Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અલ્ટ્રાકેબ (ઇન્ડિયા) લિમિટેડ કંપનીનો રૂ. 4981 લાખનો રાઇટ્સ ઇશ્યૂ 28 જાન્યુઆરી, 2025 ના દિવસે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો


કંપની/ઇશ્યૂ અંગે મુખ્ય હાઇલાઇટ્સ :

  • રાઇટ ઇશ્યૂમાં શેરની કિંમત પ્રતિ શેર રૂ. 14.5 છે
  • કંપનીએ નાણાકીય વર્ષ 2024 માટે રૂ. 598 લાખનો ચોખ્ખો નફો અને રૂ. 12439 લાખની આવક નોંધાવી છે
  • કંપનીના પ્રમોટર્સ શ્રી નિતેશ વઘાસિયા અને શ્રી પંકજ શિંગાલાએ તેમના રાઇટ્સ એન્ટાઈટલમેન્ટની સંપૂર્ણ હદ સબસ્ક્રાઇબ કરવાની પુષ્ટિ કરી છે
  • કંપની UK, UAE, આફ્રિકા, સિંગાપોર, યુગાન્ડા વગેરે દેશોમાં પણ પોતાની પ્રોડક્ટની નિકાસ કરે છે
  • કંપની એક દાયકાથી વધુ સમયથી 55+ સરકારી વિભાગો અને 150+ કોર્પોરેટ સમુહોને કેબલ સપ્લાય કરી રહી છે, જેના સમગ્ર ભારતમાં 400+ ડીલરો છે અને તે 29 દેશોમાં હાજરી ધરાવે છે
  • કંપનીના ક્લાયન્ટમાં BHEL, NTPC, પાવર ગ્રીડ, એરપોર્ટ ઓથોરિટી, BPCL, ONGC, SAIL, વેદાંતા, હિન્દુસ્તાન ઝિંક, સ્ટરલાઇટ પાવર, આદિત્ય બિરલા, રિલાયન્સ, એરટેલ, ગોદરેજ વગેરેનો સમાવેશ થાય છે

રાજકોટ, ગુજરાત 29 જાન્યુઆરી 2025: ભારતમાં ઇલેક્ટ્રિક વાયર અને કેબલના ઉત્પાદન અને નિકાસ સાથે સંકળાયેલ, અલ્ટ્રાકેબ (ઇન્ડિયા) લિમિટેડ (BSE-538706) નો રૂ. 4981 લાખનો રાઇટ ઇશ્યૂ 28 જાન્યુઆરી, 2025 થી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. કંપનીના રાઇટ ઇશ્યૂનો ભાવ રૂ. 14.5 પ્રતિ શેર છે અને તે 11 ફેબ્રુઆરી, 2025 ના રોજ બંધ થશે.

રોકાણકારો કંપનીના રાઇટ ઇશ્યૂમાં ભાગ લેવા/સબ્સ્ક્રાઇબ કરવા માટે BSE માંથી અલ્ટ્રાકેબ (ઇન્ડિયા) લિમિટેડના રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ્સ (BSE સિમ્બોલ: 750951) પણ ખરીદી શકે છે. રાઇટ્સ એન્ટાઈટલમેન્ટના ઓન-માર્કેટ રીનન્સિએશન(અસ્વીકાર)ની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી, 2025 છે.

આ ઇશ્યૂ માટે રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 9:25 (રેકોર્ડ ડેટ – 16 જાન્યુઆરી, 2025 ના રોજ શેરધારકો દ્વારા રાખવામાં આવેલા દરેક 25 ઇક્વિટી શેર માટે 9 રાઇટ્સ ઇક્વિટી શેર) નિર્ધારિત કરવામાં આવ્યો છે. કંપની 2 રૂપિયા પ્રતિ શેર ફેસ વેલ્યુ પર 3.43 કરોડ ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર જારી કરશે.

માર્ચ-2024 માં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024 માટે, કંપનીનો ચોખ્ખો નફો વધીને રૂ. 598 લાખ થયો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 582 લાખ હતો. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2024 દરમિયાન કંપનીની આવક રૂ. 12439 લાખ નોંધાઈ હતી, જે નાણાકીય વર્ષ 2023 માં રૂ. 10767 લાખ હતી.

રાઇટ ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલા ફંડનો ઉપયોગ લોનની પૂર્વ ચુકવણી/ચુકવણી માટે, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો વધારવા માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

અલ્ટ્રાકેબ (ઇન્ડિયા) લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિતેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, “અમારો રાઇટ્સ ઇશ્યૂ જવાબદાર વિકાસ, નાણાકીય સ્થિતિસ્થાપકતા અને પર્યાવરણ સંરક્ષણ સાથે ટકાઉ વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. હાલના શેરધારકોને તેમનો હિસ્સો વધારવા માટે સશક્ત બનાવીને અમે તેમના વિશ્વાસ અને વફાદારીનું સન્માન કરીએ છીએ. આની સાથે જ વ્યૂહાત્મક વિસ્તરણ અને સંપાદન માટે મહત્વપૂર્ણ ભંડોળ સુરક્ષિત કરીએ છીએ, જે પર્યાવરણ જાળવણી સાથે ટકાઉ વિકાસ માટેના અમારા વિઝન સાથે સુસંગત છે. આ સીમાચિહ્નો ખરેખર ગુણવત્તા, નવીનતા અને ગ્રાહક-પ્રથમ અભિગમ પ્રત્યેના અમારા સમર્પણને અનુરૂપ છે. ભવિષ્યમાં, અમે ડિજિટલ પરિવર્તન અને લક્ષિત ઉત્પાદન અને બજાર વિસ્તરણને પ્રાથમિકતા આપીને આ ગતિને આગળ વધારીશું. અમારું ધ્યાન લાંબાગાળાના હિસ્સેદારોના મૂલ્યનું નિર્માણ અને સતત વૃદ્ધિને આગળ વધારવા પર કેન્દ્રિત છે.”

વર્ષ 2007 માં સ્થપાયેલ, અલ્ટ્રાકેબ (ઇન્ડિયા) લિમિટેડ, ગુજરાત સ્થિત ઉચ્ચ-ગુણવત્તાવાળા ઇલેક્ટ્રિક વાયર અને કેબલ્સના ઉત્પાદક અને નિકાસકાર છે. આ કંપની ઘરેલુ, ઔદ્યોગિક, સોલર અને એલિવેટર એપ્લિકેશનો સર્વિસ આપે છે. પોતાની વિશ્વસનીયતા માટે જાણીતી આ કંપની શ્રેષ્ઠ ઉત્પાદનોની ખાતરી કરવા માટે અદ્યતન ટેકનોલોજી અને સખત ગુણવત્તા નિયંત્રણનો ઉપયોગ કરે છે. કંપની એક દાયકાથી વધુ સમયથી 55+ સરકારી વિભાગો અને 150+ કોર્પોરેટ સમુહોને કેબલ સપ્લાય કરી રહી છે, જેના સમગ્ર ભારતમાં 400+ ડીલરો છે અને તે 29 દેશોમાં હાજરી ધરાવે છે.

કંપનીના પ્રમોટર્સ શ્રી નિતેશ વઘાસિયા અને શ્રી પંકજ શિંગાળાએ તેમના રાઈટ્સ એન્ટાઈટલમેન્ટની સંપૂર્ણ હદ સબસ્ક્રાઇબ કરવાની પુષ્ટિ કરી છે. આ સાથે જ તેમણે એ પણ ખાતરી આપી છે કે, તેઓ રાઈટ્સ એન્ટાઈટલમેન્ટનો ત્યાગ નહીં કરશે. અન્ય પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રુપના સભ્યોએ શ્રી નિતેશ વઘાસિયા અને શ્રી પંકજ શિંગાળાના નામે 33,65,192 શેર માટે પોતાનો હક છોડી દેવા સંમતિ આપી છે. તેથી, કુલ પ્રમોટર રાઇટ એન્ટાઇટલમેન્ટ 95,82,881 શેર સબસ્ક્રાઇબ કરવામાં આવશે.

અલ્ટ્રાકેબ (ઇન્ડિયા) લિમિટેડ કંપની 6000 થી વધુ ઉત્પાદનોનો વિશાળ પ્રોડક્ટ પોર્ટફોલિયો ઓફર કરે છે. જેમાં સ્થાનિક કેબલ્સ (ઘરના વાયર, PVC/XLPE પાવર કેબલ્સ), આંતરરાષ્ટ્રીય કેબલ્સ (ઓટો કેબલ્સ, વેલ્ડીંગ કેબલ્સ), અને વિશિષ્ટ કેબલ્સ (સુપર ફ્લેટ, એલિવેટર અને સોલાર કેબલ્સ)નો સમાવેશ થાય છે. શાપર (રાજકોટ, ગુજરાત) માં અત્યાધુનિક ઉત્પાદન સુવિધા સાથે અલ્ટ્રાકેબ, દેશમાં કેબલ ઉદ્યોગમાં ઇનોવેશન અને એક્સેલેંસ માટે પ્રતિબદ્ધ છે. કંપનીના વિવિઘ ઉત્પાદનોનું માત્ર ભારતમાં જ નહીં, પરંતુ UK, UAE, આફ્રિકા, સિંગાપોર, યુગાન્ડા વગેરે દેશોમાં પણ વેચાણ થાય છે. કંપનીના સરકારી ગ્રાહકોમાં BHEL, NTPC, પાવર ગ્રીડ, એરપોર્ટ ઓથોરિટી, BPCL, ONGC, SAILનો સમાવેશ થાય છે. તેના કોર્પોરેટ ક્લાયન્ટમાં વેદાંતા, હિન્દુસ્તાન ઝિંક, સ્ટરલાઇટ પાવર, આદિત્ય બિરલા, રિલાયન્સ, એરટેલ, ગોદરેજ વગેરે સામેલ છે.

Related posts

હરમીત દેસાઈના શાનદાર પ્રદર્શનની મદદથી એથ્લિડ ગોવા ચેલેન્જર્સે દબંગ દિલ્હી ટીટીસીને 8-2થી હરાવી સતત બીજી વખત ઈન્ડિયન ઓઈલ યુટીટી ટાઈટલ જીત્યું

amdavadpost_editor

મેટાસ્ટાટિક સ્તન કેન્સરની પરિપૂર્ણ સંભાળમાં શારીરિક પ્રવૃત્તિ અને આધુનિક ઉપચારની ભૂમિકા

amdavadpost_editor

લૉમૅને ગુજરાતમાં પહોંચ વિસ્તારતાં દાહોદમાં 1લો સ્ટોર શરૂ કર્યો

amdavadpost_editor

Leave a Comment