Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

તિથિ વર્ષ 2024માં ઉડાન પર કિરાણા કોમર્સની વ્યાખ્યા કરનારા શોપિંગ પ્રવાહો

ઉડાન પર 7 લાખ મેટ્રિક ટન વજનની પ્રોડક્ટોના 2.45 અબજ યુનિટ્સની ડિલિવરી
બાયર રન-રેટમાં 70 ટકા વૃદ્ધિ હાંસલ કરીને સર્વોચ્ચ દૈનિક બાયર્સ સાથે 2024નું વર્ષ પૂર્ણ કર્યું


મુખ્ય રૂપરેખાઃ

  • રિપીટ રેટ્સ સર્વ સમયની ઊંચાઈએ, જે ગત વર્ષની તુલનામાં 1000 બીપીએસ વધીને મજબૂત ગ્રાહક આકર્ષણ અને વિશ્વાસ આલેખિત કરે છે.
  • મહેસૂલી રન રેટ વર્ષ દર વર્ષ 65 ટકાથી વધ્યો, જે ઉડાનની વધતી વૃદ્ધિની ગતિને પ્રદર્શિત કરે છે.
  • એફએમસીજી શ્રેણીમાં ઉત્તમ 85 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ જોવા મળી, જે રિટેઈલરો દ્વારા ઓર્ડર કરવામાં આવેલી પ્રોડક્ટોની સંખ્યામાં 50 ટકા વધારો પ્રેરિત કરીને ઉડાનની મજબૂત વિતરણ ક્ષમતા અને ઊંડાણથી બજારમાં પહોંચનો દાખલો આપે છે.
  • પ્રાઈવેટ લેબલ બ્રાન્ડ્સનો મહેસૂલી રન રેટ વર્ષ દર વર્ષ 250 ટકાથી વધ્યો, જે કિરાણા રિટેઈલરોમાં ઉચ્ચ ગુણવત્તા, મૂલ્ય પ્રેરિત પ્રોડક્ટ માટે વધતી માગણી પ્રદર્શિત કરી છે.
  • ઉડાન દ્વારા સક્ષમતા અને સંચાલન કાર્યક્ષમતા પ્રેરિત કરવા માટે કટિબદ્ધતા સાથે બેન્ગલુરુમાં લાસ્ટ-માઈલ ડિલિવરી માટે ઈલેક્ટ્રિક વેહિકલ્સ (ઈવી) કામે લગાવવામાં આવ્યાં.
સ્નેક્સ અને બેવરેજીસ પર્સનલ કેર

અન્નધાન્ય

ટોપ 3 વેચાતી આઈટમો યુનિટ્સ ટોપ 3 વેચાતી આઈટમો યુનિટ્સ ટોપ 3 વેચાતી આઈટમો ટનમાં યુનિટ્સ
બિસ્ક્સિ 583 મિલિયન હેર કેર પ્રોડક્ટ્સ 480 ખાંડ  84380
બેવરેજીસ (ગરમ +ઠંડાં) 377 મિલિયન શેમ્પૂ (સેશે/ પાઉચ) 477 મિલિયન લોટ (લોટ/ મેંદો વગેરે)  78700
ચોકલેટ્સ + કન્ફેક્શનરી 47 મિલિયન લોન્ડ્રી 204મિલિયન અન્ન (ચોખા, ઘઉં વગેરે)  68200

નેશનલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતનું સૌથી વિશાળ ઈ-બિઝનેસ- ટુ- બિઝનેસ (ઈ-બી2બી) પ્લેટફોર્મ ઉડાને આજે ગત વર્ષોમાં કઈ રીતે પરિવર્તન જોવા મળ્યું છે તે ભારતીય રિટેઈલરોની શોપિંગની શૈલીમાં મુખ્ય ઈનસાઈટ્સ પ્રદાન કરતાં મંચ પર તિથિ વર્ષ 2024 (સીવાય24)માં વ્યાખ્યા કરતા શોપિંગ પ્રવાહોની ઘોષણા કરી હતી. વેપાર કામગીરીમાં મુખ્ય સિદ્ધિઓ, પ્રાઈવેટ લેબલ અપનાવવામાં ઝડપી વૃદ્ધિ અને એફએમસીજીમાં ઉત્તમ સહભાગ તેમ જ અન્ય મુખ્ય શ્રેણીઓ સાથે આ પ્રવાહ કિરાણા ઈકોસિસ્ટમમાં ઉડાનના પરિવર્તનકારી પ્રભાવને આલેખિત કરે છે.

ઉડાન પર કિરાણા કોમર્સની વ્યાખ્યા કરતા શોપિંગના પ્રવાહોઃ
ઉડાન દ્વારા એકલા એફએમસીજી વેપારમાં 2.45 અબજ યુનિટ્સની ડિલિવરી કરાઈ હતી, જેમાં ડિલિવરી કરેલાં સર્વ ખાદ્ય ઉત્પાદન (એફએમસીજી, અન્નધાન્ય અને ફ્રેળ) 7 લાખ મેટ્રિક ટનથી વધુ હતા. મંચે એકંદર વેપાર 65 ટકાથી વધુ નોંધાવ્યો હતો, જે રોજના ખરીદદારોમાં 70 ટકાથી વધુ વૃદ્ધિ દ્વારા પ્રેરિત હતું, જે સાથે 2024નું વર્ષમાં મંચે આજ સુધી સૌથી વધુ દૈનિક ખરીદદારો પ્રાપ્ત કર્યા હતા. ઉપરાંત રિપીટ રેટ્સ સર્વ સમયની ઊંચાઈએ પહોંચ્યો હતો, જે ગત વર્ષની તુલનામાં 1000 બીપીએસ વધ્યો હતો. તે મજબૂત ગ્રાહક લગાવ અને વિશ્વાસને ફરી એક વાર સમર્થન આપે છે. આ માઈલસ્ટોન એ આલેખિત કરે છે કે ઉડાનના કિરાણા પાર્ટનર્સનું વૈવિધ્યપૂર્ણ અને વિસ્તરતું નેટવર્ક ઉડાનનું મૂલ્ય આલેખિત કરતાં તેમને ગતિશીલ રિટેઈલ બજારમાં વૃદ્ધિ કરવા અને સફળ થવા માટે સશક્ત બનાવે છે.
ઉપરાંત ઉડાન દ્વારા 85.85 મિલિયન લાઈન્સ ઓફ ઓર્ડરની પ્રક્રિયા કરાઈ હતી, જે રિટેઈલરો માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે તેની વધતી ભૂમિકા આલેખિત કરે છે. આ વૃદ્ધિ વધતી રોજની નિર્ભરતા સાથે વિવિધ ઈન્વેન્ટરીની જરૂરતોનું સહજ રીતે વ્યવસ્થાપન કરવાની ઉડાનની ક્ષમતા પણ દર્શાવે છે. મજબૂત નેટવર્ક અને સંચાલન ઉત્કૃષ્ટતાના આધાર સાથે ઉડાન ભારતભરના કિરાણા ભાગીદારોને મૂલ્ય પ્રદાન કરવા માટે કટિબદ્ધ રહી છે.

ઉડાનના સહ-સંસ્થાપક અને સીઈઓ વૈભવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “મજબૂત સક્ષમ વ-દ્ધિ સાથે અમારે માટે આ દાખલારૂપ વર્ષ રહ્યું છે, જે ભારતભરમાં નાના રિટેઈલરોને સશક્ત બનાવવા માટે ઉડાન દ્વારા વિકસાવવામાં આવેલી ઈ-બી2બી પ્લેબુકની સફળતા આલેખિત કરે છે. એફએમસીજીમાં 85%+ વૃદ્ધિ અને સ્ટેપલ્સ પ્રાઈવેટ લેબલ્સ વેપારમાં 250 ટકાની વૃદ્ધિ સાથે અમે કિરાણા કોમર્સને તેના પરિવર્તનની સક્રિય રીતે આગેવાની કરતા માટે અભિમુખ બનાવી રહ્યા છીએ. એફએમસીજી વેપારમાં 80 ટકાના ઉછાળો અને કિરાણા દ્વારા ઝડપથી તે અપનાવવામાં આવી રહ્યું છે તે નાના વેપારો માટે સૌથી વિશ્વસનીય ઈ-બી2બી પાર્ટનર તરીકે ઉડાનની સ્વીકાર્યતા આલેખિત કરે છે. અમે 2025 તરફ જોઈ રહ્યા છીએ ત્યારે અમારી કામગીરીનું વિસ્તરણ કરી રહ્યા છીએ ત્યારે અમારું ધ્યાન ગ્રાહકલક્ષી ઈનોવેશન, સંચાલન કાર્યક્ષમતા અને સક્ષમ મૂલ્ય નિર્મિતી તરફ છે, જે ભારતની કિરાણા ઈકોસિસ્ટમના આધારને મજબૂત બનાવે છે અને રિટેઈલ વિતરણનું ભવિષ્ય પ્રેરિત કરે છે.’’

મહત્ત્વપૂર્ણ શ્રેણીઓ (એફએમસીજી, અન્નધાન્ય અને ફ્રેશ)
એફએમસીજી વેપારે તેના મહેસૂલી રન રેટમાં 85 ટકાની વર્ષ દર વર્ષ (વાયઓવાય) વૃદ્ધિ નોંધાવી છે. આ વૃદ્ધિ રિટેઈલરો દ્વારા ઓર્ડર કરવામાં આવેલી પ્રોડક્ટોની સંખ્યામાં 50 ટકાના વધારાથી પ્રેરિત હતી, જે બાયર્સની વૈવિધ્યપૂર્ણ અને ઉત્ક્રાંતિ પામતી જરૂરતોને પહોંચી વળવા માટે ઉડાનની મજબૂત વિતરણ ક્ષમતાઓ દર્શાવે છે. ઉપરાંત એફએમસીજી વેપારે બાયર્સમાં 60 ટકા વધારો જોવા મળ્યો છે, જે રોજબરોજના બિઝનેસ એસેન્શિયલ્સની આવશ્યકતાઓ માટે રિટેઈલરોનો વધત વિશ્વાસ અને નિર્ભરતા આલેખિત કરે છે.

ઉડાનની પ્રાઈવેટ લેબલ બ્રાન્ડ્સે તેના મહેસૂલી રન રેટમાં ગતિ ચાલી રાખી છે અને 250 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ નોંધાવી છે. આ નોંધપાત્ર કામગીરી ઉડાનની ઉચ્ચ ગુણવત્તાયુક્ત, મૂલ્ય પ્રેરિત પ્રોડક્ટો માટે વધતી માગણી પ્રદર્શિત કરે છે, જે કિરાણા રિટેઈલરોમાં અગ્રતાની પસંદગી બની છે. પ્રાઈવેટ લેબલ્સની સફળતાએ ગ્રાહકોમાં ઊંડો વિશ્વાસ બતાવ્યો હોવા સાથે ખાસ, ઉચ્ચ કામગીરી કરતી પ્રોડક્ટો થકી ઉત્કૃષ્ટ માર્જિન પ્રદાન કરીને નફાશક્તિ બહેતર બનાવવાની ઉડાનની વ્યૂહરચના સાથે ઉત્તમ રીતે સુમેળ સાધે છે.

ઉડાનના મંચે માગણીમાં મજબૂત ઉછાળો જોયો છે, જેમાં બેન્ગલોર, દિલ્હી, હૈદરાબાદ અને કોલકતાએ મેટ્રોમાં વૃદ્ધિ પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું છે. આ સાથે નોન- મેટ્રો શહેરો, જેમ કે, ગાઝિયાબાદ, જયપુર, અમદાવાદ, લખનૌ અને ઈન્દોરે ઈ-બી2બી કોમર્સને ઝડપથી અપનાવ્યું હોવાનું જોવા મળે છે, તેની પહોંચનું ઊંડાણ આલેખિત કરે છે.
ઉપરાંત પુણે, મૈસુર અને મુંબઈ ઉચ્ચ વૃદ્ધિની બજારો તરીકે ઊભરી આવી છે, જે નાના વેપારોમાં ઈ-બી2બી વેપારના વધતા સ્વીકાર પર ભાર આપે છે અને ભારતમાં રિટેઈલરો માટે અગ્રતાની ભાગીદાર તરીકે ઉડાનના સ્થાનને વધુ મજબૂત બનાવે છે.

ઉડાનની સક્ષમતા પહેલઃ લાસ્ટ- માઈલ ડિલિવરીમાં ઈવી અપનાવવાનું વધ્યું
ઉડાનની તિથિ વર્ષ 2024માં સક્ષમતા અને સંચાલન કાર્યક્ષમતાના ભાગરૂપે ઉડાને બેન્ગલુરુમાં લાસ્ટ- માઈલ ડિલિવરી માટે ઈલેક્ટ્રિક વેહિકલ્સ (ઈવી) રજૂ કરવાનું અને અપનાવવાનું ચાલુ રાખ્યું છે. આ પહેલ કાર્બન ઉત્સર્જન ઓછું કરવા અને ઈ-બી2બી ક્ષેત્રમાં પર્યાવરણ અનુકૂળ લોજિસ્ટિક્સને પ્રમોટ કરવા માટે નોંધપાત્ર પગલું દર્શાવે છે.

એકંદર વેપાર કામગીરીઃ મુખ્ય રૂપરેખા
તિથિ વર્ષ 2024માં ઉડાને એકધારી વૃદ્ધિ હાંસલ કરી છે, જે માર્કેટપ્લેસમાં તેનો વ્યૂહાત્મક અભિગમ અને નવી ડિઝાઈન પ્લેબુકની અમલબજાવણીની મજબૂતી આલેખિત કરે છે. કંપની 65 ટકા એઆરઆરની આકર્ષક વૃદ્ધિ અને રોજના વ્યવહાર કરતા ખરીદદારોમાં 70 ટકા વધારા સાથે નફાશક્તિ હાંસલ કરવાને માર્ગે છે, જે ઊંડી બજારની પહોંચ અને રિટેઈલરોમાં વધતો વોલેટ હિસ્સો પ્રેરિત કરે છે. ઉપરાંત ગ્રોસ માર્જિન 200 બેસિસ પોઈન્ટ્સથી સુધર્યા છે અને યોગદાન માર્જિનમાં 32 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે, જ્યારે બાયર વોલેટ હિસ્સામાં 20 ટકાનો વધારો અને 90 ટકાનો માસિક રિપીટ રેશિયો નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે કંપનીએ સંપૂર્ણ ઈબીઆઈટીડીએ બર્નમાં 30 ટકાનો ઘટાડો હાંસલ કર્યો તે માર્કેટપ્લેસમાં કાર્યક્ષમતા બહેતરી અને ઉત્કૃષ્ટ અમલબજાવણી થકી સક્ષમ વૃદ્ધિ પ્રેરિત કરવા પર સતત એકાગ્રતા અધોરેખિત કરે છે.

Related posts

યુરોપની ધરતી પર ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે મૂળ ગુજરાતની લજ્જા શાહ

amdavadpost_editor

અષ્ટગુરૂ અમદાવાદમાં આધુનિક ભારતીય કલાનું એક ભવ્ય પૂર્વાવલોકન ‘અનાવરણ વારસો’ રજૂ કરશે

amdavadpost_editor

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ આગામી ડૉ. કલામ, ડૉ. એચજી ખોરાના, ડૉ. એમએસ સ્વામીનાથન અને સર જેસી બોઝની શોધમાં એન્થે 2024 લૉન્ચ કરી

amdavadpost_editor

Leave a Comment