અદ્યતન સુવિધાની વાર્ષિક 15,000 એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ સ્ક્રેપ કરવાની ક્ષમતા
ગુવાહાટી ૮ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સે ગુવાહાટીમાં તેની રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી (આરવીએસએફ) લોંચ કરી છે. ‘Re.Wi.Re– રિસાઇકલ વિથ રિસ્પેક્ટ નામની આ અદ્યતન સુવિધાની ટકાઉ અને પર્યાવરણ પ્રત્યે સભાન પ્રક્રિયાઓનો ઉપયોગ કરતાં વાર્ષિક 15,000 એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ સુરક્ષિત રીતે ડિસએસેમ્બલ કરવાની ક્ષમતા છે. આ આરવીએસએફનું સંચાલન ટાટા મોટર્સના ભાગીદાર એક્સોમ પ્લેટિનમ સ્ક્રેપર્સ દ્વારા કરવામાં આવે છે તથા તમામ બ્રાન્ડ્સના પેસેન્જર અને કમર્શિયલ વ્હીકલને સ્ક્રેપ કરવા માટે સજ્જ છે. આ દેશમાં સાતમી આ પ્રકારની સુવિધાનું ઉદઘાટન છે, જેના બીજા કેન્દ્રો જયપુર, ભુવનેશ્વર, સુરત, ચંદીગઢ, દિલ્હી એનસીઆર રિજન અને પૂણેમાં છે.
આ સુવિધાનું ઉદઘાટન પહાડીક્ષેત્ર વિકાસ, પરિવહન, સહકારિતા, સ્વદેશી અને સ્વદેશી અને આદિજાતિ શ્રદ્ધા અને અને સંસ્કૃતિ મંત્રી શ્રી જોગેન મોહન, સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ અને સિંચાઇ મંત્રીશ્રી અશોક સિંઘલ, ટાટા મોટર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ગિરીશ વાઘ, એક્સોમ ઓટોમોબાઇલ્સના ડિરેક્ટર ડો. સંજીવ નારાયણ સહિત આસામ સરકાર, ટાટા મોટર્સ અને એક્સોમ ઓટોમોબાઇલ્સના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાયું હતું.
આ ઉદઘાટન સમારોહમાં સંબોધન કરતાં પહાડીક્ષેત્ર વિકાસ, પરિવહન, સહકારિતા, સ્વદેશી અને આદિજાતિ શ્રદ્ધા અને સંસ્કૃતિ મંત્રીશ્રી જોગેન મોહને જણાવ્યું હતું કે, આ અદ્યતન વ્હીકલ રિસાઇકલિંગ સુવિધાનું લોંચ રોજગારની તકોનું સર્જન કરશે તથા અમારા રાજ્ય અને સમુદાયોની આર્થિક વૃદ્ધિને સપોર્ટ કરશે. આ ઉપરાંત તે એન્ડ-ઓફ-લાઇફ વ્હિકલ્સનો સુરક્ષિત નિકાલ સુનિશ્ચિત કરતાં કાર્બન ઉત્સર્જન ઘટાડશે તથા સ્વચ્છ પર્યાવરણમાં યોગદાન આપશે. હું આસામમાં અદ્યતન સ્માર્ટ સુવિધાની પહેલ બદલ ટાટા મોટર્સનો આભાર વ્યક્ત કરું છું.
આ ઉદઘાટન સમારોહને સંબોધિત કરતાં સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ અને સિંચાઇ મંત્રીશ્રી અશોક સિંઘલે જણાવ્યું હતું કે, ગુવાહાટીમાં ટાટા મોટર્સની Re.Wi.Re સુવિધાનું ઉદઘાટન સ્વચ્છ અને હરિયાળા આસામની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. આ અદ્યન સુવિધા ટકાઉ વ્હીકલ નિકાલ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે તથા પર્યાવરણ અને આસામના લોકો બંન્ને માટે લાભાદાયી છે.
ટાટા મોટર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગિરીશ વાઘે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે ગુવાહાટીમાં ઉત્તર-પૂર્વની પ્રથમ Re.Wi.Re સુવિધાના લોંચ સાથે ટાટા મોટર્સે પ્રદેશમાં જવાબદારીભર્યા વ્હીકલ સ્ક્રેપિંગની દિશામાં નોંધપાત્ર પગલું ભર્યું છે. સર્ક્યુલર ઇકોનોમીના સિદ્ધાંતોને અનુરૂપ અમે એવી પ્રથાઓને આગળ ધપાવી રહ્યાં છીએ કે જે ટકાઉપણાને સપોર્ટ કરે. સાત રાજ્યોમાં અમારા આરવીએસએફના નેટવર્ક સાથે હવે અમે વાર્ષિક 100,000થી વધુ એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલને ડિસમેન્ટલ કરી શકીએ છીએ. અમે આ સુવિધા માટે એક્સોમ પ્લેટિનમ સ્ક્રેપર્સ સાથે ભાગીદારી કરતાં ગર્વ કરીએ છીએ તથા સરકાર અને સ્થાનિક સત્તામંડળના અવિરત સમર્થનથી આ પહેલના હકીકતમાં તબદીલ કરવા આભારી છીએ.
દરેક Re.Wi.Re સુવિધા સંપૂર્ણપણે ડિજીટલ છે તથા તેની તમામ કામગીરી સુવિધાજનક અને પેપરલેસ છે. કમર્શિયલ અને પેસેન્જર વ્હીકલ બંન્ને માટે સેલ-ટાઈપ અને લાઇન-ટાઈપ ડિસમન્ટલિંગ સુવિધા ટાયર, બેટરી, ઈંધણ, ઓઇલ, લિક્વિડ અને ગેસ સહિતના વિવિધ ઘટકોને સુરક્ષિત રીતે દૂર કરવા માટે સમર્પિત સ્ટેશનોથી સજ્જ છે. દેશની વ્હીકલ સ્ક્રેપેજ નીતિ મૂજબ તમામ ઘટકોના સુરક્ષિત નિકાલની બાંયધરી આપતા દરેક વ્હીકલ પેસેન્જર અને કમર્શિયલ વ્હીકલના જવાબદાર સ્ક્રેપિંગ આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે ખાસ કરીને ડિઝાઇન કરવામાં આવેલ ઝીણવટભરી દસ્તાવેજીકરણ અને ડિસમન્ટલિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે. Re.Wi.Re કન્સેપ્ટ અને સુવિધા ઓટોમોટિવ ઉદ્યોગમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે ખૂબજ મહત્વપૂર્ણ બની રહેશે.