Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે ઉત્તર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને 1000 બસ ચેસિઝ સપ્લાય કરવાનો ઓર્ડર મેળવ્યો

મુંબઇ 21 ઓક્ટોબર 2024: ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હિકલ નિર્માતા ટાટા મોટર્સે જાહેર કર્યું છે કે તેણે ઉત્તર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (યુપીએસઆરટીસી)ને ટાટા એલપીએ 1618 ડીઝલ બસ ચેસિઝના 10,000 યુનિટ્સ સપ્લાય કરવાનો પ્રતિષ્ઠિત ઓર્ડર મેળવ્યો છે. સરકારી ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા સ્પર્ધાત્મક ઇ-બિડિંગ પ્રક્રિયા બાદ ટાટા મોટર્સે ઓર્ડર પ્રાપ્ત કર્યો છે તથા બસ ચેસિઝ પારસ્પરિકરૂપે સંમત શરતો અનુસાર તબક્કાવાર ધોરણે સપ્લાય કરાશે.  

આ નવો ઓર્ડર ગત વર્ષે પ્રાપ્ત 1,350 બસ ચેસિઝના સમાનરૂપના મોટા ઓર્ડરની સફળ સમાપ્તિ બાદ મળ્યો છે, જે હાલમાં યુપીએસઆરટીસી દ્વારા કાર્યક્ષમ રીતે ચલાવવામાં આવે છે. સુરક્ષિત ઇન્ટરસિટી અને લાંબા અંતરના પ્રવાસ માટે ડિઝાઇન કરાયેલી ટાટા એલપીઓ 1618 ડીઝ બસ ચેસિઝ ઉત્તમ પ્રદર્શન ડિલિવ કરે છે તથા નીચા ટોટલ કોસ્ટ ઓફ ઓનરશીપ (ટીસીઓ) સાથે પ્રવાસીને આરામ પ્રદાન કરે છે.

આ ઓર્ડર વિશે ટાટા મોટર્સના કમર્શિયલ પેસેન્જર વ્હિકલ બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ અને વડા આનંદ એસ એ જણાવ્યું હતું કે, જાહેર પરિવહનના વિસ્તાર અને સુધારાની દિશામાં યુપીએસઆરટીસીના પ્રયાસોમાં ભાગીદાર બનતા અમે ખુશી અનુભવીએ છીએ. ટાટા એલપીઓ 1618 બસ ચેસિઝ ઉચ્ચ અપટાઇમ અને નીચા મેન્ટેનન્સ અને સંચાલકીય ખર્ચ સાથે મજબૂત અને વિશ્વસનીય મોબિલિટી માટે એન્જિનિયર્ડ કરાઇ છે. અમે યુપીએસઆરટીસીના માર્ગદર્શન મૂજબ સપ્લાય શરૂ કરવા સજ્જ છીએ. 

ટાટા મોટર્સ સમગ્ર ભારતમાં વિવિધ શહેરો અને રાજ્યોમાં અદ્યતન બસ અને જાહેર પરિવહન ડિલિવર કરવામાં અગ્રેસર રહ્યું છે. આમાંથી હજારો બસો દેશના માર્ગો ઉપર સફળતાથી ચાલી રહી છે તથા શહેરી અને ગ્રામીણ વિસ્તારોને જોડીને લાખો નાગરિકો માટે આરામદાયક અને અનુકૂળ દૈનિક પ્રવાસની સુવિધા આપી રહી છે.

 

 

Related posts

ફ્રોમ રાજેઃ ધ પેશન્ટ સર્ચ ફોર આર્કિટેક્ચર – આર્કિટેક્ચરલ ડ્રોઇંગ્સ/સ્કેચનું પ્રદર્શન

amdavadpost_editor

બ્યુટી ગેરેજ પ્રોફેશનલ વાળની સંભાળમાં ભારતીય નવીનતાઓનું અનાવરણ કરતા આકાર એક્સ્પોમાં અગ્રેસર

amdavadpost_editor

ઘરમાં અને ઘટમાં પ્રવેશ કરવા માટે કોઈ મૂહર્ત હોતું નથી

amdavadpost_editor

Leave a Comment