનોરંજન સુધીના વિવિધ ઇવેન્ટ્સના દ્વિસંગી પરિણામો પર વાસ્તવિક પૈસા લગાવવા લલચાવે છે અને આમ, તેમને નોંધપાત્ર નાણાકીય જોખમમાં મૂકે છે. નોંધનીય છે કે તમિલનાડુનો કાયદો જુગાર પર પ્રતિબંધ મૂકે છે અને કૌશલ્યથી રમાતી રમતોનું નિયમન કરે છે.

આ કાર્યવાહી ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ, જેને નિયમનકારી ગ્રે એરિયામાં કામ કરવા બદલ પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે, ની રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતી ચકાસણીને પગલે કરવામાં આવી છે. તાજેતરમાં, SEBI એ એક જાહેર સલાહ જારી કરીને રોકાણકારોને ચેતવણી આપી હતી કે આમાંથી કોઈ પણ પ્લેટફોર્મ બજાર મધ્યસ્થી તરીકે નોંધાયેલ નથી. SEBI એ સ્પષ્ટ કર્યું હતું કે ઇવેન્ટના પરિણામો પર પૈસાની સટ્ટાબાજી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ નિયમનકારી નાણાકીય સિક્યોરિટીઝના અવકાશની બહાર આવે છે, જે નાણાકીય નુકસાન અને છેતરપિંડીના ઉચ્ચ જોખમો ઉભા કરે છે. નાણાકીય નિયમનકારે દેખરેખનો અભાવ અને આ એપ્લિકેશનની કાયદેસર “પ્રેડિક્શન માર્કેટ” ની આડમાં વપરાશકર્તાઓને ગેરમાર્ગે સંભાવના પર ભાર મૂક્યો હતો.

ન્યુ ઇન્ડિયન કન્ઝ્યુમર ઇનિશિયેટિવ (NICI) એ તમિલનાડુ ઓનલાઈન ગેમિંગ ઓથોરિટીના આ પગલાની પ્રશંસા કરી છે. NICI ના પ્રવક્તા, અભિષેક કુમારે આ પહેલને આવકારતા કહ્યું હતું કે, “TNOGA ની કાર્યવાહી ગ્રાહકોને ઓપિનિયન ટ્રેડિંગ એપ્લિકેશન્સની ભ્રામક પ્રથાઓથી બચાવવા માટે એક અદભુત પગલું છે. આ પ્લેટફોર્મ સરળ નફાના ખોટા વચનો સાથે સરળતાથી ફંસાઈ જતા લોકો, ખાસ કરીને યુવાનોનો શિકાર બનાવે છે. જ્યારે ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મની કામગીરી એક રાષ્ટ્રીય મુદ્દો છે, અમે અન્ય રાજ્યોને તામિલનાડુના નેતૃત્વનું અનુકરણ કરવા અને નાગરિકોને આ ગેરકાયદેસર એપ્લિકેશનોથી બચાવવા માટે ઝડપી પગલાં લેવા વિનંતી કરીએ છીએ.”

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) પણ આ પ્લેટફોર્મ્સ દ્વારા ઉભા થતા જોખમો વિશે જાગૃતિ લાવવામાં મોખરે રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં, સંગઠને ગ્રાહક બાબતોના મંત્રાલય, નાણાં મંત્રાલય અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને વિગતવાર રજૂઆતો કરી હતી, જેમાં તાત્કાલિક રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધની હિમાયત કરવામાં આવી હતી.

તમિલનાડુમાં લેવામાં આવેલ પગલાં હરિયાણા અને છત્તીસગઢમાં સમાન પગલાં સાથે સુસંગત છે, જ્યાં અધિકારીઓએ પહેલાથી જ અનિયંત્રિત ગેમ્બલિંગ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધો લાદ્યા છે. રાજ્ય-સ્તરની આ વધતી જતી સર્વસંમતિ આવી એપ્લિકેશન્સના પ્રસાર પર ધ્યાન આપવા માટે સંકલિત રાષ્ટ્રીય માળખાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. તમિલનાડુનું સક્રિય વલણ ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા સહીત પરંતુ ડિજિટલ ગેમ્બલિંગ પ્લેટફોર્મ્સના અનિયંત્રિત ફેલાવાને રોકવા માટે અન્ય રાજ્યો માટે અનુસરવા માટે એક શક્તિશાળી ઉદાહરણ પણ સ્થાપિત કરે છે.

Related posts

વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખપદ માટેના રસાકસીભર્યા જંગમાં જી. ડી. પટેલનો ભવ્ય વિજય

amdavadpost_editor

કીર્તિદાન ગઢવી શરદ પૂર્ણિમા પર શક્તિ સંધ્યા ગરબામાં પરફોર્મ કરશે

amdavadpost_editor

જમ્મુ ખાતે શહીદ થયેલા જવાનોને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને ઉન્નાવ દુર્ઘટનામાં પરિવારજનોને સહાય

amdavadpost_editor

Leave a Comment