ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: રામ માધવાનીની આગામી સિરીઝ ધ વેકિંગ ઓફ અ નેશન અજોડ ફિલ્માંકન પ્રક્રિયા ધરાવે છે, જે તેને અન્ય શો અને ફિલ્મોથી અનોખી તારવે છે. તેમણે ફિલ્માંકન સાથે વાર્તાની ખૂબી અને વિશ્વસનીયતા મઢી લેવા માટે કલાકારોના સૂઝબૂઝપૂર્વકના કાસ્ટિંગમાં પણ અજોડ અભિગમ કામે લગાવ્યો હતો. શૂટિંગની આ પદ્ધતિ વિશે બોલતાં તેઓ આ સિરીઝમાં પ્રાણ ફૂંકનારી નાવીન્યપૂર્ણ ફિલ્માંકન ટેક્નિકમાં ઊંડાણથી ડોકિયું કરાવે છે.
“હું બહુ નવા કલાકારો સાથે કામ કરવા માગતો હતો. મેં કલાકારોની કસોટી કરી ત્યારે મને જણાયું કે કાસ્ટમા નિર્દોષતા અને ભૂખ સાથે તાજગી પણ છે, જે પટકથા માટે અનુકૂળ છે. તેમાં ઉમેરો કરતાં હું જે રીતે શૂટ કરું છું તે પદ્ધતિ મોટા ભાગના કલાકારો ટેવાયેલી હોય છે તેનાથી સાવ અલગ છે. હું 360 સ્ટાઈલમાં શૂટ કરું છું, જ્યાં હું તે અવસરની સચ્ચાઈ મેળવવા માટે લગભગ ડોક્યુમેન્ટરીની શલીમાં અત્યંત લાંબા શોટ્સ લઈ છું. વાસ્તવમાં ધ વેકિંગ ઓફ અ નેશન માટે સૌથી લાંબો શોટ 90 મિનિટનો હતો. સૌપ્રથમ આ કલાકારોની મેમરી સારી હોવી જોઈએ, કારણ કે તેમણે લાઈનો યાદ રાખવાની રહે છે. આથી હું સુરક્ષિત રીતે કહી શકું છું કે કલાકારોની પસંદગી કરવાની આ મારી પદ્ધતિ હતી.’’
જાલિયાંવાલા બાઘ હત્યાકાંડની પાર્શ્વભૂ સામે વકીલ કાંતિલાલ સાહની (તારુક રૈના) બ્રિટિશરોની દગાબાજીની જાળમાં સપડાય છે. કાંતિલાલ જાતિવાદ, છેડાછેડી સામે ઝઝૂમે છે અને સચ્ચાઈ માટે લડે છે. અતૂટ બાળપણની મૈત્રીથી બંધાયેલા કાંતિલાલ અને તેના સાથી (અલી અલ્લાબક્ષ તરીકે સાહિલ મહેતા, હરી સિંહ ઔલખ તરીકે ભાવશીલ સિંહ અને હરીની પત્ની પૂનમ તરીકે નિકિતા દત્તા)ઓ વિચારધારા અલગ હોવા છતાં કાવતરાનો પર્દાફાશ કરે છે, જે તેમના ભાગ્યને આકાર આપે છે. ન્યાય દૂરની વાત છે એવી દુનિયામાં શું તેઓ છૂપી સચ્ચાઈને ખુલ્લી પાડશે કે પછી તેઓ પણ તે ગળીને ચૂપ બેસી રહેશે?
ધ વેકિંગ ઓફ ધ નેશનનું નિર્માણ રામ માધવાની અને અમિતા માધવાની દ્વારા રામ માધવાની ફિલ્મ્સ બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ સિરીઝના કલાકારોમાં તારુક રૈના, નિકિતા દત્તા, સાહિલ મહેતા, ભાવશીલ સિંહ, એલેક્સ રીસ અને પોલ મેકઈવાન વગેરે છે. શાંતનુ શ્રીવાસ્તવ અને શત્રુજિત નાથ અને રામ માધવાની દ્વારા લિખિત આ શો ઐતિહાસિક ઘટનાઓ, મૈત્રી અને સત્તાના સંઘર્ષ જેણે વ્યાપક તપાસને આકાર આપ્યો તેના રોચક સંમિશ્રણનું વચન આપે છે.
તો તારીખ યાદ રાખશો, ધ વેકિંગ ઓફ અ નેશન 7મી માર્ચથી ખાસ સોની લાઈવ પરથી પ્રસારિત થશે!