બેન્ગલુરુ 04 ફેબ્રુઆરી 2025: અગ્રણી સ્મોલ ફાઈનાન્સ બેન્કમાંથી એક ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક (ઉજ્જીવન) દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ને યુનિવર્સલ બેન્કિંગ લાઈસન્સ માટે અરજી સુપરત કરી હોવાની આજે ઘોષણા કરવામાં આવી હતી.
આ પગલું ક્ષેત્રમાં તેની ઓફરો અને સ્થાનને વધુ મજબૂત બનાવવાના બેન્કના લાંબા ગાળાના ધ્યેય સાથે સુમેળ સાધે છે. બેન્ક સતત મજબૂત નાણાકીય કામગીરી નોંધાવી રહી છે અને નાણાકીય સમાવેશકતા પ્રત્યે કટિબદ્ધ હોઈ વિવિધ ઊભરતા ગ્રાહક મૂળને પહોંચી વળે છે. ઉજ્જીવન યુનિવર્સલ બેન્કોની હરોળમાં જોડાવા માટે તૈયાર છે, જે તેની અરજીને આરબીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવે તેને આધીન તેની ઉત્ક્રાંતિમાં અત્યંત નોંધપાત્ર માઈલસ્ટોન માનવામાં આવે છે.
આ પ્રગતિ વિશે બોલતાં ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્કના એમડી અને સીઈઓ શ્રી સંજીવ નૌટિયાલે જણાવ્યું હતું કે, “રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા સ્થાપિત માર્ગદર્શિકાને ધ્યાનમાં લેતાં અમે અમારી અરજી આજે સુપરત કરી છે અને સ્મોલ ફાઈનાન્સ બેન્કમાંથી યુનિવર્સલ બેન્કમાં સ્વૈચ્છિક રીતે રૂપાંતર થવા માટે નિયામકની મંજૂરી માગી છે. બેન્ક સતત મજબૂત નાણાકીય કામગીરી દર્શાવી રહી છે અને નાણાકીય સમાવેશકતા પ્રત્યે કટિબદ્ધ હોઈ દેશમાં વિવિધ ગ્રાહક વર્ગને પહોંચી વળે છે. યુનિવર્સલ બેન્કિંગ લાઈસન્સ પ્રાપ્ત થવા પર, જો મંજૂરી મળે તો તે ગ્રાહકોને પરિપૂર્ણ નાણાકીય સેવાઓ પૂરી પાડવા અને સર્વ ઈચ્છુક ભારતીયોને વ્યાપક શ્રેણીના બેન્કિંગ સમાધાન સાથે સશક્ત બનાવવાના ઉજ્જીવનના પ્રયાસો વધુ મજબૂત બનશે.”
બેન્કે તાજેતરમાં જ નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક માટે પરિણામો જાહેર કર્યાં, જે તેના વેપાર વર્ગોમાં હકારાત્મક વૃદ્ધિની ગતિ દર્શાવે છે. લોન બુકના ડાઈવર્સિફિકેશને પરિણામોને વધુ વધાર્યાં હોવાનું જોવા મળ્યું છે. એકંદર લોન બુકમાં 39 ટકા યોગદાન સિક્યોર્ડ સેગમેન્ટે આપ્યું છે. માઈક્રો બેન્કિંગ પ્રત્યે સમાવેશક અભિગમને લીધે બેન્કે હાલમાં જ ગ્રુપ અને વ્યક્તિગત લોન માટે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો અને હવે સ્મોલ ફાઈનાન્સ બેન્કોમાં તે સૌથી ઓછા વ્યાજ દરમાંથી એક છે. તેની કામગીરી અને બહેતર અસ્કયામત ગુણવત્તા થકી માઈક્રોફાઈનાન્સ તાણના કાર્યક્ષમ વ્યવસ્થાપનને લીધે આ શક્ય બન્યું છે.